________________
ઉપદેશસંગ્રહ-૬
૪૯૫ આત્મસિદ્ધિ,” ભક્તિભજન તો કર્યા પણ ક્યારામાં પાણી ન ગયું, બહાર ઢળી ગયું. એ હવે કેમ કહેવાય? કાણાને કાણો કહે તો ખોટું લાગે. શ્રદ્ધા પ્રતીત કરવી. આ જ રસ્તે સર્વનું કલ્યાણ છે. ભિખારીની પેઠે ઠીબધું લઈ ફરે છે. પણ એ ફેંકી દેવું પડશે. સારું ભાજન હોય તો એમાં સારી વસ્તુ રહે. ખરાબ ભાજન હોય તો તેમાં સારી વસ્તુ નાખે તો પણ ખરાબ થઈ જાય. માટે ભાજન સારું રાખવું. હીરાનો હાર હોય તે બાળકનાં હાથમાં આવે તો તેને ચોળે, તોડે અને રમે; કારણ એને એની કિંમત નથી. તેમ આત્મસિદ્ધિમાં મહા ચમત્કાર છે; પણ જીવે સામાન્ય કરી નાખ્યું છે. ભણ્યા ન હો તો ભણવું તો પડશે જ. સ્વચ્છેદે જે થયું છે તે જ જીવને બંધન છે; તે મૂકવું પડશે; પુરુષાર્થ કરવો પડશે. દાળ ઓગળે નહીં ત્યારે અંદર કંઈ નાખે એટલે ઓગળી જાય, તેમ અંદર કંઈ નાખવું પડશે. કર્યું થશે. ખાય તો જ ઘરાય. ન ખાય તો શું ઘરાય ? “ભક્તિ ભક્તિ કરે છે પણ ફેર છે. સમજીને ભક્તિ કરવી. પોતાની સમજે કરશો તો કંઈ વળશે નહીં, માટે સપુરુષની સમજે કરશો તો જરૂર ફળ મળશે. બીજું બધું બંધન છે, માયા છે; એ કરવા જેવું નથી. આ કંઈ પોપાબાઈનું રાજ નથી.
એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે;
થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે.” બધે દગો છે. માટે આત્માના થઈ જાઓ. એક સોય પણ સાથે જાય તેમ નથી. હરણિયાં હોય છે તે પારધીના વાજિંત્રમાં લયલીન થઈ જાય છે ત્યારે પારથી તેને બાણથી મારે છે. તેમ આ જીવ સંસારમાં લયલીન થઈ મરણને શરણ થાય છે.
આબુ, તા.૧૦-૬-૩૫ પરદેશ જાય ત્યાં ભાવું હોય તો ખાય; નહીં તો શું ખાય! તેમ મનુષ્યભવ પામી પૂર્વનું ભાથું ખાય છે. તે થઈ રહ્યા પછી શું ખાઈશ? માટે કંઈ કરી લેવું જોઈએ. કરેલું અલેખે નહીં જાય. અવસર આવ્યો છે. સમયે સમયે મરી રહ્યો છે. ભૂલ માત્ર અજ્ઞાનની કાઢવી છે. ક્ષણે ક્ષણે જાગ્રત રહેવાની જરૂર છે.
સત્સંગમાં ભક્તિમાં કોઈ ગાંડો ઘેલો જ્ઞાનીનાં વચનો બોલતો હોય કે પત્ર ફેરવતો હોય તો કાન દઈ સાંભળવાં. એવાં કયાં ઘન્ય ભાગ્ય હોય કે તેનું વચન આપણે કાને પડે? તે સાંભળવું મહા લાભનું કારણ છે. પણ આ જીવ બીજી બહારની વાતો કાન દઈ સાંભળીને રાગ-દ્વેષ કરી કષાયનાં નિમિત્ત ઊભાં કરી પાપ બાંધે છે.
સ્ત્રીઓ પાણી ભરવા જાય ત્યાં બેડું માથા ઉપર મૂકીને બીજી વાતોમાં કલાક સુધી ખોટી થઈ રહે; પણ સત્સંગમાં આવે ત્યાં બેસવું ગમે નહીં અને અરુચિ થાય. ભણવામાં, શીખવામાં આળસ, પ્રમાદ થાય કે કંટાળો આવી જાય. તે વખતે ગમે તેમ કરીને પણ પ્રમાદ, આળસ ન થવા દેવાં. મનુષ્યભવનો એક સમય પણ રત્નચિંતામણિથી અધિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org