________________
[૪૫]
स्वरूपकी अपेक्षाये सर्व कालके सर्व सत्पुरुष एक ही ज है, और एक ही भासे है, तैसे ही एक ही गिनना योग्य लागे है.
......एक अपेक्षाये यह लेखक जीवात्मा आपके आश्रय वर्ते है. वास्ते आपसे अर्ज है कि आश्रितकी आशा आपका योगबल द्वारे अवश्य सफल करनेकी सत्कृपा करोगेजी अर्थात् ऐसा आंदोलन भेजेंगे कि जिनसे इस लेखकका हृदयबल स्व-इच्छित साध्यकी सिद्धि संप्राप्त करे. हे देव ! दया करो, दया करो, दया करो. त्राहि (३) क्या लिखू? आपके ज्ञानमें सब विद्यमान
સં. ૧૯૬૯માં શ્રી રત્નરાજ ચરોતરમાં સ્વામીજી સાથે વિહાર કરતા હતા પણ શ્રી રત્નરાજના વર્તનની ચર્ચા ઘણા મુમુક્ષુઓ કરતા અને તેમને નિંદતા. તેથી સ્વામીજીનું ચાતુર્માસ ખંભાત થવાનું લગભગ નક્કી જેવું હતું પણ રત્નરાજના કારણે ખંભાતથી દૂર રહેવું ઠીક લાગવાથી બોરસદમાં તેમણે ફરી પાંચ વર્ષ બીજું ચોમાસું કર્યું. આ વખતે પણ મુકામ તો મેવાડાની (દિગંબર) ઘર્મશાળામાં હતો. પણ ભાઈ જેઠાલાલ પ્રેમાનંદના બંગલામાં ભક્તિભજન અર્થે દિવસનો ઘણો ભાગ ગાળતા હતા. આ વખતે બન્ને પગે ઢીંચણમાં વાના દુખાવા ઊપડ્યા. રેતીના ખારા ભાઠાંમાં વારંવાર નમસ્કારાદિ કરવાથી પણ ઢીંચણના ભાગ સૂજી ગયા જેવા થઈ ગયેલા. તેથી વિહાર બહુ મુશ્કેલીથી થાય તેમ પ્રતિકૂળતા થઈ પડી. તેના ઉપચાર અનેક પ્રકારે ચાલુ રહ્યા છતાં તે દુઃખાવો વધતો ચાલ્યો અને ઠેઠ આયુષ્ય પર્યત વાનો દુ:ખાવો રહ્યો હતો. કોઈ વાર તે ચોમાસામાં જ મુમુક્ષુજનો પ્રત્યે જણાવેલું કે હવે તો જંગલમાં કોઈ ઝૂંપડી જેવું મળી આવશે ત્યાં પડ્યા પડ્યા આ વચનામૃત (‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ) વાંચ્યા કરીશું. આમાં એમની એક બાજુ જનસમૂહથી એકાંત સેવવાની ભાવના છે તો બીજી બાજુ વળી શ્રી રત્નરાજ માર્ગ-પ્રભાવનાની ઉત્તમ ભાવના દર્શાવે છે. તેવી ભાવના જેના યોગે જન્મ પામી છે તેના હૃદયમાં તે કેટલી પ્રબળ હશે (છતાં તે પણ કેવી સ્વવશ રાખી છે) તેનો ખ્યાલ તે પત્રના નીચેના ઉતારાથી આવશે– “હે પ્રભુ! આપ તો સર્વપ્રકારે કૃતયોગી છો......
પ્રસૂતાની પીડા રે કે વંધ્યા તે શું જાણે?
જાણ્યું કેમ આવે રે કે માણ્યાને પરમાણે? હવે તો માત્ર આ જ ભાવના રહે છે કે પરમકૃપાળુદેવના યથાજાતલિંગઘારી નિગ્રંથ મુનિ, સાઘક બ્રહ્મચારી, સાધ્વીઓ, બ્રહ્મચારિણીઓ અને ઉપાસક, ઉપાસિકાઓ આ ભૂમંડળ પર સ્વપરનું હિત કરતાં, ફરતાં, વિચરતાં વૃષ્ટિગોચર થાય તો જ આ સૃષ્ટિમાં રહી તેઓ સાથે આનંદ અનુભવી અંતે સ્વસ્વરૂપમાં સમાઈ જવું. નહીં તો છેવટે સ્વસ્વરૂપમાં સમાવું છે તે ત્વરાથી અસંગપણે અજ્ઞાત ભૂમિમાં ભમીને સમી જવું. આપશ્રીનાં દિવ્ય દર્શન ક્યારે કયે ક્ષેત્રે થઈ શકશે અને દર્શનલાભ મળ્યા પછી ચરણમૂળમાં નિવાસ કરવાને જગા મળશે કે કેમ?
આપ પરમકૃપાળુદેવનો માર્ગ જયવંત વાર્તા એમ ઇચ્છી આ પત્રથી વિરમું છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org