________________
[૫૨] તે લોકોએ લીધી છે, તે એ કે સ્વામીજી તો ભોળા સ્વભાવના છે. તેમને રત્નરાજે બહેકાવી બદલાવી નાખ્યા છે. ઇત્યાદિ.. આવા ચાર્જ અમારા ઉપર... આરોપ્યા છે તેમાં તેમની ઊંડી નેમ એવી જણાય છે કે “રત્નરાજે સ્વામીજીને બગાડ્યા” આમ કહેવાથી અમારી પિત્તની પ્રકૃતિ છે તે તેનો મિથ્યા આરોપ અણસહતાં સ્વામીજીથી ઉપરાંઠા પડી જશે કે “લ્યો, આ તમારા સ્વામીજી, અમે તેમની પાસે નહીં જઈએ કે નહીં રહીએ', આ રીતે છૂટા પાડવા.' - આસો સુદ ૫ ના પત્રમાં લખે છે : “આપનો કૃપાપત્ર.. વાંચી વિચારી આનંદ અભિવર્ધમાન થયો છે. પૂ. મનસુખભાઈ રવજીભાઈ તથા પૂ. પૂજાભાઈ મોટાએ અત્રે લગભગ બે રાત્રિ રહી સમાગમનો લાભ લીધો છે... તેઓ બન્ને ભાઈઓ પ્રશસ્તભાવ દેખાડતા હતા.... વર્તમાનમાં આપશ્રીજી પર પૂર્ણ શ્રદ્ધાભક્તિ દર્શાવતા હતા. અમને નમ્રતાપૂર્વક અરજ નિવેદન કરી કે આપના જેમ ધ્યાનમાં આવે તેમ સ્વામીજીની ગોઠવણ ચોમાસું ઊતર્યો કરાવશો. જે ખર્ચ થશે તે અમે બન્ને ભાઈઓ થઈને આપીશું. ત્યારે અમે “આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદયપ્રયોગ' આ ગાથાની વ્યાખ્યા કરીને તેઓને સમજણ પાડી હતી કે કેવળ સેવાની જ બુદ્ધિ હોય તો તે કહેજો અને કોઈ પણ પ્રકારે ‘તમે આમ કરો તો અમે આમ કરીશું', આવી વ્યવસાયરૂપ વણિકબુદ્ધિ હોય તો તે વખતસર કહેજો... ઇત્યાદિ વાર્તાલાપ થયો છે.”
સ્વામીજી એક પ્રત્યુત્તરમાં જણાવે છે: “ધીરજથી જેમ બનવા યોગ્ય હશે તે બની આવશે. જોયા કરીશું, દ્રષ્ટા તરીકે.” ફરી આસો વદ પાંચમે લખે છે : “આ બધા મુમુક્ષુની ભાંજગડમાં પડવું નથી હરિ-ઇચ્છાએ દ્રષ્ટા થઈ જોયા કરીશું.”
આ લાંબા પત્રવ્યવહારનાં આછાં અવતરણો આપવાનું પ્રયોજન એટલું જ કે સ્વામી શ્રી લઘુરાજ બે વર્ષ શ્રી નડિયાદ ક્ષેત્રે રહ્યા તે દરમ્યાન જે ઉત્પાતો થયા તેનો ખ્યાલ શ્રી રત્નરાજના ઉદ્ગારો દર્શાવે છે, તેથી તે પ્રસંગોની ઉત્કટ વિકટતાનો કંઈક ખ્યાલ આવે. ઘણા ખરા પત્રો અમુક અંગત માણસો સાથે મોકલેલા એવું તે મૂળ પત્રો ઉપરથી જણાય છે અને પત્ર લાવનાર પાસેથી પત્રમાં ન લખવા યોગ્ય બાબત શ્રવણ કરવા અનેક પત્રોમાં ભલામણ છે એટલે કોઈના ય દોષ પ્રસિદ્ધિમાં આવે તેવું તેમનું અંતઃકરણ ઇચ્છતું નહીં. કેટલાએક ઉદ્ગારો પત્રોમાં નીકળી ગયા છે તે તે પ્રસંગોની પ્રબળતા જ સૂચવે છે. એટલે એ પ્રસંગો આ પત્રો લાવનારનાં નામ આવે છે તેમની પાસેથી સાંભળ્યા છે છતાં મહાપુરુષના સાઘુચરિતને અવલોકતાં તેનો વિસ્તાર કરવાને ચિત્ત પ્રેરાતું નથી. તેમ છતાં તેનું કંઈ પણ દિગ્ગદર્શન ન થાય તો જે ચરિત્ર લખવાનું કાર્ય હાથમાં લીધું છે તેને અન્યાય પણ થાય છે એટલે ખરી કસોટીના વખતના વર્તનનો, સહનશીલતાનો, સદ્ગુરુની અનન્ય દ્રઢ ભક્તિનો, એક આશ્રય ટકાવી રાખવાનો સિંહસ્વભાવ જે સ્વામી લઘુરાજજીમાં હતો તે આ પત્રોના ઉતારામાં પણ વૃષ્ટિગોચર થતો નથી.
કોઈને કલંકરૂપ મનાય તેવી વાતનો વિસ્તાર નહીં કરતાં ટૂંકામાં જણાવવા યોગ્ય સામાન્ય બાબત આટલી છે કે ત્યાગબળ, ઘનબળ અને વાકબળ આ ત્રણેયનો સુયોગ હોય ત્યાં સુધી ઘર્મપ્રવૃત્તિ પણ સુવ્યવસ્થિત દેખાય છે. તે પ્રમાણે શ્રીમદ્ રાજચંદ્રના અવસાનથી માંડી શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org