________________
[૪૭] કરવું છે? એમ કરી તે વાત ઉડાવી મારે છે. અને પોતાનો અંતર આશય તે આપના નામથી પ્રસિદ્ધ કરે છે. ... છેવટ એક વિચાર પર આવવું તે આપને આધીન છે. બાકી બધું આપ સદ્ગુરુના પુણ્યપ્રતાપે તૈયાર છે.’’
આ પત્રના ઉત્તરમાં સ્વામીજીએ વૈશાખ સુદ ૭, સં. ૧૯૭૦ ના પત્રમાં સ્વહસ્તે લખ્યું છે : “પણ હે પ્રભુ! અમારું હૃદય ન૨મ છે તે તમે જાણો છો. તમારાથી અંતર નથી... આપ જેમ કરશો તેમાં મારી મરજી છે, કોઈ ના નથી. પછી આપને અમારું નામ દઈને કહે તેમાં મારા હાથમાં શું ? ...અત્રેના મુમુક્ષુભાઈઓની દૃષ્ટિ વિષમ જોઈ ઘણો વિચાર થાય છે કે શું કરવું... અમે, અમારા વિચાર મુજબ જે પ્રારબ્ધ ઉદયમાં આવે છે તે પ્રમાણે અત્ર આવી મળે છે— દ્રષ્ટા થઈને જોયા કરીશું... કાંઈ વિચાર્યું થતું નથી, હાઇચ્છાએ બને તે ખરું... અત્રે તો કોઈ સત્સંગ જોઈએ તે તો બધે કુસંપ... તમારો સમાગમ ઘણો જોઈએ છે. પણ કોઈ અંતરાયના જોગે હરીચ્છા તેવી જ હશે... આપ સર્વ જાણો છો.''
શ્રી લઘુરાજ સ્વામી બાહ્ય વિકટ સંજોગોમાં કેવા અદીનપણે, નિઃસ્પૃહપણે વર્ત્યા છે તે દર્શાવવા આ નરોડા આશ્રમનો ઇતિહાસ આપ્યો છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રે એક પત્રમાં જણાવ્યું છે, “...દીનપણું ન આવવા દેવું, ‘શું થશે’ એવો વિચાર કરવો નહીં...અલ્પ પણ ભય રાખવો નહીં. ઉપાધિ માટે ભવિષ્યની એક પળ પણ ચિંતા કરવી નહીં... તો જ પરમ ભક્તિ પામ્યાનું ફળ છે, તો જ અમારો તમારો સંગ થયો યોગ્ય છે.” તે અને તેવી વિચારણાથી શ્રી સ્વામીજીને દીનપણું કે પરાધીનપણું પાલવતું નહોતું.
શ્રી મોહનલાલજી ઉમરદશી લોચાદિ કારણે ગયેલા ત્યાંથી શ્રી સ્વામીજીને લખે છે : “હું સિદ્ધપુરથી.... આવ્યો હતો તે જ દિવસે પાલનપુરથી દરબાર સાહેબ મહારાજશ્રી રત્નરાજ સ્વામીજીના દર્શનાર્થે પધાર્યા હતા અને પાલનપુર તેડી જવાને માટે પાઘડી ઉતારી ઘણી અંતઃકરણના પ્રેમથી નમ્ર અને મૃદુ વિનંતિ કરી ગયા છે. તેઓશ્રી એક વખત દરબારનું મન રાખવા પધારવાનો સંભવ છે..’’
પછી શ્રી રત્નરાજનું પાલનપુર થોડા માસ રહેવું થયુ હતું. નવાબે ચાતુર્માસની પણ વિનંતિ તેમને કરેલી, પણ હવાપાણી અનુકૂળ નહીં હોવાથી રહ્યા નહીં. કંઈ સેવા ફરમાવવા દરબારે વિનંતી કરેલી તે ઉપરથી નરોડામાં મહાત્મા શ્રી લઘુરાજ આદિ સંતો માટે આશ્રમની વ્યવસ્થા થાય છે, તેમાં કંઈ સારી રકમ આપવા શ્રી રત્નરાજે સૂચના કરેલી. તેથી એક ગીનીઓની થેલી લઈ લાલભાઈ સાહેબને નિડયાદ શ્રી લઘુરાજ સ્વામી પાસે નવાબશ્રીએ મોકલ્યા હતા. તેનો સ્વીકાર શ્રી સ્વામીજીએ ન કર્યો. અને તે થેલી શ્રી રત્નરાજને સોંપવામાં આવી હતી. તે રકમમાંથી શ્રી સિદ્ધપુર ‘રાજમંદિર’ નામની સંસ્થા શરૂ થઈ.
લગભગ વીસેક વર્ષ પછી એક સંન્યાસી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસમાં શ્રી સ્વામીજી પાસે આવેલ. તે શ્રી રત્નરાજ સમીપ રહીને આવેલ. તે વાત કરતા હતા કે “પાલનપુરના નવાબે લડાઈના વખતમાં વૉર લોનમાં જે ૨કમ રોકેલી તેના વ્યાજના પૈસા નિડયાદમાં આપની પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org