________________
૪૯૨
ઉપદેશામૃત કહી શકે. આપણાથી “આત્મા છે' એમ જાણ્યા વગર ન કહી શકાય. પણ જ્ઞાનીએ જાણ્યું છે એ શ્રદ્ધાએ કહે તો વાંધો નથી. બ્રહ્માગ્નિ છે ત્યાં બધું બળી જાય છે; કર્મો નાશ પામે છે. ઉપયોગ, વિચાર જો આત્મા પર ગયો તો કરોડો કર્મ નાશ પામે છે. આ મુનિએ તો બધું કરી લીધું છે. ક્ષમાપના પણ સર્વ જીવ પ્રત્યે માગી લીઘેલી છે. સારા વખતમાં કરી લેવું. પરવશતાએ કંઈ થશે નહીં.
શ્રાવણ વદ ૦)), સં. ૧૯૮૮ આત્મા ત્રણ લોકમાં સાર વસ્તુ છે. આત્મા શા વડે ગ્રહાય? ઉપયોગ વડે ગ્રહાય. આત્મા જ્ઞાનીએ જાણ્યો તે માટે માન્ય છે. આ શ્રવણ, બોઘ પ્રત્યે અવિચલ શ્રદ્ધા રહેશે તેનું કલ્યાણ છે.
પર્યાયવૃષ્ટિ એટલે દેહ, વચન, મન અને તેથી પ્રહાયેલ પૌલિક ભાવ, તે હું નહીં. પર્યાયવૃષ્ટિ છોડવી.
પર્યાયવૃષ્ટિમાં ઉપયોગ પરોવાય તે સમયે દેહાદિ તજી મરવું સારું છે. અને ઉપયોગ આત્મવૃષ્ટિ ઉપર જતો હોય તો દેહને રત્નના કરંડિયા સમાન ગણી સાચવવા યોગ્ય છે.
ઘર સળગવા લાગે તે વખતે વિચક્ષણ પુરુષ સારી વસ્તુ બહાર કાઢી લઈ બાકી ન બચાવાય તે બળી જવા દે છે; ને અણસમજુ જીવો નજીવી વસ્તુઓ કાઢી લેવા પ્રયત્ન કરે છે. તે દૃષ્ટાંતે આ મનુષ્યદેહ છે તે ક્રોધાદિ ભાવથી બળતો છે અને ક્ષણભંગુર છે. તો તેમાંથી રત્નત્રયરૂપી ત્રણ રત્ન સાધ્ય કરી લેવા યોગ્ય છે.
કંઈ ન સમજાય તો મારા ગુરુએ કહ્યું તે માટે માન્ય છે, એમ ઉપયોગ રાખવો. અંજન આદિ ચોર મહાપાપના કરનારાઓનો પણ તે શ્રદ્ધાથી ઉદ્ધાર થયો હતો; માટે વચન પ્રત્યે અડગ પ્રતીતિ રાખવી.
*
નવસારી, મે, સં.૧૯૩૩ આસ્રવમાં સંવર થાય એવી કોઈક રમત જ્ઞાની પુરુષ પાસે છે. તે જે જે જુએ, જે જે કંઈ કરે ત્યાં પ્રથમ આત્મા જુએ છે. તેના વિના તરણાના બે કટકા પણ થઈ શકે તેમ નથી. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે આત્માને મૂકીને કંઈ થતું નથી. મારી નાખ આત્માને, તે મરી શકશે? માત્ર ઓળખાણ નથી. ઝવેરીને હીરાની ઓળખાણ છે તો તેની કિંમ્મત સમજાય છે. કઠિયારાના હાથમાં રત્નચિંતામણિ આવે તો તેને પણ કાંકરો જાણીને ફેંકી દે છે. રત્નચિંતામણિ તો આ મનુષ્યભવ છે. આવો યોગ પુણ્યાનું ફળ છે, તે પણ જોઈએ. પુણ્યાઈ છે તો અત્યારે આ નિવૃત્તિના યોગે આત્માની વાત કાનમાં પડે છે અને પરિણમે છે. પરિણામ પરિણામમાં પણ ઘણા ભેદ છે. ભાવ અને પરિણામ વારંવાર કહીએ છીએ તે વિચારવા યોગ્ય છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર બહુ અમૂલ્ય છે, રિદ્ધિ સિદ્ધિઓ અને ચમત્કારોથી ભરેલ છે ! પણ સમજાય કોને? અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org