________________
[૫૧] અડાલજથી શ્રી રત્નરાજ એક પત્રમાં સ્વામીજીને લખે છે –
“આપની હજૂરમાં હાજર થઈ જઈશજી; ત્યારે સર્વે સવિસ્તર સમાચાર સવિનય જાહેર કરીશજી... કોઈનો વિશ્વાસ કરવાનો વખત નથી રહ્યો... સં. ૧૯૭૧, માહ સુદ ૬.”
શ્રી રત્નરાજ શરીર ઠીક થતાં નડિયાદ આવી થોડા દિવસમાં જ ચાલી નીકળ્યા હતા, કારણકે તેમને અજ્ઞાત વિહાર કરવાની ભાવના હતી. તેઓશ્રી ભરૂચથી વૈ. વ. ૦)) ના પત્રમાં લખે છે : “આપશ્રીને કોઈ પણ પ્રકાર પરિષહ-ઉપસર્ગ ન ઉત્પન્ન થાય તે સંબંધે ચિત્તમાં લાગણી થઈ આવે છે કે અરેરે ! આ તે શું કળિકાળનો પ્રભાવ કે આવી વૃદ્ધ વયે વૈયાવચ્ચે કરવી તો ક્યાંય રહી, પરંતુ ઊલટી આશાતના, ઉપસર્ગ ઉત્પન્ન કરી સિદાવવા માગે છે. વાહ ! મુમુક્ષતા તો આનું નામ. પ્રભુ! આપશ્રીએ હવે તો મુમુક્ષુઓની મુમુક્ષતા ઓળખી લીધી હશે કે હાલ કાંઈ બાકી રહે છે ? ...”
જેઠ સુદ ૯ ના પત્રમાં વડોદરાથી શ્રી રત્નરાજ લખે છે :
“હાલ ચોમાસાનો કાળ લાંબો છે. વિમુખદ્રષ્ટિવાળા ત્યાંથી કઢાવવાને કમર કસીને ઊભા રહ્યા છે. માટે પ્રભુ, સંયોગો તપાસીને કાર્ય કર્તવ્ય છે. કારણ “દુષ્ટ કરે નહિ કીન બુરાઈ ?' મેં વારંવાર આપની હજૂરમાં હાજર થવા વિનંતિ ગુજારી છે. બાકી અમારી ખાસ ઘારણા તો અજ્ઞાત રહેવાની છે છતાં સંયોગો ફરે ત્યારે ઇન્સાન માણસે ફરવું જોઈએ... જો ગેરહાજર છીએ તેમ ને તેમ રહીએ તેટલામાં કંઈ અસંભાવ્ય અઘટ ઘટના થઈ જાય તો અમારી નિવૃત્તિની ભાવના નિર્મુલ્ય થઈ જાય.'
શ્રી રત્નરાજ મુનિશ્રી ચતુરલાલજીને લખે છે : “... તમો ખરી કસોટીના વખતે પરમ પ્રભુશ્રીના ચરણમૂળમાં રહ્યા છો, સેવા કરી જન્મ સફળ કરો છો... અમારી હાજરીની જરૂર જણાય તો બેશક તુરત લખી જણાવો... બનતી ત્વરાએ હાજર થઈશ. મૂંઝાશો નહીં કે મને ગોઠશે કે નહીં... હે મુનિ ! સુખે સમાધિની વાત હોત તો મને જણાવવાની જરૂર ન પડત; પણ આ અવસર સાંભળ્યા પ્રમાણે એવો આવી પડ્યો છે કે મારા અંતરમાં એમ જ થઈ જાયા કરે છે કે હે પ્રભુ ! સહાય કરજો ! હે પરમકૃપાળુ કૃપા કરજો ! ભરૂચમાં રહેવાની ઇચ્છા હતી. છતાં.... વાતચીત સાંભળતાં મારું ચિત્ત ઊપડી ગયું. તેમણે ઘણીયે મનુહાર કરી, પણ અમે તો એકદમ ઊપડી ગયા... ભરૂચથી પાંચ દહાડામાં આવે શરીરે કાળા ઉનાળામાં અત્રે (વડોદરા) આવ્યો છું. હવે ફક્ત આપના અભિપ્રાયની વાટ જોઉં છું.”
સં. ૧૯૭૧ ના શ્રાવણ માસમાં લખે છે – “જે માણસોનો મીઠડો સ્વભાવ હોય તેઓની વચનો વાપરવાની ખૂબી તો ખરેખરી ખંત ઉપજાવે, પણ તેમાં જો દત્તવાયતા દ્વારા વિશ્વાસનાં તત્ત્વો હોય તો તેનો ખ્યાલ આપશ્રીજી સરખા ક્ષમાશૂરા સત્પરુષો જ કરી શકે. અસંગપણું જ અનુકૂળ છે.”
ભાદ્રપદ વદના બીજા પત્રમાં : “..લોકલાગણી ઉશ્કેરાઈ ઊલટો વેગ ગ્રહણ કરે તેવી લાઈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org