________________
[૪૨] ગાઢ પિરચય થઈ જે માહાત્મ્ય ભાસવું જોઈએ તેવો પ્રસંગ તે ચાતુર્માસમાં બનેલો નહીં. માત્ર સરળ સ્વભાવી, ભક્તિવંત, શ્રીમના શિષ્ય છે એવો ભાવ રહેલો. શ્રી રત્નરાજના વાચાતુર્યની તેમના પર સારી અસર થયેલી અને તેમનું માહાત્મ્ય લાગેલું. પછીનાં વર્ષોમાં ભાઈ શિવજીભાઈ સિદ્ધપુર આશ્રમમાં બે ત્રણ માસ રહેલા; પણ એથી એમનું દિલ ઠરેલું નહીં. તેઓ શ્રી લલ્લુજી સ્વામીના દર્શનાર્થે કોઈ કોઈ વખત વર્ષમાં એકાદ દિવસ આવી જતા. પણ સં. ૧૯૯૨માં ૨૬ વર્ષના લાંબા ગાળા બાદ સ્વામીજી સાથે એક માસ રહેવાની અનુકૂળતા શ્રી અગાસક્ષેત્રે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં મળી આવી. તે વખતે પ્રભુશ્રી–લઘુરાજસ્વામી (શ્રી લલ્લુજી મુનિ એવાં નામોથી ઓળખાતા, કેટલાક ભોળા પાટીદાર લોકો ‘બાપા' પણ કહેતા) ના અંતઃકરણની વિશાળતા, પ્રભુપ્રેમ અને પ્રભાવ શ્રી શિવજીને સમજાયાં અને ઘામણ ભણીના ભક્તોનો સમાગમ થતાં તેમને પુરાણી શ્રી કૃષ્ણકથા યાદ આવી. જેમ ઉદ્ધવજીને શ્રીકૃષ્ણે ગોકુળમાં મોકલ્યા હતા તે શ્રી ગોપાંગનાઓની ભક્તિના રંગે રંગાઈને આવ્યા હતા તેમ શ્રી શિવજીને પણ થયું હતું. શ્રી લલ્લુજી સ્વામી શ્રી શિવજીએ પાલિતાણામાં કરેલી સેવા ઘણી વખત યાદ કરતા; તે ઋણ પતાવવા જ જાણે છેલ્લા વર્ષમાં તેમને આકર્ષીને તેમના પર કૃપા કરી હોય એવો અચાનક એ એક માસનો પ્રસંગ બન્યો હતો. શ્રી શિવજી ભક્તિના આવેશમાં આવી ગયેલા તેવા પ્રસંગે ‘અગાસના સંત’ અને ‘મને મળ્યા ગુરુવર જ્ઞાની રે' જેવાં તેમણે પોતે લખેલાં ગીતો આશ્રમના મુમુક્ષુજનોને
અવારનવાર ગવરાવતા.
શ્રી લલ્લુજી આદિ વિહાર કરતા કરતા ખંભાત તરફ પધાર્યા અને શ્રી રત્નરાજ પાલનપુર, ડીસા આદિ તરફ વિચરવા લગ્યા. શ્રી રત્નરાજને પછી શ્રી લલ્લુજી આદિનો બે ત્રણ વર્ષ સુધી વિયોગ રહ્યો; પણ જે ભક્તિરંગ લાગ્યો હતો તે ભુંસાય તેવો નહોતો. ‘રત્નસંચય કાવ્ય', ‘ભક્તિરત્ન ચિંતામણિ' આદિમાંનાં કાવ્યોમાં તેમની શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યેની ગુરુભક્તિ પ્રગટ જણાઈ આવે છે. શ્રી લલ્લુજીસ્વામીને શ્રી લઘુરાજજી તરીકે શ્રી રત્નરાજે ગાયા છે, અને તેમના પ્રત્યે તેમનો ભક્તિભાવ ઉપકારી તરીકે પણ તે કાવ્યોમાં ઠામ ઠામ પ્રદર્શિત કર્યો છે. આ વિયોગ કાળમાં બન્ને મુનિઓ વચ્ચે પત્રવ્યવહાર થયો સંભવે છે; પણ તે સચવાઈ રહ્યો નથી. માત્ર શ્રી રત્નરાજ સ્વામીનાં કાવ્યો સાક્ષી પૂરે છે કે તે પ્રેમ વૃદ્ધિંગત થયો હતો.
૧૨
શ્રી પાલિતાણાથી શ્રી લલ્લુજી આદિ મુનિવરો ચરોતર તરફ વિહાર કરીને ખંભાત આવ્યા. અને શ્રી રત્નરાજ સ્વામી વવાણિયા થઈ ઉમરદશીમાં ચાતુર્માસ રહ્યા. શ્રી લલ્લુજી આદિએ ખંભાતમાં પંદર વર્ષે પાંચમી વખતનું સં.૧૯૬૭ નું ચાતુર્માસ કર્યું.
શ્રી રત્નરાજ ઉપર શ્રી લઘુરાજ સ્વામીએ સમાગમ અને બોઘની ઇચ્છા દર્શાવતો પત્ર લખેલો તેનો ઉત્તર હિંદી ભાષામાં તેમણે લખ્યો છે. તે ઉપરથી ગમે ત્યાંથી શિષ્ય જેવા પાસેથી પણ હિતશિક્ષા ગ્રહણ કરવા જેટલી લઘુતા તેઓશ્રીએ કેળવી હતી તે સ્પષ્ટ જણાઈ આવે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org