________________
४८४
ઉપદેશામૃત “જાણ આગળ અજાણ થઈએ, તત્ત્વ લઈએ તાણી;
આગલો થાય આગ, તો આપણે થઈએ પાણી.” આત્માની વાત કાઢી હોય તો તે થાય અને બીજી વાત કાઢી હોય તો તે નીકળે; માટે જેટલી કાળજી સંસારની રાખે છે તેટલી કાળજી આત્માની રાખે તો જન્મમરણ ટળે.
આબુ, તા.૪-૬-૩૫ કર્મરૂપી વાદળાં ગોટેગોટ આવે છે ત્યાં સુધી અંધારું; પણ વાદળાં ખસી ગયાં એટલે અજવાળું. સત્સમાગમ થાય, એટલે કર્મરૂપી વાદળાં ખસી અજવાળું થાય. જ્ઞાની પુરુષો કહે છે કે આત્મા સૌથી છૂટો છે, બંઘાયેલો નથી. પણ અન્ન એવા ઓડકાર આવે છે. નવરો બેઠો બેઠો કલ્પના કર્યા કરે છે. કલ્પનાનો કોથળો છે. બધું ખોટું છે; એ માનવા જેવું નથી. જ્ઞાની જે બોલે તે માન્ય, પ્રમાણ છે. જે મળ્યું તેનાથી સંતોષ રાખવો. દેહનો નાશ થશે, પણ આત્માનો નાશ નહીં થાય. માટે આત્માની ઓળખાણ કરવી. બીજું બધું તો અનંતી વાર જોયું. સારમાં સાર શું છે? રાજા હો કે રંક હો, પણ સારામાં સાર ભક્તિ છે. એ હારે જશે. બીજું બધું તો પંખીના મેળા જેવું છે. તો બીજું કંઈ જોવું નહીં. જ્યાં લગી આત્માને જાણ્યો નહીં ત્યાં સુધી બધી સાઘના જૂઠી છે. લાખો કરોડો રૂપિયા મળે પણ આ નહીં મળે. રાજા હો કે રંક હો પણ બધા આત્મા સરખા છે. આખરે સર્વને દેહ મૂકવો પડશે; કોઈનો રહ્યો નથી. માટે જ્ઞાનીનું એક વચન પણ પકડી લેવું; તો કામ થઈ જશે. ઘરડો જુવાન, નાનો મોટો એ તો પર્યાય છે. મોહ અને અજ્ઞાન એ દુઃખ દે છે. એ જ મારું ઘન, મારી સ્ત્રી, મા, ઘર, વગેરે કરાવે છે. એ તો માયા છે માટે ચેતજો. અવસર આવ્યો છે. પકડે એના બાપનું છે. હૈયે તે હોઠે આવશે. માટે આત્માની ભાવના રાખવી; તો કર્મની કોડ આપશે. આ જ્ઞાનીનાં વચન છે. જ્ઞાની આનું ભલું થાય, આનું ભૂંડું થાય એમ ઇચ્છતા નથી; સર્વનું ભલું જ ઇચ્છે છે.
આબુ, તા.પ-૬-૩૫ જીવને દુઃખ, દુઃખ ને દુઃખ છે. સુખ ક્યાંય નથી. પગ મૂકતાં પાપ છે; જોતાં ઝેર છે. બધું વાંકું, વાંકું ને વાંકું છે; સીધું કશું નથી. વિધ્ર ઘણાં છે. વિશ્વામિત્રે યજ્ઞ કર્યો ત્યારે રાક્ષસોએ વારે વારે વિધ્ર કરી યજ્ઞ નિષ્ફળ કર્યો. પણ જ્યારે રામ આવ્યા ત્યારે બધું સફળ; એ જ રામ છે. જ્યાં સુધી દિવસ ઊગ્યો ન હોય ત્યાં સુધી અંધારું જ રહેશે. જ્યારે દિવસ ઊગશે ત્યારે અજવાળું થશે. જીવને સ્ત્રી-પુત્ર, ઘનમાલ, કુટુંબ-પરિવાર મળ્યાં એટલે એ સુખ માની બેસે કે બસ થયું. પણ એ તો દુઃખ, દુઃખ ને દુઃખ છે. શ્રેણિક રાજા જંગલમાં ઘોડે બેસી ફરવા ગયા. ત્યાં એક મુનિનું વચન સાંભળ્યું એટલે બધું ફરી ગયું. દી ઊગ્યો; અંઘારું મટી અજવાળું થઈ ગયું, સમકિત થયું. કોને કહેવું? અને કોને સંભળાવવું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org