________________
૪૯૮
ઉપદેશામૃત ભળાય? દશા વધે તો વિશેષ દેખાય. એક કરવાનું છે સમતા અને ક્ષમા. મોઢામાં સાકર નાખી હોય તો ગળ્યું થાય, પણ ઝેર નાખ્યું હોય તો ? કેટલી વાર છે? તો કે તારી વારે વાર. તૈયાર થઈ જાઓ. અંતમુહૂર્તમાં સમકિત, અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન થાય છે કે નહીં ? ઓળખાણ નથી. “ભાન નહીં નિજરૂપનું તે નિશ્ચય નહિ સાર.” “જ્ઞાનીના ગમ્મા, જેમ નાખે તેમ સમા.' આમ નાખે કે આમ નાખે–જ્ઞાનીનું બધું સવળું છે, દ્રષ્ટિ ફરી ગઈ છે. એ કેવી ખૂબી છે ! કંઈ ફેર તો ખરો ને ? આ ચક્ષુએ જોવું અને દિવ્યચક્ષુએ જોવું એમાં ફેર તો ખરો ને ? જરૂર છે. થઈ જાઓ તૈયાર, ચેતો, જાગૃત થાઓ, ખાધું એ ખરું. વાતોએ વડા નહીં થાય, કરવું જોઈશે.
આ બધી વાતો ઉપર ઉપરથી કરી. એમાં કંઈ સાર છે કે નહીં ? આ બઘા જીવનું કલ્યાણ થશે, લેતાં આવડવું જોઈએ. શ્રદ્ધા હશે તેનું કામ થશે. જબરામાં જબરી આટલી વાત છે–એક શ્રદ્ધા. આટલું નક્કી કરી લેવાનું છે; એ કર્યું નથી. એક જ વચન “શ્રદ્ધા છે. તે જપ તપ બધું છે. તો આટલા ભવમાં હવે અવસર આવ્યો છે તો ભૂલવું નહીં. જરૂર શ્રદ્ધા કરી લેવી, સત્સંગ અને સત્પરુષાર્થ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org