________________
[૫૩] લઘુરાજ સ્વામીના નડિયાદ નિવાસ સુઘી બાર-તેર વર્ષ મુમુક્ષુમંડળની બાહ્ય ઘર્મપ્રવૃત્તિ સુસંગઠિત દશામાં દેખાઈ. પછીથી જે ભાઈના ઉદાર આશ્રયે ઘનની પ્રવૃત્તિ થતી તે પ્રવાહની દિશા બદલાયાથી અથવા આટલાં વર્ષોમાં તેમણે ખર્ચેલી રકમનો આંકડો તેમણે મુખ્ય મનાતા મુમુક્ષુના આગળ રજૂ કર્યો ને તે રકમ કોઈ ઘનસંપન્ન ભાઈએ પતાવી દીઘી તે પ્રસંગથી મુમુક્ષુવર્ગમાં બે ભાગ પડી ગયા. એ ભેદ મુનિમંડળને ઘર્મશાસનમાં હાનિકારક જણાવાથી શ્રી લઘુરાજ સ્વામીએ ઉદ્ગાર કાઢેલા કે ડાહ્યો તો તેનું નામ કે જે બન્ને વર્ગને એકત્ર કરે. તે વચન મુખ્ય મનાતા મુમુક્ષુને સાલવાથી તેમણે શ્રી લઘુરાજ સ્વામીને સ્પષ્ટ જણાવ્યું હતું કે તમે ગમે તે એક પક્ષમાં રહો, નહીં તો નિરાઘાર બનશો–કહેવાનું તાત્પર્ય કે અમારા પક્ષમાં તમે રહો, નહીં તો તમારી વિરુદ્ધ પણ અમારે પડવું પડશે. તે જ દિવસે (સં. ૧૯૭૧ ના માગશર માસની શરૂઆતમાં) તેમણે નડિયાદમાં ભાડે બંગલો રાખેલો ત્યાંથી ગામમાં શ્રી લઘુરાજ સ્વામી પઘાર્યા, અને મુમુક્ષુઓની ઓથ ગણાતી હતી તેથી પણ સ્વતંત્રપણે રહેવા લાગ્યા. ત્યારપછી તે પક્ષે મુનિ-નિંદાનું કામ હાથ ધર્યું. જ્યાં ભક્તિ આદિ નિમિત્તે મુમુક્ષુઓ એકઠા થાય ત્યાં મુનિઘર્મ કેવો હોવો જોઈએ? હાલ મુનિઓ કેવી ચર્યાથી પ્રવર્તે છે? હવે મુનિઓ બગડી ગયા; પરમ કૃપાળુદેવનો માર્ગ વગોવાય, નિંદાય તેમ પ્રવર્તે છે– ઇત્યાદિ અનેક પ્રકારે અનેક સ્થળે મુનિઓ પ્રત્યેથી લોકોનો આદર ઓછો થાય, કંઈ અંશે તિરસ્કાર વૃત્તિ થાય તેવી ચર્ચાઓમાં પોતાનું મહત્વ મનાવા લાગ્યું. બોધિ-સમાધિના પ્રેરક મુનિઓને સહાયક નીવડવાને બદલે તેઓ જ બોધિ-સમાધિના નિધિસમા મુનિઓના નિયંતા થવાને પોતાનું તન-મનઘન વેડફવા લાગ્યા. કૃપાળુદેવે મુનિશ્રી લઘુરાજજીને જણાવેલું કે “વાણિયા તમારા ગુરુ થવા આવશે” તે ચેતવણીરૂપ આગાહીને ઘર્મસુઘારણા હાથ ઘરનાર મુમુક્ષુઓએ ચરિતાર્થ કરી ! ચરોતરના પ્રદેશમાં જ્યાં જેનો અથવા શ્રીમદ્ રાજચંદ્રને માનનાર મુમુક્ષુઓ વસતા હતા તેવાં ક્ષેત્રોમાં તે મુનિઓથી વિહાર કરાય તેવું રહ્યું નહોતું. નડિયાદમાં શ્રી લઘુરાજ પાસે પણ કોણ આવે છે, શી વાત થાય છે, ક્યાં વિહાર કરવાના છે, વગેરે વાતો જાણવા માટે એક ભાઈને પોતાના કરી માહિતી મેળવી પોતાનાથી બને તેટલી પજવણીના પ્રકારો કરી મુનિઓને થકવી પોતાના કહ્યા પ્રમાણે પ્રવર્તાવવા અર્થે તે પક્ષ પ્રયત્નો ચલાવતો રહેતો. લોકવ્યવહારની પેઠે કોઈ કોઈ દિવસે આગેવાન પણ મહારાજની ખબર કાઢવા આવતા, સારું લગાડવા દેખાવ કરતા.
સં. ૧૯૭૨ ના કાર્તિક વદમાં શ્રી રત્નરાજ નડિયાદ આવી પહોંચવાનું જણાવી દવા વગેરેની થેલી પણ મુમુક્ષુ સાથે મોકલાવે છે. શ્રી રત્નરાજ નડિયાદ પઘાર્યા પછી કાણીસા ગામ બહાર જંગલમાં કામનાથ મહાદેવનું એકાંત સ્થાન પ્રથમ બન્નેએ જોયેલું હતું ત્યાં સ્થિરતા કરી એકલા રહેવાનો વિચાર બન્નેએ નક્કી કર્યો. ત્યાંના પૂજારી બાબરભાઈના બે પત્રો આમંત્રણરૂપે શ્રી રત્નરાજ ઉપર વડોદરે આવેલા અને મુખ્યપણે શ્રી રત્નરાજ વ્યવહારકુશળ છે એમ જાણી તે જેમ કરતા હોય તેમ કરવા દેવું, પોતાને અનુકૂળ પડે ન પડે પણ કઠણાઈ વેઠીને પણ બીજાની પ્રકૃતિને નભાવી લેવી એવો શ્રી લઘુરાજ સ્વામીનો સ્વભાવ હોવાથી તેમની સાથે તે કાણીસા કામનાથ મહાદેવના ક્ષેત્રે પઘાર્યા. અલગ સ્વતંત્ર મકાન હોય તો ઠીક એમ શ્રી રત્નરાજનો અભિપ્રાય પ્રથમથી હોવાથી ત્યાંના લોકોની સંમતિ અને મદદથી એક ઓરડી પણ જુદી શ્રી લઘુરાજ સ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org