________________
[૩૭]
કર્યું. ખંભાતથી શ્રી અંબાલાલભાઈ તથા વીરમગામ, અમદાવાદ અને વટામણ તરફના મુમુક્ષુજનોએ સંતસમાગમ અર્થે આવીને પર્યુષણપર્વ નિમિત્તે ત્યાં પંદરેક દિવસ ગાળેલા. કેટલાંક ભાઈબહેનોને એ ચાતુર્માસમાં એવો તો ભક્તિરંગ લાગ્યો હતો કે તે મરણપર્યંત ટકી રહ્યો.
એક વખતે ધંધુકાના સ્થાનકવાસી ભાવસારોના વિચારવાન અગ્રેસરોએ શ્રી લલ્લુજી સ્વામી પાસે આવીને પૂછ્યું કે “આપના ઉપર અમને વિશ્વાસ છે તેથી પૂછીએ છીએ કે પ્રતિમા માનવી કે નહીં ? શાસ્ત્રમાં પ્રતિમાપૂજન વગેરે આવે છે કે નહીં ? અમને ખબર નથી, અમે દેરાસરમાંય જતા નથી. તમે કહો તેમ માનીએ.’’ શ્રી લલ્લુજી સ્વામીએ તેમને જણાવ્યું કે ‘શાસ્ત્રમાં પ્રતિમા સંબંઘી પાઠ ચાલ્યા છે, પ્રતિમાજીનું અવલંબન હિતકારી છે. દેરાસરમાં ન જવું એવો આગ્રહ છોડી દેવા યોગ્ય છે, અમે પણ દર્શન કરવા, ભક્તિ ક૨વા દેરાસર જઈએ છીએ. એ વિષે સત્સંગ-સમાગમે ઘણું શ્રવણ કરવાની જરૂર છે.’’
ધંધુકાનાં ત્રીસ ભાવસાર કુટુંબો સ્થાનકવાસીની માન્યતા બદલી દેરાવાસી માન્યતાવાળાં થયાં. પણ પછી વિશેષ સત્સમાગમના અભાવે પાછા શ્વેતાંબરના આગ્રહવાળા તે થઈ ગયા. જેમ ઊંઘમાં પડખું ફેરવે પણ ઊંઘ ન તજે, તેમ એક પક્ષ છોડી બીજા પક્ષમાં જતાં આત્મજાગૃતિ કરવાની હતી તે ન થઈ.
શ્રી ધારશીભાઈ કર્મગ્રંથના અભ્યાસી હતા. તે પણ ધંધુકામાં શ્રી લલ્લુજી સ્વામીના દર્શનસમાગમ અર્થે આવેલા. તેમણે એક દિવસ સ્થાનકને મેડે પધારવા શ્રી લલ્લુજીને વિનંતિ કરી. બન્ને ઉપર ગયા અને બારણાં બંધ કરી શ્રી ધારશીભાઈએ વિનયભક્તિપૂર્વક સાષ્ટાંગ દંડવત્ કરી શ્રી લલ્લુજી સ્વામીને વિનંતિ કરી કે, “સં. ૧૯૫૭માં શ્રીમદ્જીનો દેહ છૂટતા પહેલાં પાંચ છ દિવસ અગાઉ હું રાજકોટ દર્શન કરવા ગયેલો. તે વખતે તેઓશ્રીએ કહેલું કે શ્રી અંબાલાલ, શ્રી સોભાગ્યભાઈ અને આપને તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું છે. તે વખતે મને એક સામાન્ય સમાચારરૂપ તે શબ્દો લાગેલા, પણ આ ત્રણ વર્ષના વિરહ પછી હવે મને સમજાયું કે તે શબ્દો મારા આત્મહિત માટે જ હતા. તે પ્રભુના વિયોગ પછી હવે આપ મારે અવલંબનરૂપ છો. તો તેઓશ્રીએ આપને જણાવેલ આજ્ઞા કૃપા કરી મને ફરમાવો. હવે મારી આખર ઉમ્મર ગણાય, અને હું ખાલી હાથે મરણ પામું તેના જેવું બીજું શું શોચનીય છે ? આજે અવશ્ય કૃપા કરો એટલી મારી વિનંતિ છે.'' એમ બોલી આંખમાં આંસુસહિત શ્રી લલ્લુજીના ચરણમાં તેમણે મસ્તક મૂક્યું. તેમને ઉઠાડીને ઘીરજથી શ્રી લલ્લુજીએ એમ જણાવ્યું કે પત્રોમાં કૃપાળુદેવે જે આરાધના બતાવી છે, બોધ આપ્યો છે તે આપના લક્ષમાં છે એટલે તે સમજી ગયા કે યોગ્યતા લાવવા પુરુષાર્થ કરવાનો છે. પણ ઘીરજ ન રહેવાથી વિશેષ આગ્રહ કરી કંઈ પ્રસાદી આપવા વારંવાર વિનંતિ કરી. એટલે શ્રી લલ્લુજીએ જે સ્મરણમંત્ર કૃપાળુદેવે મુમુક્ષુઓને જણાવવા તેમને આજ્ઞા કરેલી તે તેમને જણાવ્યો. તેથી તેમનો આભાર માની તેનું પોતે આરાધન કરવા લાગ્યા.
શ્રી લલ્લુજી સ્વામી ચાતુર્માસ પૂરું કરી, ભાવનગર તરફ વિહાર કરી ખંભાત તરફ પધાર્યા. શ્રી અંબાલાલભાઈનો સમાગમ ત્યાં થયો; પણ ખંભાતમાં પ્લેગ ચાલતો હોવાથી બન્નેએ એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org