SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [80] અર્થે ત્યાં ગયા. ભાઈ રણછોડભાઈના પિતા શ્રી લક્ષ્મીચંદજી શ્રી લલ્લુજી સ્વામી સાથે સંઘાડાથી છૂટા પડીને રહેલા તેથી એ સાધુવર્ગને ઓળખવા છતાં તેમનો વિશેષ પરિચય થયેલો નહીં. અને વેદાંત શાસ્ત્રોનો પરિચય હોવાથી જૈનો તરફ પ્રેમભાવ ઓછો હતો. તેથી બઘા સિદ્ધાંતચર્ચા કરતા હતા ત્યાં ભાઈ રણછોડભાઈએ પ્રશ્ન કર્યો કે તમે તો વીતરાગ ભગવાનને માનો છો, તે વીતરાગ હોવાથી કંઈ ફળ આપી શકે એમ નથી; ત્યારે તેમની ભક્તિ કરવાથી તમને શું મળવાનું છે? શ્રી લલ્લુજી તે પ્રસંગે કંઈ બોલ્યા નહીં. અને કોઈ અજાણ્યો માણસ છે ગણીને તે વાત કોઈએ લક્ષમાં લીધી નહીં. બઘા ઊઠી ગયા પછી શ્રી લલ્લુજીએ એક તરફ ભાઈ રણછોડભાઈને પ્રેમપૂર્વક બોલાવી કહ્યું, “બધાની વચમાં આવો પ્રશ્ન કરાય?” ત્યારથી ભાઈ રણછોડભાઈને મનમાં વસી ગયું કે આ કોઈ આપણા યથાર્થ હિતસ્વી છે. આમ અવ્યક્ત પ્રેમનું બીજારોપણ થયું. ફેણાવથી વિહાર કરતા કરતા શ્રી લલ્લુજી બોરસદ પધાર્યા. શ્રી દેવકરણજીને સં. ૧૯૫૮માં ચોમાસું રાખવાની બોરસદના મુમુક્ષુવર્ગની ઉત્કંઠા હતી; પણ બન્યું નહોતું. તેથી આ વર્ષ બઘાના આગ્રહથી સં. ૧૯૬૪નું ચાતુર્માસ બોરસદ ઠર્યું. ખંભાત સંઘાડાનું એ ક્ષેત્ર નથી; તોપણ બરવાળા સંઘાડાવાળા ચોમાસા અર્થે વખતે આવે એમ ઘારી દિગંબર ઘર્મશાળામાં શ્રી લલ્લુજી રહ્યા. શ્રી લક્ષ્મીચંદજી પણ સાથે હતા. ગામ બહાર જેઠાભાઈ પરમાનંદ શેઠનો બંગલો ભક્તિભજન, વાંચનવિચાર માટે રાખેલો હતો. ઘણાં ભાઈબહેનોને ભક્તિરંગ લાગેલો તે કાયમ ટકી રહે તેના નિમિત્ત-અર્થે બોરસદમાં “શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા' સ્થાપવાનો વિચાર પણ તે ચોમાસામાં થયો. ભાઈ રણછોડભાઈ નારથી બોરસદ મુનિશ્રીનાં દર્શન-સમાગમ અર્થે આવેલા. તેમણે શ્રી લલ્લુજી મહારાજને વિજ્ઞપ્તિ કરી કે મોક્ષમાર્ગ બતાવો. એટલે તેઓશ્રી “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ વાંચતા હતા તેમાંથી વચ્ચેનાં “આત્મસિદ્ધિ શાસ્ત્રનાં પાનાં પકડી કહ્યું, “આટલામાં મોક્ષમાર્ગ છે.” ભાઈ રણછોડભાઈએ તે ગ્રંથ મગાવી “ઉપદેશછાયા'નાં પાન બતાવ્યાં હશે એમ ઘારી વારંવાર વાંચી તેનો અભ્યાસ કર્યો તે તેમને બહુ ગમી ગયો અને આ કાળમાં મોક્ષ છે અને સગુરુના યોગે અવશ્ય મળે એમ તેમને દૃઢતા થઈ. પણ બે-ત્રણ વર્ષ તેમને સત્સંગનો વિયોગ રહ્યો; કેમકે શ્રી લલ્લુજી સ્વામી વડાલી, પાલિતાણા એ બાજુમાં વિચર્યા હતા. શ્રી લલ્લુજી સ્વામીએ વસો અને બોરસદમાં સં. ૧૯૬૩-૬૪નાં બે ચોમાસા કર્યા ત્યાં સુધી તે ચરોતર પ્રદેશમાં વિચરતા હતા. તેથી ઉત્તર ગુજરાતમાં વિહાર કરતા શ્રી રત્નરાજ સ્વામીને તેમનો સમાગમ કરવાના ભાવ છતાં ભેટો થઈ શક્યો નહોતો. પછી પોતે વિહાર કરતા કરતા *વડાલી, ઈડર તરફ પધાર્યા તે વખતે શ્રી રત્નરાજનો સમાગમ થયો સંભવે છે એમ શ્રી રત્નરાજના એક પત્રથી જાણવા મળે છે; તેમાં તે લખે છે : “આ લેખકનું લક્ષ્યબિંદુ તો જ્યારે પ્રથમ જ આપ પ્રભુશ્રીનાં સત્સમાગમમાં આવેલ અને જે વિચારોની અમદાવાદ અને સિદ્ધપુરની વાટમાં આપ-લે થયેલ તે જ છે.” | શ્રી લલ્લુજી સ્વામીના સમાગમમાં અવારનવાર વિશેષ આવતા ભાઈ પોપટલાલ મહોકમ* વિ.સં.૧૯૬પ નું ચાર્તુમાસ વડાલીમાં કર્યું. મુનીદેવ શ્રી મોહનલાલજી સાથે હતા. મુનીદેવ શ્રી મોહનલાલજીની ચાર્તુમાસ નોંધનો ઉતારો-તથા-પૂ.શ્રી.બ્રહ્મચારીજીની નોંધપોથી નંબર એકમાંથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy