SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૮ મુમુક્ષુ ચર્ચા-પ્રશ્ન સમાધાન પ૭૯ સૂચિ-૨ (વાંચન-સ્વાધ્યાય-ચર્ચા વખતે થયેલા પ્રશ્નોત્તરની સમિપવર્તી અમાઓએ યથાશક્તિ યથાસ્મૃતિ લીધેલી નોંધના સંગ્રહમાંથી) (પ્રશ્નના અંતે દર્શાવેલ આંક પૃષ્ઠના છે) અનંતાનુબંધીના સ્વરૂપનું ભાન ક્યારે થાય? ૧૪૮ અનાદિ કાળથી તે દૃષ્ટિ (શુદ્ધ સમ્યગુદૃષ્ટિ) કેમ નથી આવી? ૨૧૭ અનાદિકાળથી મિથ્યાત્વના અજ્ઞાનતાના ભાવ છે, તે શી રીતે જાય? ૨૦૪ “અભિનિવેશના ઉદયમાં ઉત્સુત્ર પ્રરૂપણા ન થાય તેને હું મહાભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી, કહું છું.” ...પોતાની ઈચ્છા ન હોય છતાં પ્રભુ એવા ઉદયને લઈને બોલી જવાય તો શું? ૨૬૩ અમારી વારે વાર છે તે વાત સાચી છે. પણ અમારે તૈયાર થવા શું કરવું? ૩૯૩ અમારે શી રીતે તૈયાર થવું? ૨૨૨, ૨૨૩ અહીં બેઠા છે તેમનું તો કલ્યાણ થશે ને? ૨૫૯ “આ દેહમાં જીવ મમતાભાવ કરે છે તે મહા બંધનરૂપ છે. આ દેહ સુંદર છે; દેહને સુખ-દુ:ખ થાય તે મને થાય છે એમ માનવું તે મમતા છે, તેનો ત્યાગ કરવો.” ત્યારે શું એને સૂકવી નાખવો? ૪૧૯ આ મળ્યું છે, સાંભળીએ છીએ, શ્રદ્ધા કરીએ છીએ ત્યારે હવે બીજું કયું? ૧૭૨ આત્મા કયાં રહેતો હશે? ૪૫૦ આપ અમને જુઓ અને અમે તમને ન જોઈએ અને અમનેય ન જોઈએ એ કેવી ખૂબીની વાત? ૨૦૨ આપ કહો છો કે અનાદિ કાળથી અજ્ઞાન છે અને અજાણ્યો છે. કેમ કરવું તે ખબર નથી. પણ માનવું તો એજ છે- જે કહો છો તે જ; અને તે તો મનાતું નથી અને આવડતું નથી. તેનું શું કારણ? ૨૩૧ આપણે આ જે કર્મ કરીએ તેનું ફળ આ ભવમાં મળે કે આવતા ભવમાં ? ૩૧૫ “આંટી પડી છે તે ઊકલે તો સુતર (સુતર) છે.” . આંટી કેમ ઊકલે? ૪૫૩ ઉપયોગને આત્મામાં લાવવો શી રીતે? આત્મા તો જાયો નથી. ત્યારે બધેથી ઉઠાવી વાળવો કયાં? ૩૫૮ ઉપવાસ તપ હું કરું? ૪૪૮ કષાય, સંકલ્પ-વિકલ્પ, વગેરેથી અંતરમાં થતી બળતરા શાંત કરવાનો ઉપાય શો? ૩૪૩ કારણ સેવવામાં ભૂલ શું છે? ૨૧૭ કૃપાળુદેવ એટલે શું? અને તે મળ્યા છે એટલે શું? અને તેમને કેવી રીતે ઓળખ્યા? દરેક શું સમજીને અહીં આવે છે અથવા વળગી રહ્યા છે. અનાદિ કાળથી ખોટાને વળગી રહેવાથી પરિભ્રમણ ચાલુ છે; પણ હવે જેને વળગ્યા છીએ તે સાચા છે એ કેમ જાણ્યું? ૨૬૭ “કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો જમનામયા, માર્ગ આપજો.” એમ કામ કરતાં લેપાય નહીં તેનું કેમ? ૩૨૯ કેટલાક કહે છે કે સ્ત્રી તે સ્ત્રી અવતરે અને પુરુષ તે પુરુષ અવતરે; જેમ કે બાજરી વાવે તો બાજરી ઊગે અને ઘઉં વાવે તો ઘઉં!? ૨૬૬ કોઈ શાસ્ત્ર વગેરે કાંઈ વાંચે નહિ ને માત્ર મંત્ર-સ્મરણ મળ્યું હોય તેનું જ આરાધન કરે તો જ્ઞાન થાય કે નહિ? ૨૯૧ ગ્રંથિ કયારે છેદાય? ૧૪૮ ગુરુગમ શું છે? કોઈ વસ્તુ છે? ક્યાં રહે છે? ૧૯૯ ઘાતી ડુંગર શું? ૧૪૯ ચરણ ગ્રહણ થયા પછી, ‘પ્રવચન અંજન જો સદ્દગુરુ કરે દેખે પરમ નિધાન જિનેસર.” તે અંજન શું? ૨૦૧ ચોકખો થાય તો કપાળદેવ તૈયાર છે. જિન થઈ જિનને જે આરાધે તે જિનવર હોવે રે. પણ ચોકખો કેમ થવું તે પ્રશ્ન હતો. ૨૩૧ ચોથી દષ્ટિમાં એમ કહ્યું છે કે “ધર્મ ક્ષમાદિક પણ મટેજી, પ્રગટે ધર્મસંન્યાસ' અને આઠમી દૃષ્ટિમાં એમ કહ્યું કે “યંદનગંધ સમાન ક્ષમા ઈંહા, વાસકને ન ગવેજી” તો તે કેમ? અને શું સમજવું? ૨૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy