________________
[૪૪] દૂઘ, પાણીના દેગડા તૈયાર રાખી રસ્તામાં બેઠા હોય. તે ભક્તમંડળીમાંથી જેને રુચે તેટલું વાપરતા. ત્યાંથી વડવે આવી નિત્યક્રિયાથી પરવારી પાછા પૂજાભક્તિમાં બઘા જોડાઈ જતા. દિવસે પણ ઊંઘવાનો અવસર મળતો નહીં. આમ અખંડ ૧૯ દિવસ સુધી આંખ મીંચ્યા વિના શ્રી લલ્લુજી સ્વામીએ રાત-દિવસ ભક્તિમાં ગાળ્યા. એ ભક્તિના અપૂર્વ વેગના ઉદયે અનેક આત્માઓમાં ભક્તિરંગ વૃઢ થયો.
ભાઈ રણછોડભાઈ શ્રી લલ્લુજી સ્વામી સાથે જ રાત દિવસ રહેતા તેથી તેમને એવો તો ભક્તિનો રંગ લાગેલો કે તેમના વેપારને તથા કુટુંબાદિ ભાવોને તે ભૂલી ગયા હતા, વેપાર નિમિત્તે જવા છતાં એ અપૂર્વ ભક્તિના જ ભણકાર તેમના ચિત્તમાં ઊઠતા. એના જ રણકાર તેમના હૃદયમાં રણક્યા કરતા. તેમણે તો નિશ્ચય કર્યો હતો તે પ્રમાણે, નથી જવું એવું શ્રી લલ્લુજી સ્વામીને જણાવી, જવાનું માંડી વાળતા હતા, પણ “અવસર દેખવો જોઈએ, સ્યાદ્વાદ માર્ગ છે. પછી આર્તધ્યાન થાય તેમ પ્રવર્તવા યોગ્ય નથી' વગેરે ઉપદેશ વચનો સાંભળી કચવાતે મને તે નાર ગયા. પણ વ્યવહારમાં જ તેમનું ચિત્ત ચોંટતું નહીં.
શ્રી લલ્લુજી સ્વામી સં. ૧૯૬૮ માં ચરોતરમાં જ વિહાર કરતા રહ્યા અને અગિયાર વર્ષ પછી પાછું વસોમાં ત્રીજું ચોમાસું કર્યું. શ્રી મોહનલાલજી તથા શ્રી ચતુરલાલજી પણ તેમની સાથે હતા.
આ ચાતુર્માસમાં શ્રી રત્નરાજે શ્રી લલ્લુજી સ્વામી પ્રત્યે વસો પત્ર લખ્યો હતો તે અનેક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય હોવાથી નીચે જણાવું છું –
તત્ સતું શ્રી સહજાત્મસ્વરૂપ-પ્રગટ પુરુષોત્તમાય નમઃ
દોહા લહ્યો લક્ષ જિનમાર્ગકો, લૂખા તિનકા ભાવ; ઘન્ય જીવન તિનકા સદા, સ્વાનુભવ પ્રસ્તાવ. ૧ મિથ્યા માને જગતસુખ, જીતે જગ અપમાન; રાજમાર્ગરત રાતદિન, સો પુરુષ સમાન. ૨ ઐસા શ્રી લઘુરાજજી તિન સત્ કરત નિહોર;
રત્ન નામ કંકર સમો સબ સનકો ચોર. ૩ श्री परमकृपाळु देवका परम कृपापात्रकी कृपा चाहता हूँ साष्टांग नमस्कार पूर्वक.
हे स्वामी, आप तो सदैव सत्समाधिस्वरूप हो. ताते आपको सदैव निजानंदकी लहर है. लेकिन यह लेखकको भी तिनही लहरकी महेर होनी चाहिये; कारणकि बहोत काल हुआ आपके आश्रय वर्तता हूँ. इसमें रहस्य यह है कि स्थूल देहापेक्षाये तो जिन साक्षात् प्रत्यक्ष पुरुषद्वारा सत्प्रतीति भई होवे ताका मुख्योपकार गिननेसे मुख्यपने तिनहीके आश्रय वर्तता हूँ लेकिन
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org