________________
ઉપદેશસંગ્રહ-૬
૪૯૩ સમજાય તેને તે રિદ્ધિ-સિદ્ધિનું કામ નથી. પણ એ અપૂર્વ વચનો છે, વિશ્વાસ કરવા યોગ્ય છે. ભલે મને ન સમજાય, પણ પરમકૃપાળુદેવને તો સમજાયું છે ને ? એટલો વિશ્વાસ તો અવશ્ય કર્તવ્ય છે. “કર વિચાર તો પામ,” એમાં સર્વ ક્રિયા-જ્ઞાન માત્ર આવી જાય છે. પણ તેનું માહાસ્ય લાગવું જોઈએ. વિચાર થવો જોઈએ. શું કહીએ? યોગ્યતાની ખામી છે. છતાં કહેવામાં તે પુરુષે કચાશ રાખી નથી.
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ,
નહિ ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ.” આત્માનું સુખ અનંતું છે. જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં,—એ સુખનો સ્વાદ આવવો જોઈએ. તે વિષે પ્રથમ સપુરુષ દ્વારા શ્રવણ થાય તો પણ મહા ભાગ્ય ગણવું જોઈએ. એ વાત બીજે કયાં મળે ? સત્સંગમાં જ આત્માની વાત થાય. કંઈ પૈસાટકાની પેઠે આ બોઘનો લાભ જણાતો નથી, દેખાતો નથી, પણ જ્ઞાની જાણી રહ્યા છે. પૈસા તો માટી છે, અહીં જ પડી રહેવાના છે. પણ આત્માનો ઘર્મ આત્માની સાથે જનાર છે, માટે તેની ઘણી કાળજી રાખી સાંભળ્યા કરવું. સાંભળતાં સાંભળતાં આત્મસ્વરૂપનું ભાન થશે. કંઈ ગભરાવા જેવું નથી. “કંઈ ગમતું નથી. ચાલો ઊઠી જઈએ, જતા રહીએ,” એમ કરવા યોગ્ય નથી. ગમે તેટલાં કષ્ટ પડે તો પણ તે વિષેની વાત સાંભળવી ઘટે છે; શાતાઅશાતા તો કર્મ છે, તેનાથી કંઈ ગભરાવું નહીં. એ આપણું છે જ નહીં, સર્વ જવાનું છે; આત્માનો કદી નાશ થવાનો નથી. તેની ઓળખાણ કરી લેવાની છે, સત્સંગે તે થાય છે.
સહજ મિલ્યા સો દૂઘ બરાબર, માગ લિયા સો પાણી; ખેંચ લિયા સો રક્ત બરાબર, ગોરખ બોલ્યા વાણી.”
આબુરોડ, સં. ૧૯૩૫ હવે જોગ આવ્યો છે. માટે આત્માનો વિચાર કરવો. હું આત્મા છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ બધું આત્મામાં છે. આત્મા અજર, અમર, અવિનાશી શાશ્વતો છે. આત્મા સ્ત્રી, પુરુષ, નપુંસક કોઈ નથી, તેથી જુદો છે. આવો જોગ મળવો દુર્લભ છે. જો જીવ ચેતે અને ઘાર્યું હોય તો આત્માને પણ પ્રાપ્ત કરે. બહુ પુણ્યકેરા પુંજથી આ મનુષ્ય દેહ મળ્યો છે. “જન્મ, જરા અને મરણ; જન્મ, જરા અને મરણ” રૂપી સંસાર છે. તેમાં રાગ-દ્વેષ થયા કરે છે. ઘન, પૈસો, સ્ત્રી–કોઈ રહેવાનું નથી.
આ ભવચક્રનો આંટો શાથી ટળે? આશા તૃષ્ણા ટળે કે નહીં? આ મનુષ્યભવમાં જન્મમરણ વઘાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે. શાથી? તો ભાવથી. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. કોઈ વાતે મુઝાવું નહીં. સમજણની જરૂર છે. અપૂર્વ સામગ્રી મળી છે. માટે લહાવો લઈ લેવા ચૂકવું નહીં. આખો લોક ત્રિવિઘ તાપથી બળી રહ્યો છે. તેમાંથી બચવું હોય તો સત્સંગ અને સદ્ધોધ જોઈએ. અધિકારીપણું હોય અને ભેદી મળે તો માર્ગ બતાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org