________________
[૪૮] નવાબે મોકલ્યા હતા, કારણ કે મુસલમાનો વ્યાજને હરામ ગણે છે અને વ્યાજના પૈસા પોતે વાપરતા નથી. આપે તેનો અસ્વીકાર કર્યો હતો તે ઘણું જ સારું કર્યું હતું.” શ્રી સ્વામીજીને તેનો કિંઈ લક્ષ નહોતો પણ એક પાંસરે બધું પાંસરું કહેવાય છે તેમ સવે સવળું થતું.
તેમને મુખ્યપણે એમ હતું કે કોઈના પુરુષાર્થે જે રકમ મળી હોય તે લેવી તે દીનતા કરવા જેવું અને પરાધીનપણું સ્વીકારવા જેવું હોવાથી તે અણછાજતું છે. પાપના ઉદય પછી પુણ્યનો ઉદય તડકા પછી છાયાની પેઠે આવ્યા કરે છે. પ્રારબ્ધ હશે તે પાછળ પાછળ તણાતું આવશે. તે તરફ દ્રષ્ટિ સરખી કરવા યોગ્ય નથી.” પોતે સવિનય શ્રી રત્નરાજને તે રકમ સોંપી સાથે પત્ર પણ લખ્યો હતો. તેથી શ્રી રત્નરાજને પણ સંતોષ થયો હતો અને સારું લાગ્યું હતું.
સં. ૧૯૭૦ ના અષાડ સુદ ૬ના પત્રમાં શ્રી લઘુરાજ સ્વામી લઘુતાપૂર્વક શ્રી રત્નરાજને વિનંતિ કરે છે : “આપ દયાળુ છો. માટે ભવ્ય જીવોને સન્માર્ગ ભણી વાળવા “મહાગોપ'રૂપે પરમાર્થ ઘર્મ પ્રાપ્ત થાય તેમ કરશો.” તેના જવાબમાં શ્રી રત્નરાજ લખે છે : “હે પ્રભુ ! આપ પોતે પરમાર્થ સ્વરૂપ જ છો. આપશ્રીની સ્થિતપ્રજ્ઞ દશા આ બાળે સાક્ષાત્ અનુભવી છે. એટલે આપને પરમાર્થરૂપ સન્માર્ગ ભણી ભવ્ય જીવોને વાળવા વહાલી વૃત્તિ વર્તે અને તેથી પરમ પુરુષાર્થની જાગૃતિ અર્થે પ્રેરણા કરો તે આજ્ઞા અમારે શિર ઘારણ કરવા યોગ્ય છે. પરંતુ હે યોગેન્દ્ર સદ્ગુરુદેવ ! તથારૂપ પરમકૃપાળુદેવનો બોધિત પરમાર્થ માર્ગ પ્રકાશવાની પણ પરમ યોગ્યતા જોઈએ તો પ્રવર્તાવવાની તો કેટલી યોગ્યતાની યોગવાઈ જોઈએ ?... હવે તો જીવન્મુક્તપણે વિચરી પ્રારબ્ધકર્મના ક્ષય ભાવે સ્વરૂપસ્થ થવાની જ પ્રતિજ્ઞા કરવી પ્રશંસનીય છે.” | શ્રી લલ્લુજી સ્વામી સં. ૧૯૭૦ માં નાના કુંભનાથનું સ્થળ નડિયાદમાં છે ત્યાં જ ચાતુર્માસ અર્થે રહ્યા. ત્યાં મુમુક્ષુ ભાઈ બહેનો દર્શન, સમાગમ અને અભ્યાસ અર્થે આવતાં. તેમની વ્યવસ્થા સંબંઘી શ્રી રત્નરાજને લખે છે : “હાલ અત્રે સવાર, બપોર “ભગવતી આરાઘના' વાંચવા શરૂ કરેલ છે તે ભાઈઓના વર્ગમાં વંચાય છે ને બાઈઓના વર્ગમાં ભરતેશ્વર બાહુબલી વૃત્તિ ભાષાંતર કથાંગ વંચાય છે. ચતુરલાલજીએ બાઈઓના વર્ગમાં બાઈઓને આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના વાચન વગેરેનો ક્રમ રાખ્યો છે... પરમ કૃપાળુએ આ દુષમ કાળ કહ્યો છે તે યથાર્થ અનુભવાય છે, તે પણ ખેદ જેવું છે... આપણું કરીને વહ્યું જવું, તેમ જ છે.”
કર્મની ગતિ વિચિત્ર છે. દુઃખના પ્રસંગો પણ ઉપરાઉપરી આવી લાગે છે. પરમ કૃપાળુદેવ જેવા શિરછત્રનો વિયોગ થયા પછી શ્રી દેવકરણજી જેવા આજન્મ સાથીનો વિયોગ થયો. પછી શ્રી અંબાલાલભાઈનો આઘાર હતો તે ગયો. વૃદ્ધાવસ્થા વધતી જાય તેમ તેમ શરીરબળ તો ક્ષીણ થતું જાય. તેથી સાથે સારણ ગાંઠનો રોગ, હરસનો રોગ, ઝાડા વખતે આંતરડું પૂઠે ખસી આવતું તેની સુવાવડ જેવી પીડા દરરોજ દિશાએ જતાં થતી તેમાં વઘારો તેથી બાહ્ય ચારિત્ર પાળવામાં વિઘો ઉપર વિઘો આવતાં અને અસંગ વૃત્તિ થઈ જવાથી ક્યાંય સાતું નહીં, એટલે દૂર પહાડો જંગલોમાં એકાંતમાં શ્રી ચિદાનંદજીની માફક રૂઢિચુસ્ત જૈન સમુદાયથી દૂર ચાલ્યા જવાની વૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org