________________
[૪૧] ચંદના સમાગમે શ્રી રત્નરાજ સ્વામીને શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે વિશેષ પ્રેમભક્તિની વૃદ્ધિ થઈ. એવામાં શ્રીમદ્ રાજચંદ્ર સંબંઘી હસ્તલિખિત સાહિત્ય જે દામજીભાઈ પાસે હતું તે શ્રી રત્નરાજ સ્વામીએ પણ વાંચ્યું અને તેમને ભક્તિભાવ વિશેષ જાગૃત થયો. તથા શ્રી લલ્લુજી સ્વામીના સમાગમમાં, સેવામાં રહેવા યોગ્ય છે એમ લાગવાથી તેમની સાથે સં. ૧૯૬૬નું ચોમાસું પાલિતાણામાં સર્વ મુનિઓએ સાથે ગાળવાનું નક્કી કર્યું. પાલિતાણા જતા પહેલાં શ્રી રત્નરાજ સ્વામી આદિ મહેતાણા તીર્થયાત્રા અર્થે ગયા હતા. ત્યાં તેમણે સ્થાનકવાસી વેશ બદલી નાખી ઓઘાને બદલે મોરપીંછી રાખી અને મુહપત્તી મુખે બાંઘવી બંઘ કરી. મોરપીંછી ઓછી ઉપાધિ અને વિશેષ યત્નાનું કારણ હોવાથી સર્વ મુનિઓએ ગ્રહણ કરી. શ્રી રત્નરાજ સ્વામીની વસ્તૃત્વ શક્તિ આકર્ષક હોવાથી સર્વના મનનું સમાધાન પણ રહેતું. લોકો તરફથી ટીકા વગેરે થાય તેનો પ્રત્યુત્તર આપનાર તે ચોમાસામાં તો સાથે જ હોવાથી તેમને કંઈ વિકલ્પનું કારણ રહ્યું નહીં. મહેતાણામાં શ્રી રત્નરાજ સ્વામીએ પાંચ અભિગ્રહ (નિયમ) ઘારણ કર્યા હતા. તેની મહત્તા વિષે મુનિમંડળમાં વારંવાર વિચારણા થતી એટલે એ વિચારો પણ સર્વસામાન્ય જેવા થઈ ગયા હતા. તે પાંચે અભિગ્રહો નીચે પ્રમાણે છે :
૧. ગુણ ન હોય તેવું નામ ન ઘરાવું. ૨. ગુણ પ્રાપ્ત કરવાના પુરુષાર્થમાં મંદતા ન કરું. ૩. આત્મનિર્ણય અર્થે અન્ય કહેવાતા ભેખઘારી સાથે વાદવિવાદમાં ન ઊતરું. ૪. પોતાના સંપ્રદાય પ્રમાણે કોઈ સેવાભક્તિ કરે તેમાં અંતરાયરૂપ થવું નહીં.
૫. કોઈ ઉપર ઉપકાર કર્યો હોય, તેના બદલાની સ્પૃહા ન કરવી. જેનામાં સેવા બુદ્ધિ મંદ પડી ગઈ હોય તેની સ્પૃહા ન કરવી. સેવાભાવે સેવા કરવી અને સેવાભાવ સિવાય કંઈ કરાયેલું ઇચ્છવું નહીં, સ્વીકારવું નહીં.
ચોથા નિયમને અનુસરીને કોઈ ચંદન-પુષ્પાદિથી પોતાની પૂજા કરે તો પણ થવા દેવી જોઈએ. એટલે શ્રી લલ્લુજી સ્વામી તેમ થવા દેતા, પુજાવાની ઇચ્છા નહીં હોવા છતાં અંતરાયરૂપ નહીં થવાના ભાવે, ઝેરના ઘૂંટાની પેઠે તે ઉતારી જતા. આવા અનુકૂળ ઉપસર્ગો આત્યંતર તપશક્તિની કસોટી છે. આ પ્રકારના ઉપસર્ગરૂપ પ્રસંગો વિરાઘકવૃત્તિના દોષવૃષ્ટિ જીવોને વિરાઘના અને ઉપસર્ગના બહાનારૂપ નીવડતા; એથી તો ઊલટી મુનિઓની સ્થિતિ વિપરીત જનસમૂહમાં કફોડી થઈ પડતી અને ઉગ્ર તપશ્ચર્યાનું નિમિત્ત નીવડતી.
સં. ૧૯૬૬નું ચાતુર્માસ શ્રી લલ્લુજી આદિએ પાલિતાણામાં કર્યું. કોઈ સાધુ સાથે વાદવિવાદમાં ન ઊતરવું એવો મુનિઓએ નિશ્ચય કર્યો હતો. તેથી પીંછી વગેરે વેશવિચિત્રતા જોઈ અનેક સાધુઓ, શ્રાવકો ટીકા કરતા. પરંતુ તેઓ કંઈ તે વિષે ચર્ચા કરતા નહીં, સાંભળ્યું ન સાંભળ્યું કરી મન પર લાવતા નહીં.
પાલિતાણામાં ભાઈ શિવજી નામના કચ્છી શ્રાવકે જૈન બોર્ડિંગ સ્થાપી હતી. ત્યાં “વીર અઠ્ઠાઈ મહોત્સવ કર્યો હતો. ત્યાં આ મુનિવરો જતા અને ભાઈ શિવજી સાથે પરિચય થયેલો, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org