________________
૧૩
પૂજક પરિષહ દઈ રહ્યા, આપ સહ્યા સમભાવ; ઘન્ય સંત લઘુરાજજી, લઘુમાં લઘુ બની સાવ. ગ્રીષ્મતણી ગરમી ઘણી ગણી હિતકારી ઇષ્ટ;
કેરી અમૃત ફળ બને તેમ મહાત્મા મિષ્ટ. શ્રી લલ્લુજી સ્વામીને પગે વાના દુખાવા વઘવાથી કોઈ એકાંત સ્થળમાં અસંગ ભાવનાએ રહેવાને ઇચ્છતા હતા અને તે પ્રકારે પોતાના સાધુમંડળને જણાવ્યું હતું, તેમજ કોઈને સાથે રાખ્યા નહોતા. શ્રી રત્નરાજ વિરોઘી બળોને જાણતા હતા એટલે તેમનાથી શ્રી લલ્લુજી સ્વામીની આધાર વિનાની એકલ સ્થિતિ જોઈ જતી નહીં. એટલે સં. ૧૯૭૦ ના પોષ માસના પત્રમાં તે વિનંતિ કરે છે :
હે નાથ ! આ ક્ષુલ્લક દાસની અરજ છે કે પ્રથમ તો નજદીકમાં કોઈ વર્તમાન જૈન દેશી વિક્ષેપી વર્ગનો વિયોગ હોય તેવે ક્ષેત્રે સ્વતંત્રપણે સ્થિતિ થાય તો સારું.” અઠવાડિયા બાદ જણાવે છે : “આપ એકાકી ગમ્ય ક્ષેત્રમાં એટલે પરિચિત ક્ષેત્રમાં તસ્દી પામી વિચરો તે અમે સાંભળી રહીએ તેમાં અમારું કલ્યાણ કહેવાય કે? વાસ્તે આપ કૃતયોગી સપુરુષોને વિશેષ શું જણાવીએ? .... સંયમીઓની સહાય મુખ્ય કરી સંયમીઓથી જ બની શકે...”
નડિયાદમાં શ્રી લઘુરાજ સ્વામી નાના કુંભનાથમાં રહેતા હતા. તેમની સેવામાં એક ભાઈ રહેતા. સ્વામીજીને પગે વાના દુઃખાવાને લીધે ચાલવું મુશ્કેલ થઈ પડેલું તેથી શ્રી રત્નરાજ આદિ ભક્તિભાવવાળા મુમુક્ષુઓના મનમાં કોઈ મકાન આશ્રમ જેવું નાના પાયા ઉપર કામચલાઉ કરી ત્યાં અનુકૂલ વ્યવસ્થા સ્વામીજી માટે થાય તો કંઈક કરવું એવી યોજના આ અરસામાં થઈ હતી. સં. ૧૯૭૦ ના પોષ વદ બારસના પત્રમાં શ્રી રત્નરાજ શ્રી સ્વામીજીને જણાવે છે –
પવિત્ર મુનિશ્રી મોહનલાલજી..ને નરોડા તરફ પઘારવાની સામાન્ય પ્રેરણા કરી છે. આશ્રમ બંઘારણની સંભાવના થઈ છે તે સિદ્ધ થવી જ જોઈએ અને તે શુભ કાર્યમાં જે વિધ્રવિકલ્પો ઉત્પન્ન થાય છે તેની શાંતિ અર્થે શ્રી મોહનલાલજી.. વગેરેમાંથી કોઈની પણ ત્યાં હાજરી હોવી જોઈએ.” ચૈત્ર માસમાં બીજા પત્રમાં પત્રો બીડી લખે છે : “યથાશક્તિએ જેમ બને તેમ કામચલાઉ કરવાનું છે. આગળ ઉપર ઊંચી ઊંચી અભિલાષા બાબતમાં થઈ પડશે; છતાં તેઓ હાલ સુધી બહાનાં ઉપર બહાના બતાવે છે...” ત્રીજા પત્રમાં એ જ માસમાં લખે છે : “નરોડા મુકામે સાધુસમાધિ અર્થે “સનાતન જૈન આશ્રમ' બંધાવવાનો... તત્સંબંધે કાળિદાસ કાકાનો હાલમાં કાગળ છે કે પૂ....તથા પૂ...ભાઈ વગેરેએ ત્યાં આશ્રમ બંધાવવાની અને તેઓએ આપવા કહેલ રૂપિયા પણ આપવાની ચોખ્ખી ના પાડી છે... આપ સરલ સ્વભાવી, ભદ્રિક પરિણામી છો તેથી જેની તેની સાથે દાક્ષિણ્યતામાં સહજે જે બોલવાનું થાય છે તેનો મતલબી લોકો ગેરઉપયોગ કરી લઈને કહે છે કે સ્વામીજીને તો કાંઈ આશ્રમની જરૂર નથી. ત્યારે આપણે ઉપાધિ કરી શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org