________________
ઉપદેશસંગ્રહ-૬
૪૯૭ છે. બીજાનું લેવા ઇચ્છે છે તે ભિખારી છે. એક સંતે રાજાને કહેલું કે તું ભિખારી છે. પોતાનું રાજ મૂકી બીજું લેવા જાય છે તેથી ભિખારી છે. તેમ આ જીવને પણ ઇચ્છા, ઇચ્છા અને ઇચ્છા. આત્માનો વેપાર કર્યો હોત તો નફો થાત, પણ ચામડાનો વેપાર કર્યો છે. આ મારું નાક છે, મારા હાથ છે' એમ ભાવના કરે છે. જે પોતાનું નથી તેને મેળવવાની ઇચ્છા કરે છે.
જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઈ;
મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.” આમ કૃપાળુદેવે પોકારી પોકારીને કહ્યું છે. આ જગતમાં કોઈની ઇચ્છાની ભૂખ મટી ? એ કોઈના હાથમાં છે ? ઇચ્છા માટે ઊંડો વિચાર કરવો. અંદર કંઈ નથી. વિચાર કરે તો તેનોઇચ્છા, તૃષ્ણાનો-નાશ થાય છે.
આ બઘા બેઠા છો, પણ આત્મા કોઈએ જોયો ? આ કોઈને ખબર છે ? આનો ભેદી મળ્યો છે ? વાણિયો, બ્રાહ્મણ, મોટો, નાનો, રોગી છે ? આ ય આત્મા છે, આ ય આત્મા છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો. ભૂંડું કોણ કરે છે ? આખું જગત રાગ અને દ્વેષને ઘરમાં તેડે છે; જો સમભાવને તેડે તો ? એનો વિચાર કરો. શું થયું ? અજબ-ગજબ થયું ! હજારો ભવનો નાશ થયો. સમ આવ્યું ત્યાં જુદું થયું. ભેદી મળવો જોઈએ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.”
“તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં.” એમ આ જીવે કંઈ લક્ષમાં લીધું નથી. જે ભણવું છે તેને પડી મૂક્યું. “ભણ્યો પણ ગણ્યો નહીં.' સમ એ શી વસ્તુ છે ? તે કયે ઠેકાણે રહે છે ? જરા વિચારો તો ખરા. તુંબડીમાં કાંકરા. આ નખ્ખોદ વાળ્યું. વાતો કરે કે
“સમતા રસના પ્યાલા રે, પીવે તો જાણે;
છાક ચઢી કબહુ ન ઊતરે, તીનભુવન સુખ માણે.” પીવે સો જાણે. “તુંબડીમાં કાંકરા.” વાતો કરો, વાતોનાં વડાં ખવાય ? કંઈ કહેવાય તેમ નથી. અજબ છે ! ચમત્કાર છે ! આ મનુષ્યભવમાં હજારો ભવ કપાઈ જાય.
કોઈ સાથે આવવાનું નથી. એકલો આવ્યો છે, એકલો જશે. સાડાત્રણ હાથની જગામાં બાળી મૂકશે. સમતા, ક્ષમા એ શું છે ? બોલતાં આવડ્યું છે; આનું ભાન નથી. આ વાણિયો, બ્રાહ્મણ, પાટીદાર, નાનું, મોટું, યુવાન, વૃદ્ધ–બધું છે, પણ આત્મા છે કે નહીં ? આત્માને જોયો નથી, તેની ખબર નથી. કેવો રસ્તો છે ? ગુરુગમની ખબર નથી. જ્ઞાનીને બોલવું ચાલવું, ખાવુંપીવું બધું સવળું છે; અજ્ઞાનીને જે જે કરે તે બધું બંઘન છે, ઝેર છે. એ શું છે? કંઈ કહો તો ખરા ? આ જીવને મનુષ્યભવ હોય તો સાંભળે; કાગડા, કૂતરા કંઈ સાંભળે ? સત્સંગ કર્યો નથી, બોઘ સાંભળ્યો નથી. ખામી છે આની. આ જીવે જે કરવાનું છે તે કર્યું નથી. શું કરવાનું છે ? તો કે આત્માને ઓળખો. એને નથી જાણ્યો. અમે ઘણા ફેરા કહીએ છીએ. આ જગા ઉપર બેઠા છીએ તો આટલું ભાળીએ છીએ. અહીંથી સાતમા માળ ઉપર હોય એ કંઈ
32.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org