________________
[૩૯] આરાના મહા મુનિ સમાન અલોકિક, દર્શનીય, માનનીય, પૂજનીય મંગલમૂર્તિ છે. એ ઉપરથી શ્રી રત્નરાજ સ્વામીને પણ શ્રીમદ્ હરિભદ્રસૂરિની માફક ચમત્કૃતિ લાગી. અને ચાતુર્માસ પૂરું થયા પછી તેમનો સમાગમ કરવાની ભાવના તેમને જાગ્રત થઈ.
ખેરાલુમાં ઘણા વખતથી શ્વેતાંબર અને સ્થાનકવાસી વચ્ચે ખટપટ થયા કરતી પણ શ્રી લલ્લુજીએ ત્યાં ચોમાસું કર્યું તે વખતે તેમના નિષ્પક્ષપાતી બોઘથી બન્ને પક્ષના સમજુ વર્ગને પરસ્પર મળવાનો પ્રસંગ બનતો. અને વીરમગામ, ધંધુકા, વટામણ, અમદાવાદ આદિ ગામોના મુમુક્ષુઓ ત્યાં મુનિ-સમાગમ અર્થે આવતા તે લહાણી વગેરે કરે તો સ્થાનકવાસી અને શ્વેતાંબર બન્નેને કરતા. બન્ને પક્ષવાળા લહાણી લેતા અને સ્વામીવાત્સલ્ય પણ સાથે ભેગા મળી કરતા. આમ કષાય દૂર થાય અને સંપ વધે તેવી પ્રવૃત્તિ શ્રી લલ્લુજી સ્વામીના બોઘથી થતી હતી.
ખેરાળુમાં ચાતુર્માસ પૂરું કરી શ્રી લલ્લુજી અને શ્રી મોહનલાલજી તારંગા તીર્થ તરફ વિહાર કરવા લાગ્યા. રસ્તામાં ઘાણઘારમાં ઘુંઘલીમલ્લનો ભોંખારો નામે એક પહાડ આવે છે, તેને ગુરુનો ભોંખરો પણ કહે છે. ડુંગરા ઉપર એક પથ્થરની મોટી શિલા ચોટીની પેઠે ઊંચી વધેલી છે. તેની ઉપર બીજી કોઈ રીતે ચઢી શકાય તેવું નહીં હોવાથી વાંસ ઉપર વાંસ બાંધી એક લાંબી નિસરણી કરેલી હતી. નિસરણીનાં પગથિયાં કોઈ કોઈ તૂટેલાં, વાંસ પણ ફાટી ગયેલા અને ઊંચાઈ જોઈ ગભરાઈ જવાય તેવું હોવા છતાં શ્રી લલ્લુજી તો ઘીરજથી સાચવીને ઉપર ચઢી ગયા. ઉપર સપાટ જમીન અને ઠંડો પવન હોવાથી બે ઘડી ભક્તિ થશે ઘારી શ્રી મોહનલાલજીને ઉપર બોલાવ્યા; પણ તેમની હિમ્મત ચાલે નહીં. પરંતુ ઉપરથી હિમ્મત આપતાં શ્રી લલ્લુજીએ કહ્યું : “ઉપર આવ્યા પછી બહુ આનંદ આવશે. ભાંગી જાય તેવા વાંસ નથી. નીચું જોયા વગર હિમ્મત કરીને ચઢી જા.” એટલે ધ્રુજતે પગે તે પણ ચઢી ગયા. અને ઉપર આવ્યા કે તેમને પકડીને ઉપર ખેંચી લીધા. શ્રી મોહનલાલજીને તો ઉપર પહોંચ્યા ત્યારે નિરાંત વળી. ત્યાં બેસી બે ઘડી ભક્તિ કરી. બધે ફરીને જોઈ લીધું. એક પથ્થર પાસે ઘજા બાંધેલી હતી, અને તેને ગુરુનું સ્થાન માની ભીલ લોકો પૂજે છે. ત્યાં એ ગુફા છે. કોઈ કોઈ દિવસે વર્ષમાં ત્યાં મેળો ભરાય છે.
જાત્રા કરી વિહાર કરતા કરતા શ્રી લલ્લુજી વસો તરફ પઘાર્યા અને સં. ૧૯૬૩માં વસોમાં ચાતુર્માસ કર્યું.
શ્રી લલ્લુજી સ્વામી વસો ચાતુર્માસ પૂરું કરી, વિહાર કરતા કરતા ખંભાત પાસે ફેણાવ ગામ છે ત્યાં ગયા. ત્યાં ખંભાતથી દર્શનાર્થે આવેલા કેટલાક મુમુક્ષુઓ અને તે ગામના પણ મુમુક્ષુઓ મુનિવરો સાથે ગામ બહાર નિવૃત્તિક્ષેત્રે વાંચન વિચારણાર્થે એકઠા થયા હતા.
ફેણાવમાં વેપાર અર્થે ભાઈ રણછોડભાઈ નામના એક યુવાન આવેલા તે પણ વેદાંતના ગ્રંથો વાંચી કુશળ થયેલા. તેમણે શ્રી લલ્લુજી ગામ બહાર પધાર્યા છે એમ જાણી તેમના દર્શન-સમાગમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org