________________
[૪૯]. હતી. ત્યાં વાએ બન્ને પગ રહી ગયા એટલે નડિયાદ સ્થિતિ કરી. ત્યાં જૈનોનો ઉપદ્રવ નહોતો પણ જૈનેતર લોકો તરવાના કામી વિશેષ હોવાથી ઉપર પ્રમાણે પ્રવૃત્તિ એક ઘર્મકાર્ય જાણી શરૂ કરી. ત્યાં વિધ્ર આવી પડ્યું. કુંભનાથ મહાદેવમાં શ્રાવણ સુદ પૂર્ણિમાએ બ્રાહ્મણો જનોઈ બદલવા આવેલા તેમણે જૈન મુનિને ત્યાં ચોમાસું રહેતા જાણી સ્વાભાવિક ઘર્મષથી પ્રેરાઈ જેમના કબજામાં મહાદેવની કંસારાની ઘર્મશાળા હતી તેમના કાન ભંભેરી ત્યાંથી મકાન બદલવા ફરજ પાડી. તે વખતે શક્તિસંપન્ન મુમુક્ષુઓ હાજર હતા એટલે તેમણે ઢેઢાનો બંગલો કહેવાય છે તે નાનાસાહેબ પાસેથી ભાડે લીધો અને જેમ કુંભનાથમાં કાર્યક્રમ ચાલતો તેમ ત્યાં શરૂ થઈ ગયો.
એક પત્રમાં શ્રી રત્નરાજ લખે છે : “પૂજ્ય રણછોડભાઈ પવિત્ર જીવાત્મા છે, તેમ વ્યવહારકુશળ, દત્તવાયક અને ન્યાયસંયત પુરુષ છે તેથી તેમની વિનંતિ પર આપને વિશેષ ધ્યાન આપવા જેવું છે. આસપાસના સંયોગો તો સદૈવ એક સરખા રહેતા નથી...” બીજા પત્રમાં લખે છે : “પ્રભુ ! આપ સપુરુષોનું નસીબ મોટું છે ! આ તરફ ઉમરદશીના મહંત વગેરે આપની સેવા કરવા સન્મુખ છે... જો કે આપ ક્ષમાશૂરા નિઃસ્પૃહ મહાત્મા છો.... આપનો વાત્સલ્ય ભાવ આપને
સ્વતંત્ર વર્તવા જતાં વિલંબમાં નાખે છે. એટલે....એમ કહેવાની ફરજ પડે છે કે દયા છોડ્યા વગર પણ છૂટકો ક્યાં છે ? હમણાં હમણાં વળી ખંભાતની શાળાને ઉત્તેજન મળે તેવા ઉપાય આદરવામાં આવ્યા. જણાય છે. આપશ્રીને પણ તેઓ ત્યાં ..ખંભાતની શાળામાં રોકવાની અરજના રૂપમાં ફરજ પાડે એટલે આપને અનુકૂળતા જણાવી તે તરફ રોકી રાખવાનું કરે પણ ખરા. પછી અમારે આ તરફ આપના બિરાજવાની સગવડ... કરવી તે કાર્યકારી નીવડવામાં શંકાશીલપણું વેદાયા કરે.... સં. ૧૯૭૦ આસો વદ ૧.”
ચાતુર્માસ પૂરું થયે કોઈ નિવૃત્તિ ક્ષેત્ર શોથી અસંગભાવે રહેવાય તેવી શ્રી લઘુરાજ સ્વામીની ભાવના હતી. શ્રી રત્નરાજને પણ યાત્રા કે તેવા પ્રસંગે શ્રી લઘુરાજસ્વામી સાથે વિહાર કરવાની ભાવના હતી. છતાં નડિયાદ તરફ વિહાર થાય તેમ શારીરિક સ્વસ્થતા ન હોવાથી તે વિચાર મોકૂફ રાખવા રત્નરાજે જણાવેલું. શ્રી લઘુરાજ સ્વામીએ ચોમાસું પૂરું થયે ઉમરેઠ તરફ વિહાર કર્યો. ત્યાંથી રત્નરાજને લખે છે : “મારે વિહાર કરવાનું બનવું તે તો બની શકે તેમ નથી. ઢીંચણમાં વાનું કાયમપણું છે. હરસના દુખાવા સાથે કળતર થયા કરે છે. માટે હવે તો ઘીરે ઘીરે ઉત્તરસંડે થઈ નડિયાદ ક્ષેત્રે જવાનો વિચાર મનમાં આવે છે..”
તેવામાં શ્રી રત્નરાજને કેટલાક સગૃહસ્થો સાથે ઘર્મચર્ચા થયેલી. તે તેમણે સં. ૧૯૭૧ ના મગશર વદ ૬ના પત્રમાં જણાવી છે : “તે વાર્તાલાપ ઉપરથી એવા અનુમાન પર આવી શકવાનું બની શકે છે કે—હવે કોઈ એકને મુખ્ય મુરબ્બી સ્થાપ્યા સિવાય વર્તતા સમુદાયનું સદ્વર્તન નભી શકે તેમ નથી. પણ સવાલ એ રહે છે કે એવું જોખમ ખેડવા મુખ્ય અધિકારી કોણ બને ? અને બીજો સવાલ એવો ઉપસ્થિત થાય છે કે કોને બનાવવો ? ત્રીજો સવાલ એ પણ થઈ શકે કે સમુદાય નિર્ણાયક સૈન્યની માફક આજ દિન સુધી વર્તતો રહ્યો છે તે તેના મુખ્ય અધિકારીની આત્માર્થે આજ્ઞા આરાઘે કે કેમ ?.... તેવો મુખ્ય અધિકારી સ્થાપવાની જિજ્ઞાસા અનુમોદનીય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org