________________
[૩૮] વિચાર ગોઠવ્યો કે વટામણમાં થોડા દિવસ ટકીને રહેવું અને પરમ કૃપાળુદેવના સમાગમે થયેલા બોઘ વિષે ત્યાં વિચાર કરવો.
શ્રી લલ્લુજી આદિ વટામણ ગયા. શ્રી અંબાલાલભાઈ તરફથી પણ અમુક દિવસે આવવાના સમાચાર આવી ગયા. પણ શ્રી અંબાલાલને પ્લેગ લાગુ થયો અને ત્રણ મુમુક્ષુઓના દેહ છૂટી ગયા. ખંભાતથી મુનિવરોને ગયાં પંદર દિવસ પણ થયા ન હતા તેટલામાં સમાચાર મળ્યા કે શ્રી અંબાલાલભાઈનો દેહ છૂટી ગયો.
“શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ છપાઈને લગભગ તૈયાર થઈ ગયો હતો, પરંતુ બહાર પડ્યો નહોતો. થોડા સમય બાદ તે જ સાલમાં, સં. ૧૯૬૧માં “પરમશ્રુતપ્રભાવક મંડળ' તરફથી તે ગ્રંથ બહાર પડ્યો એટલે શ્રી લલ્લુજીને પણ મળ્યો. પછી તો પરમકૃપાળુનાં વચનામૃતોનો તે સંગ્રહ પોતે સાથે રાખતા. પ્રથમ શ્રી અંબાલાલભાઈએ ઉતારી આપેલ હસ્તલિખિત વચનામૃતોનું વાચન મનન શ્રી લલ્લુજી સ્વામી કરતા; પણ હવે લગભગ બધા પત્રોનો સમૂહ બહાર પડ્યો તેથી તેમને ઘણો આનંદ થયો હતો.
ઈડર તરફ વિહાર કરતા કરતા શ્રી લલ્લુજી સ્વામીએ વડાલીમાં ચાતુર્માસ સં. ૧૯૬૧માં કર્યું. સ્થાનકવાસીનો વેષ હોવાથી કેટલાક શ્વેતાંબર શ્રાવકો કટાક્ષદ્રષ્ટિથી જોતા; પરંતુ રોજ દેરાસરમાં દર્શન કરવા જતા, ત્યાં ભક્તિ કરતા, એટલે કોઈ કોઈ તેમની પાસે આવતા અને નિષ્પક્ષપાતી વાતચીતથી પ્રસન્ન થતા. શ્રી માઘવજી રેવાજી શેઠને શ્રી લલ્લુજી સ્વામીનો વિશેષ પરિચય થયેલો અને તેમનું આખું કુટુંબ ભક્તિરાગી બન્યું હતું. ભાઈ અખેચંદ આદિ પ્રથમ વિરોધી પક્ષમાં હતા; પણ ઘીમે ઘીમે સત્સંગનો તેમને રંગ લાગ્યો અને મરણપર્યત તે વર્ધમાનપણે ટકી રહ્યો.
ચાતુર્માસ પૂરું કર્યા પછી પણ ઈડરની આજુબાજુની પવિત્ર ભૂમિમાં વિહાર કરી શેષ કાળ પૂરો થતાં ખેરાલુમાં સં. ૧૯૬૨નું ચાતુર્માસ કર્યું.
સં. ૧૯૫૭માં શ્રી રત્નરાજ નામે એક સાધુ મારવાડથી વિહાર કરીને ગુજરાત તરફ આવતા હતા. તેમણે શ્રીમદ્ રાજચંદ્ર નામે કોઈ આત્મજ્ઞાની પુરુષ છે એમ સાંભળેલું એટલે તેમનો સમાગમ કરી તેમની કૃપાથી આત્મજ્ઞાન પામવાની તેમની અભિલાષા હતી. પણ રસ્તામાં તેમને સમાચાર મળ્યા કે તે આત્મજ્ઞાની મહાત્માનો દેહ છૂટી ગયો. તેથી તે મારવાડ તરફ પાછા વિહાર કરી ગયા. ત્યાં અનેક દિગંબરી વિદ્વાનોનો તેમને સમાગમ થયેલો અને દિગંબર ગ્રંથોનો પણ તેમણે સ્વાધ્યાય કરેલો. તેમનો ક્ષયોપશમ તથા વ્યાખ્યાનશક્તિ પણ મનોહર હતાં. તેથી ઘણા બુદ્ધિમાન અને આત્માર્થી જીવો તેમના સમાગમમાં આવતા. શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયી કોઈ હોય તો તેમને મળવાના પણ તેમને ભાવ હતા. સં. ૧૯૬૨નું ચાતુર્માસ તેમણે પાલનપુર કરેલું. તે અરસામાં એક મુમુક્ષુ ખેરાલુમાં શ્રી લલ્લુજી સ્વામીના સમાગમ બાદ શ્રી રત્નરાજ સ્વામીના દર્શનાર્થે પાલનપુર પઘારેલ તેમણે શ્રી રત્નરાજ સ્વામીને શ્રીમદ્ રાજચંદ્ર સંબંધી તથા શ્રી લલ્લુજી સ્વામી સંબંધી પ્રશંસાપૂર્વક વિસ્તારથી વાત કરી કે પોતાને ઘર્મમાર્ગમાં દોરનાર એ શ્રી લલ્લુજી સ્વામી ચોથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org