________________
[૪૩] __"...आपश्री दोरी खेंचोगे तो इस लिखनेवाला तो सत्पुरुषोंका बिना दामका दास है सो लोहचुंबककी माफिक स्वतः खेचाया आवेगा।.... श्री सत्योपदेशवार्ता विषे तो आपश्रीसे हमारी अत्यन्त नम्र भावे यही सूचना है कि 'हम सरिखा दयापात्रोंसे आप उपदेशादिकी इच्छा न राख्या રે'.... "
- સં ૧૨૬૭, શ્વિન પ્રતિપ | એ જ માસના બીજા પત્રમાં શ્રી રત્નરાજ સ્વામીએ માગેલી સલાહના ઉત્તરમાં પોતે ટૂંકામાં જણાવેલું તેના ઉત્તરમાં શ્રી રત્નરાજ સ્વામી લખે છે :
આપશ્રી લખાવો છો કે “આપને સલાહ દઈ શકું તેવી અમારી પ્રજ્ઞા નથી” આ વિષયમાં આટલું જ બસ છે કે શુદ્ધાત્મા–શુદ્ધ બ્રહ્મને પ્રજ્ઞાવિશેષનો અવકાશ જ ક્યાં છે?... થોડી ઘણી પ્રજ્ઞા પરથી કાંઈ આત્મદશા અટકળી શકાય એવો કાંઈ નિયમ નથી, મતલબ કે . અલ્પજ્ઞ હો કે વિશેષજ્ઞ હો, જે જીવાત્માઓએ વૃત્તિ ઉપશમ વા ક્ષીણ કરી ક્ષય કરી હોય છે તે જીવાત્માઓ જ આત્મદશા પામવાના અધિકારી છે; તેને જ આત્મદશા આવિર્ભાવ પામવા યોગ્ય છે અને તે જ અત્યુત્કટ આત્મદશાવાન સાક્ષાત્ ભગવાન છે..”
ચાતુર્માસ પૂરું થવા આવ્યું તે અરસામાં નારવાળા રણછોડભાઈને મનમાં એમ આવ્યું કે શ્રી લલ્લુજીસ્વામી ખંભાત છે તો તેમની પાસેથી મોક્ષ મેળવ્યા સિવાય હવે કંઈ કર્તવ્ય નથી એમ ઘારી નારથી તે ખંભાત આવ્યા. ઉપદેશછાયા “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી વારંવાર વાંચી તેમના મનમાં એવી દ્રઢ માન્યતા થઈ ગયેલી કે સત્પરુષ મોક્ષદાતા છે એ આખા ગ્રંથનો સાર છે. તે ગ્રંથને પોતે બરાબર સમજે છે એમ પણ તેમને ઠસી ગયું હતું. પરંતુ જ્યારે ખંભાતમાં મોટા મોટા મુમુક્ષુઓને શ્રી લલ્લુજી આદિ સમક્ષ શ્રી સુબોઘ પુસ્તકાલયમાં તે ગ્રંથના વચનામૃતોની ચર્ચા સૂક્ષ્મ ભેદ કરતા તેમણે દીઠા ત્યારે તેમનું પ્રથમનું અભિમાન ગળી ગયું અને હું તો હજી કંઈ સમજતો નથી' એમ તેમને ભાસવા લાગ્યું.
ચાતુર્માસ પૂરું થતાં શ્રી લલ્લુજી આદિ ખંભાતની પાસે વડવા ક્ષેત્ર છે ત્યાં પધાર્યા. ભાઈ રણછોડભાઈ પણ તેમની સાથે જ ત્યાં રહ્યા. વડવામાં દિવસે ખંભાતથી બઘા મુમુક્ષુઓ આવતા અને પૂજાઓ સુસ્વરથી ભણાતી તેમાં દિવસનો ઘણોખરો વખત જતો. બપોરે એક વખત આહાર બધા લેતા. આખો દિવસ પૂજા-ભક્તિમાં જતો.
સાંજે આવશ્યક ક્રિયા થઈ રહ્યા પછી શ્રી લલ્લુજી આદિ ભક્તમંડળ કોઈ પદ બોલતાં બોલતાં કે એકાદ કડીની ધૂન લગાવતાં કે મંત્રની ધૂન સહિત દરિયા કિનારે જતું. ત્યાં શ્રી લલ્લુજી હાથમાં પીછી અને કેડે કોપીન માત્ર રાખી “દ્રષ્ટિ થિરામાંહે દર્શન નિત્ય રત્નપ્રભાસમ જાણો રે.. એ ગુણ રાજતણો ન વિસારું વહાલા, સંભારું દિનરાત રે” આદિ અનેક પદ બદલતાં બદલતાં, ઉલ્લાસભાવમાં દોડતાં કૂદતાં, પહાડી રાગે ગાતાં ગાતાં એ દરિયાની રેતીમાં આખી રાત્રિ ગાળતા. કેટલાક કલાક બે કલાક ભક્તિ કર્યા પછી થાકી જતા; કોઈ પાછા પોતાને ઘેર જતા, કોઈ ત્યાં જ રેતીમાં ઊંઘી જતા. પ્રભાતે સર્વ શહેર તરફ આવતા ત્યાં તો ત્રિભોવનભાઈ આદિ ભક્તાત્માઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org