________________
[
0]
તથાપિ તે કેવા ભાવે, કેવા આશયે ઉદ્દેશે ઉદ્ભવી હશે તે પણ વિચારણીય છે. બાકી આપણે તો શ્રી પરમકૃપાળુદેવની પરોક્ષ આજ્ઞા પ્રમાણે પોતાનું કરીને વહ્યું જવું છે, એ વિચારને ગૌણ અણકરતાં તથારૂપ સત્પરુષની સદ્ભાગ્યે સંપ્રાપ્તિ થાય અને તેમની પ્રત્યક્ષ આજ્ઞા આરાઘવી અથવા ઉપાસવી તેનો ત્રિકાળમાં પણ અટકાવ નથી; કારણ કે ભૂત, ભવિષ્ય, વર્તમાન એમ કાળભેદે જ્ઞાની સંતપુરુષોમાં ભેદ ભલે કલ્પાય, પરંતુ વસ્તુત્વે પુરુષો એક સ્વરૂપે જ છે...”
શ્રી લઘુરાજ સ્વામી ચકલાસીથી રરાજને થયેલા ઉપસર્ગ પ્રસંગે આશ્વાસનપત્રમાં લખે છે : “હાલમાં અત્રે ઉમરેઠથી વિહાર કરી પણસોરા થઈ મુકામ વણસોલ આવ્યા. ત્યાંથી ચકલાસી
પાંચ છ દિવસથી સ્થિતિ છે... આપ પરિષહ ઉપસર્ગ જે સહન કરો છો તે ઘન્ય છે. આપને તો સહજ કર્મ ખપે તેવા જીવોથી કારણ મળ્યું છે... ઘેર્યથી ગુરુપ્રતાપે સર્વ સમાધિ થશે.”
શ્રી રત્નરાજજીના કેટલાક તે વર્ષના પત્રોના લખાણથી શ્રી લઘુરાજ સ્વામી આદિની કેવી વિકટ પરિસ્થિતિ હશે તે સમજાય, માટે નીચે કેટલાક અગત્યના ઉતારા સંક્ષેપમાં આપ્યા છે.
શ્રી રણછોડભાઈને તેઓ લખે છે : “તમો ભાઈને પણ પ્રસંગ પામી પ્રતિબોધ તરીકે નહીં પણ પ્રેમ પ્રીતિ ભાવ તરીકે જણાવવાનું થાય છે, તેના ઉપર ખાસ ધ્યાન રાખી અગમચેતીપણે વર્તી પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા-આરાધનરૂપ મહતું કાર્ય કર્તવ્ય છે. તમો ભાઈ જાતે વ્યવહારકુશળ અને વિચક્ષણ છો; પરંતુ તમારી જાતિ સરળસ્વભાવી છે. માટે આવા કટોકટીના વખતમાં સાવચેત રહી મન મક્કમ રાખવું; કારણકે કહેવાતા મુમુક્ષુઓનું મોટે ભાગે વગર લીધે માપ આવી ગયું છે. એટલે આપણે આપણું સૂઝતું કરવાનું છે... ભાઈ, હાલ તો મહા પ્રભુને સાચવવાનાં તમારાં સભાગ્ય છે. સં. ૧૯૭૧ પોષ સુદ ૭.”
છતાં શ્રી રત્નરાજને ઘીરજ નહીં રહેવાથી વિહાર કરીને ડીસાથી આવતાં પાનસર તીર્થ આગળ પગમાં દરદ થવાથી અટકી પડ્યા. તેમની તબિયત પણ ઘણી શિથિલ રહેતી. પાનસરથી પોષ વદ ૧૩ ના પત્રમાં ભક્તિભાવપૂર્વક લખે છે : “સાક્ષાત્ પ્રત્યક્ષ સજીવનમૂર્તિ સદ્ગુરુ ભગવાન શ્રી પરમકૃપાળુ મહર્ષિદેવ સ્વામીજી મહાપ્રભુ શ્રી લઘુરાજ સ્વામીશ્રીના પવિત્ર ચરણકમળમાં વિધિવત્ સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર હો ! નમસ્કાર હો !
....અમારે તો આપ સપુરુષના દર્શન સમાગમની સદ્ ઇચ્છા સિવાય બીજું કોઈ પણ કાર્ય કલ્યાણકારી કલ્પાયું નથી. જ્યાં રામ ત્યાં અયોધ્યા'. જ્યાં આપ બિરાજો ત્યાં અમારે તો ચોથો આરો જ છે. મનની ઘારણા જો કે નિવૃત્તિ ક્ષેત્રે અજ્ઞાતપણે વિચરવાની હતી—છે. પણ એક તો આપ વૃદ્ધ રત્નાથિક પ્રત્યક્ષોપકારી સપુરુષનાં દિવ્ય દર્શનનો લાભ તેમજ અમારે યુગપ્રતિક્રમણનો અવસર પણ આસન્ન વર્તે છે તે જો પ્રતિભાશાળી મહાન પુરુષના ચરણમૂળમાં થઈ શકે તો વિશેષ સારું... આપશ્રીના કદમોમાં જલદી હાજર થઈશ, પરંતુ શરીરથી પરતંત્ર છું તેથી કદાચ વિલંબ જેવું થઈ જાય તો ફિકર કરશો નહીં. અમારું આ તરફ આવવું...તે... ગુપ્ત રખાય તો સારું... ફક્ત આશ્રિત જીવાત્માઓને અમારા નિમિત્તે અન્યાય અપાતો જાણી તેની જયણા કરવાની સહજ વૃત્તિ થઈ જાયા કરે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org