________________
૪૯૦
ઉપદેશામૃત શ્રદ્ધા રાખીને આજ્ઞા ઉપાસવી. આ સંજોગ-સંબંઘ સ્ત્રી-પુત્ર, માતા-પિતા, ભાઈ આદિ સર્વ પર્યાય છે (કર્મજન્ય પદ્ગલિક અને વૈભાવિક પર્યાય છે) અને નાશવંત છે. માટે તે કોઈ મારાં નથી. મારા તો એક સસ્વરૂપી પરમ કૃપાળુદેવ છે, અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તેવો સહજાન્મસ્વરૂપી એક આત્મા જ છે. તે સહજત્મસ્વરૂપ આત્મા છે, નિત્ય છે, એ આદિ છ પદ જે પરમ કૃપાળુદેવે કહ્યાં છે તે સ્વરૂપવંત છે. એ મારો છે એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી કે મરણ સમયે આ આજ્ઞા જ માનીશ, બીજું કંઈ નહીં માનું. એ માનવાથી જ, એ માન્યતા રહેવાથી તે સાથે જે મરણ છે તે સમાધિમરણ છે. જ્ઞાન-દર્શનચારિત્રમય સહજત્મસ્વરૂપ આત્મા એ જ આપણો છે, એમ માનવું. જીવ પોતાની મેળે શ્રદ્ધા, ભાવના કરે એના કરતાં આ તો સાક્ષી થઈ, અમારી સાક્ષીયુક્ત થયું.
એક ચક્રવર્તી રાજા હોય તો તે જીતી શકાવો અઘરો છે, તો આ તો ચાર ચક્રવર્તી ક્રોધ, માન, માયા, લોભરૂપ–રાજ ચલાવી રહ્યા છે. તે કષાય અને વિષયરૂપી કર્મરાજાની અનીતિ સામે ખરો સત્યાગ્રહ કરવાનો છે. અને તે વિષય-કષાયથી જુદું મારું સ્વરૂપ તો પરમકૃપાળુદેવે જે કહ્યું છે તે આજ્ઞા સહજાત્મસ્વરૂપ જ છે, એમ સમયે સમયે દૃઢ શ્રદ્ધાપૂર્વક વર્તવું અને તેમ કરતાં જે કંઈ આવે તે સહન કરવું. સહનશીલતાનો માર્ગ છે, અને એ પ્રકારનો સત્યાગ્રહ તે ખરો સત્યાગ્રહ છે, અને તે કરવાનો છે. આપણે આ સત્યાગ્રહમાં સ્વયંસેવક તરીકે નામ નોંઘાવવાનું છે. ખરો આત્મકલ્યાણરૂપ આ સત્યાગ્રહ કરો. પરમકૃપાળુદેવ પ્રબોધિત આજ્ઞા સહજાન્મસ્વરૂપ એ જ આત્મા છે અને તે જ મારો છે, એમ ભાવના, દ્રઢ શ્રદ્ધા પરિણામ કરો.
પાંચ સમવાય કારણ મળે ત્યારે કાર્ય-નિષ્પત્તિ થાય છે, અને તેમાં પુરુષાર્થ શ્રેષ્ઠ છે. માટે પુરુષાર્થ એ કર્તવ્ય છે. આજ્ઞા ઉપાસવી અને તેમ કરતાં સદા આનંદમાં રહેવું. મારું સ્વરૂપ તો જ્ઞાન-દર્શનચારિત્રમય આત્મા એ જ છે. અને તેનાથી અન્ય છે તે વિનાશી છે, તો તેનો ખેદ શો ? માટે ખેદ ન કરતાં સદા આજ્ઞામાં લક્ષ-ઉપયોગ રાખી વર્તતાં આનંદમાં રહેવું. આ જ કરવું છે એમ નિશ્ચય કરવો. અને આ જ ખરું વ્રત છે. આજ્ઞામાં ઉપયોગ, તેની ઉપાસના એ જ ખરું વ્રત આરાઘવા યોગ્ય છે. અનંતા જ્ઞાની જે થઈ ગયા છે તેનો બઘાનો આ જ માર્ગ છે, આ જ આજ્ઞા છે; અને તે જ પ્રત્યક્ષપણે પરમકૃપાળુદેવે જણાવી છે. માટે પરમકૃપાળુદેવની આજ્ઞા આરાધતાં સર્વ જ્ઞાનીની ઉપાસના આવી જાય છે.
આ બરાબર સ્મરણમાં રાખશો; ઉપયોગમાં રાખશો અને એ જ માન્યતા એવી તો દ્રઢ કરવી કે મરણ સમયે તે જ આપણને હો ! એ જ લક્ષ રાખવો. આ રોજ પ્રત્યે સંભારશો, વિચારશો. અમારી આ જ તમને સૂચના છે; અને એ જ કરવાનું છે. આ કોઈ પુરાણપુરુષની અત્યંત કૃપા છે.
“કાલ સ્વભાવ ઉદ્યમ નસીબ, તથા ભાવિ બળવાન; પાંચે કારણ જબ મિલે, તબ કાર્યસિદ્ધિ નિદાન.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org