________________
૪૯૬
ઉપદેશામૃત જ્ઞાની પુરુષ પાસેથી જે કંઈ સ્મરણ કે સાઘન થોડું પણ મળ્યું હોય તેટલું શ્રદ્ધા રાખી કર્યા કરે તો તેનું ફળ કોઈ જુદું જ આવશે, ઠેઠ લઈ જશે. બહુ પુણ્ય કેરા પુંજથી' એ પદ જીવે વિચારવું.
બ્રહ્મચર્ય વ્રત આવ્યું તો મનુષ્યપણાનું સફળપણું છે. તે વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ, દ્રષ્ટિરાગ કે પ્રસંગ કરવા નહીં; જાગ્રત રહેવું. કદી એ વ્રત લઈ ભાંગવાનો પ્રસંગ આવે ત્યારે પેટમાં કટાર મારી કે ઝેરનું પવાલું પીને મરી જવું, પણ વ્રત ભાંગવું નહીં–આટલો ટેક રાખવો. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય. આ વ્રત પાળવાથી પાત્રતા, સમકિત, વગેરે આવશે; કેમકે, તમને ખબર નથી પણ જેની સાક્ષીએ વ્રત લીધું છે તે પુરુષ સાચો છે, માટે દુઃપચખાણ નથી પણ સુપચખાણ છે—જાણીને આપેલું છે. લક્ષ એક આત્માર્થનો રાખવો. - કૃપાળુદેવનું વચન છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. ઉપદેશ, સત્સંગ જેવું સંસારથી તરી જવાને બીજું કોઈ સાધન નથી. સત્સંગના યોગે તિર્યંચગતિના જીવો પણ સપુરુષના બોઘે દેવગતિ પામી, સમકિત પામી મોક્ષપ્રાપ્ત થયા છે, તેવી શાસ્ત્રમાં કથાઓ છે. માટે જીવને સત્સંગ જ કર્તવ્ય છે. તેથી સમકિત આવે છે અને મોક્ષ પણ થાય છે. સત્સંગ પ્રાપ્ત થયા છતાં જીવને તે સત્સંગની ઓળખાણ થઈ નથી. તેનો જીવે વિચાર કર્યો નથી. વિચાર કરી નિશ્ચય કર્યો નથી કે આ જ આત્મા છે. જીવે શ્રવણ કરી તે વચનોનું પરિણમન કર્યું નથી; નહીં તો ફળ આવ્યા વિના રહે નહીં. ખામી યોગ્યતાની છે.
તા. ૯--૩૬ આત્માની ઘાત કરનાર આરંભ અને પરિગ્રહ છે. આ જગતમાં કંઈ નથી. એક આત્માની ઓળખાણ કરવાની છે. છોકરાં ન હોય તો તેની ઇચ્છા, ઘન ન હોય તો તેની ઇચ્છા, ઘણી ન હોય તો ઘણીની ઇચ્છા રાખ્યા કરે છે. સુખ-દુઃખને જાણનાર આત્મા છે. બંઘ અને મોક્ષ પણ તેથી થાય છે. આરંભ અને પરિગ્રહથી જીવનું ભૂંડું થયું છે. જીવ માત્ર આથી અટક્યો છે. તેની ઇચ્છા છે, માયા છે એ મૂકવા જેવી છે. તે ઘણી હાનિ કરનાર છે. જેને આરંભ અને પરિગ્રહ ઉપર મમતા અને મૂછ છે તે ઘણો દુઃખી છે. આટલા મનુષ્યભવમાં ચેતવા જેવું છે. વાની મારી કોયલ છે. પંખીનો મેળો છે. “મારા બાપ, મારી મા, મારું ઘન, મારું કુટુંબ” એ માયા છે. ભૂંડામાં ભૂંડી તૃષ્ણા છે.
“ક્યા ઇચ્છત ? ખોવત સર્બ, હૈ ઇચ્છા દુઃખમૂલ;
જબ ઇચ્છાકો નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” ઇચ્છાનો નાશ કરવાનો છે. સમજણ હોય તો ભવનો નાશ થાય છે. તેનું ભાન નથી. જેને માટે પોતે મોહ-મૂછ કરી દોડાદોડ કરી રહ્યો છે તે જવાનું છે તેનું ભાન નથી. આ બધી વાત અણસમજની છે. જન્મ-જરા-મરણનાં વઘારે દુઃખ છે. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org