________________
ઉપદેશસંગ્રહ-૬
૪૮૯
એમ થતું હતું અને આજે અવકાશ મળતાં બોલાવ્યા છે. આ અમે કહીએ છીએ તે બરાબર લક્ષમાં રાખશો. દિન પ્રતિદિન, સમયે સમયે ઉપયોગમાં રાખશો. એ જ કરવાનું છે. આ બધું આજે ન સમજાય, પણ શ્રદ્ધા છે તેથી માન્ય રાખવાનું છે; અને તે આગળ ઉપર અવસરે સમજાશે.
શ્રી મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને આજ્ઞા કરી હતી કે જાઓ, અમુકને આમ કહેજો. પરમકૃપાળુદેવે સૌભાગ્યભાઈને કહીને મોકલ્યા કે મુનિને આ પ્રકારે કહેજો. એમ અમને પરમકૃપાળુદેવે નથી કહેલ કે તમે આ પ્રમાણે કહેશો. (આ વ્યક્તિગત વાત છે. કૃપાળુશ્રીએ પત્રોમાં તો સામાન્યપણે ‘આમ આત્માર્થીને કહેવું, આ પ્રકારનો ઉપદેશ કર્તવ્ય છે' આદિ જણાવેલ છે જે ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ જોતાં સમજાશે.) પરંતુ આજ્ઞા કોઈ જીવાત્માને પ્રત્યક્ષ પુરુષથી સ્વમુખે પ્રાપ્ત થઈ હોય છે; કોઈને પ્રત્યક્ષ પુરુષના કહેવાથી કોઈ અન્ય જીવાત્મા આજ્ઞા કરે છે અને કોઈ જીવ પ્રત્યક્ષ પુરુષથી પ્રાપ્ત આજ્ઞાને આરાધતા જીવાત્માને જોઈ ‘તે આરાધક સાચા પુરુષની સત્ય રીતે આજ્ઞા ઉપાસે છે' એવા વિશ્વાસથી તદનુસાર તે પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા-આરાધકને થયેલ આજ્ઞા પોતાના આત્માને હિતકારી જાણી તે આરાધક પાસેથી જાણી, સમજી ઉપાસે છે; જેમકે વણાગ નટવરને પ્રત્યક્ષ પુરુષથી આજ્ઞા પ્રાપ્ત થયેલ અને તેની તે ઉપાસના જોઈ, વણાગ નટવર સાચા પુરુષની સાચી રીતે આજ્ઞા ઉપાસે છે એવી શ્રદ્ધાથી, તેનો દાસ ‘આ વણાગ નટવર જે અને જેમ ઉપાસે છે તે મને હો ! હું કાંઈ સમજતો નથી' એમ વિચારતો થકો આજ્ઞા-આરાધક થઈ કલ્યાણને પ્રાપ્ત થયો. આ પ્રમાણે અમને જે પરમકૃપાળુદેવે આજ્ઞા કરી છે અને જે અમે આરાધીએ છીએ, જેની અમને દૃઢ શ્રદ્ધા છે તે અમે તમને આજે સ્પષ્ટ અંતઃકરણે ખુલ્લા શબ્દોમાં કહીએ છીએ; કારણ કે અમારાં વચન ઉપર તમને વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે આ જે પોતે આરાધે છે તે જ કહે છે. પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રત્યે પરિણામપૂર્વક દૃઢ શ્રદ્ધાથી ઉપાસના કરશો તો કલ્યાણ જ છે. એ આજ્ઞા તે ‘સહજાત્મસ્વરૂપ’ એ છે; અને એ જ આત્મા છે, એમ દૃઢ શ્રદ્ધા રાખવી. આ તો સાંભળ્યું છે, એમાં બીજું નવું શું છે ? એ પ્રકારના વિકલ્પથી સામાન્યપણામાં ન કાઢી નાખતાં, આમાં કોઈ અલૌકિકતા રહી છે એમ માની દૃઢ શ્રદ્ધાથી આરાધન કરવું.
મરણ તો સર્વને જ; દેહ ધર્યો ત્યારથી જ મરણ છે અને મરણ સમયની વેદના પણ અસહ્ય હોય છે. ભલભલા ભાન ભૂલી જાય છે. તે વખતે કંઈ પણ યાદ આવી શકતું નથી. માટે અત્યારથી જ તેની તૈયારી કરી રાખવી કે સમાધિમરણ થાય. ‘મરણ અવસરે મને બીજું કંઈ ના હો, આ જ આજ્ઞા માન્ય હો ! હું કંઈ પણ જાણતો નથી, પરંતુ આ જે કહે છે તે જ સત્ય છે અને તે જ આજ્ઞા માન્ય હો !' એમ તૈયારી કરી રાખવી. સમયે સમયે જીવ મરી રહ્યો છે. માટે સમય માત્રનો પણ પ્રમાદ ન કરતાં, ‘સમય ગોયમ મા પમાÇ' એ વાકય યાદ રાખીને સમયે સમયે આજ્ઞામાં પરિણામ કરવાં. મારું તો એ પુરાણપુરુષ પરમકૃપાળુદેવે જે કહ્યું છે તે એક માત્ર ‘સહજાત્મસ્વરૂપ' જ છે, અન્ય કાંઈ મારું નથી. અંતરાત્માથી ૫રમાત્માને ભજાય છે. માટે અંતરથી (અંતરાત્મા થઈ પરમાત્મામાં જેને દૃઢ, સત્ય શ્રદ્ધા છે તે અંતરાત્મા છે) દૃઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org