________________
૪૯૯
કેટલાંક છૂટક વયનો
૧ આ જગતમાં ઘણા જીવો એવા છે કે જે ઘર્મ, પુણ્ય, પાપ, વ્યવહાર, વિવેક કશું સમજે
નહીં. તે પશુ જેવા સમજવા. ૨ ઘર્મ ના સમજ્યો, ઓળખાણ ના પડી તો મનુષ્ય છે તે પણ પશુવત્ છે. ૩ ઓહો ! લૌકિકમાં કાઢી નાખ્યું છે. મનુષ્યપણું ફરી ક્યાં મળશે? ૪ મેમાન છો, પરદેશી છો. પંખીનો મેળો છે. વાની મારી કોયલ છે. માટે કંઈક કરજે. ૫ જગત આંઘળું છે, બહેરું છે; જગત દેખે છે તે ખોટું છે, સાંભળે છે તે પણ ખોટું છે. ૬ જગતમાં ગુરુ ઘણા છે, સાધુ ઘણા છે; પણ કૂંચી તો સદ્ગુરુના હાથમાં છે. ૭ જે માણસને પુરુષનો બોઘ સાંભળવાનો મળ્યો તેને નવે નિદાન મળી ચૂક્યાં. ૮ જ્ઞાનીને શી ખોટ છે ? સમકિત આપે, મોક્ષ આપે, પણ જીવનો વાંક છે. ૯ ચાર પ્રકારે જીવ ઘર્મ પામે છે : નમસ્કારથી, વિનયથી, દાનથી અને બોઘથી. ૧૦ સપુરુષનો બોઘ સાંભળે અને સમજે નહીં તો પણ અનંતા ભવ તોડે, પાપનાં દળિયાં જાય
અને પુણ્ય બંધાય. ૧૧ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિમાં ચિત્તનું સ્થાપન કરે છે તેવી રીતે મુમુક્ષુ સપુરુષમાં, તેના
બોઘમાં ચિત્તનું સ્થાપન કરે તો દાળ ભેગી ઢોકળી ચઢે, ગાડા પાછળ ગાલ્લી જાય. ૧૨ આત્મા કેવો હશે અને કેમ જણાય ? ગુરુગમથી.
હું કાંઈ સમજું નહીં, પણ જ્ઞાનીએ જાણ્યું હોય તે માટે માન્ય છે એમ રહે તો તે ચાંલ્લો થયો. ૧૩ બે અક્ષરમાં માર્ગ રહ્યો છે તે શું ? જ્ઞાન. જ્ઞાન એટલે જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું હોય તે મારે
માન્ય છે. ૧૪ મન જોડેલું છે બહાર પાપ બાંધવામાં, પણ જો આત્મામાં જોડે તો વાર શી ? ૧૫ આત્માને ઓળખે છૂટકો છે. મારે કે તમારે ઓળખાણ પડ્યા વિના છૂટકો નથી. ૧૬ આત્મા ઉપર દ્રષ્ટિ મૂકતાં સમકિત; સમકિત પછી કેવળજ્ઞાન છે.
૧. એક મુમુક્ષુએ સ્મૃતિ અનુસાર નોંઘેલાં છૂટક વચનોમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org