________________
૫૦૦
ઉપદેશામૃત ૧૭ આત્માથી આત્મા ઓળખવો છે. જેવો સિદ્ધનો આત્મા છે તેવો જ મારો છે. ૧૮ “સહજાન્મસ્વરૂપ' એ તો ચૌદ પૂર્વનો સાર છે. ૧૯ જગતમાં શું છે ? જડ અને ચેતન છે. તેમાં જડ જાણતું નથી, જાણે છે તે ચેતન. ૨૦ જડ કોઈ કાળે ચેતન થશે ? ચેતન કોઈ કાળે જડ થશે ? એ બે જુદાં છે કની ? તો પછી
હવે અધિક શું કહેવું ? ૨૧ મારી પાડોશમાં કોણ છે ? શરીર છે. તેને ને મારે કોઈ સગાઈ નથી. તે મારાથી ભિન્ન છે. ૨૨ નામથી આત્મા ઓળખાશે નહીં. અંતરદ્રષ્ટિ કરો. ચર્મચક્ષુથી તો આત્મા નહીં જોવાય. ૨૩ “અંતવૃત્તિ રાખતાં અક્ષેપદ પાવે.” ૨૪ ભાવ તે આત્મા છે, પરિણામ તે આત્મા છે. ૨૫ જીવ નરકે જવાનો હોય પણ જરાક ભાવ કરી લે તો દેવગતિમાં જતો રહે. (બળતો સાપ
શ્રી પાર્શ્વનાથે બચાવી ઘરણેન્દ્ર કર્યો.) ૨૬ મન ના જોઈતા વિકલ્પ કરતું હોય તો તેને જૂઠું ગણી કાઢી નાખવું. ૨૭ દેહ મારો, ભાઈ મારો, બાપ મારો, કાકો મારો, ઘર મારું એમ કહેતાં, માનતાં ગળામાં
ફાંસી આવશે. ૨૮ મોક્ષ એ શું હશે ? સર્વથી મુકાવું તે મોક્ષ. મૂકે તે કેટલો ભાગ્યશાળી ! ૨૯ સઘળાનું સ્નાનસૂતક કરી દહાડો-પવાડો કરી ચાલ્યા જાઓ. મરણિયા થઈ જાઓ. ૩૦ “ખાંડાની ઘારે ચઢવું છે, સત્ સંગ્રામે લઢવું છે.'
શ્રીમદ્ લઘુરાજસ્વિામી_પ્રભુશ્રી
ઉપદેશામૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org