________________
ઉપદેશસંગ્રહ-૬
૪૯૧ શ્રાવણ સુદ ૧૪, સં. ૧૯૮૮, સાંજના સાડા સાતે
[મુનિશ્રી મોહનલાલજીની માંદગી વખતે સહજાત્મસ્વરૂપ પરમગુરુ,” સહજાત્મસ્વરૂપ પરમગુરુ,
સહજાત્મસ્વરૂપ પરમગુરુ,” આત્મા છે, ભિન્ન છે, ટંકોત્કીર્ણ છે, અસંગ છે. જડ તે જડ છે; ચેતન તે ચેતન છે.
જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ;
કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ.” કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. વેદની વેદનીના કાળે ક્ષય થાય છે. મોક્ષ છે. નિર્જરા જ થાય છે. આત્મા શાશ્વત છે, ત્રિકાળ જ રહેશે.
સહજાત્મસ્વરૂપ પરમગુરુ,” ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ,” ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ,”
રાતના સાડાદસ પ્રભુશ્રી–સાંભળી શકાય છે કે કેમ ? મુમુક્ષુ સાંભળી શકે છે. બહુ ભાન છે. પ્રભુશ્રી–
સહજાત્મસ્વરૂપ પરમગુરુ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ,”
સહજાત્મસ્વરૂપ પરમગુરુ.” ઉપયોગ છે તે આત્મા છે. વિચાર છે તે આત્મા છે. ઉપયોગ છે, વિચાર છે તે આત્મા છે. ઉપયોગ, વિચાર છે તે જો નિશ્ચયનયે આત્મા પર જાય તો કોટિ કર્મનો ક્ષય થઈ જાય છે. માટે તે ઉપર લક્ષ રાખવું. અથવા પુરુષ મળ્યા હોય, બોઘ થયો હોય, ભાન થયું હોય તો તેને કંઈ અડચણ નથી. વેદની મહા દુઃખ જન્મજરામરણનું છે. વેદની વઘુ આવવાનું કહીએ તો આવે તેમ નથી અને ઘટી જાય એમ કહેવાથી ઘટી જાય એમ નથી. માટે રાગ-દ્વેષ કરવા નહીં. એ તો ભિન્ન જ છે. પુરુષનો બોઘ, તેની આજ્ઞામાં રહેવું. ન પળાય તો મારા કર્મનો દોષ છે, પણ સત્પરુષે જાણ્યો છે તેવો જ મારો આત્મા છે. એમ શ્રદ્ધા, માન્યતા હશે તો પણ તેનું વણાગ નટવરના દાસની પેઠે કામ થશે. આ જગા જુદી છે. ઘણાનાં કામ થઈ જશે. બાકી સંસારમાં તો “તમે જાઓ, અમે આવીએ છીએ,” “ઊભો તે પડવાનો. મતલબ કે બઘાને મરણ તો છે જ. માટે પર્યાયવૃષ્ટિ ન રાખવી. આ બઘા પર્યાય જ છે. પ્રકૃતિ-સ્વભાવ છે, તે ઉપર જોવું નહીં. ઉપયોગપૂર્વક, વિચારપૂર્વક જોવું. બાકી ખરેખરું તો જ્ઞાની જ જાણે છે અને તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org