________________
४८८
ઉપદેશામૃત
પૂના, તા.૨-૯-૨૪ પરમ કૃપાળુદેવે પ્રરૂપેલ સનાતન જૈન વીતરાગ માર્ગની પુષ્ટિ માટે જ આ આશ્રમ છે. આશ્રમ નજીક રહેતા સમજુ મુમુક્ષુઓને સાથે રાખી ટ્રસ્ટીઓને સંભાળવાનું છે કે આશ્રમમાં પવિત્ર સનાતન જૈન માર્ગને આંચ ન આવે. આશ્રમમાં રહેનારે બ્રહ્મચર્ય અવશ્ય પાળવું. સ્ત્રીઓએ એકલાં રહેવું નહીં. વ્યવહારશુદ્ધિ બરાબર રાખવી.
કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની સેવાપૂજા કરવી. અમને તો કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યક્ષ જ છે. તે શ્રી કૃપાળુદેવ સિવાય અમને કશું જ નથી. રોમરોમ તે જ છે. ફક્ત તેના પ્રત્યે જ સર્વેને લઈ જઈએ છીએ.
આ આશ્રમની શરૂઆતમાં અમારી સેવાપૂજા થયેલ, પુષ્પો પણ ચડાવવામાં આવેલ. તે જ વખતે અમને તે ઝેરરૂપ જ હતું. પરમાર્થના હેતુવશાત્ તે ચલાવવામાં આવેલું. વખત આવ્યું દાવ લેવા લક્ષમાં રાખેલું. સંઘ અમારા માબાપ છે, એટલે તેમની પાસે આજે આ જણાવી દઈ અમે છૂટા થઈએ છીએ.
કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના વચનાનુસાર એક માત્ર સનાતન જૈન ઘર્મની પુષ્ટિ આશ્રમમાં થવી જોઈએ. સદાચરણથી કૃપાળુદેવની આજ્ઞાએ ન વર્તવું હોય તો પછી તમારા સ્વચ્છેદે ગમે તેમ આશ્રમમાં વર્તી શકો. આશ્રમ ટ્રસ્ટીઓને સોંપી અમે તો મુક્ત થયા છીએ. સનાતન જેન માર્ગની પુષ્ટિ અર્થે ટ્રસ્ટીઓએ નીડરપણે વર્તવું. કોઈનું પણ અસત્ વર્તન ચલાવી લેવું નહીં. સાધુને પણ સ્ત્રી-પરિચયમાં જોવામાં આવે તો આશ્રમમાં સ્થાન આપવું નહીં.
અમારા દોષ પણ સંઘે અમને જણાવવા. યુવાન અવસ્થામાં અમારાથી થઈ શકે તેટલો ઉત્કૃષ્ટ ત્યાગ સેવેલો છે. વૃદ્ધાવસ્થાને લીધે કોઈ અપવાદ લીધેલ છે. પણ તેને વાસ્તે અમને પશ્ચાત્તાપ જ છે. - આ વ્યવસ્થા કરી હવે અમે એકાંત સેવવા માગીએ છીએ. શ્રી સંઘને વિનંતિ છે કે અમારી આજ્ઞા મળ્યા સિવાય કોઈએ અમારા સમાગમે આવવું નહીં. આશ્રમમાં કેવા પ્રકારનું વર્તન ચાલે છે તેની અમે જ્યાં હોઈશું ત્યાં ખબર પડશે. અને આવવા જેવું જણાશે તો ભાવના રહેશે.
ફાગણ સુદ પૂર્ણિમા, સં. ૧૯૮૬ આજે કોઈ આંતરિક ફુરણાથી, પુરાણ પુરુષની કૃપાથી અમે તમને અમારું અંતર ખોલીને વાત કરવા બોલાવ્યા છે. તે વાત નથી સંસારની કે સ્વાર્થની કે નથી વેપારની; પણ માત્ર આત્મહિતાર્થની, પરમાર્થની છે. આ દેહનો શો ભરોસો ! અવસ્થા થઈ એટલે અમારું અંતર ખોલી આ ખુલ્લેખુલ્લી વાત અમે તમને જણાવીએ છીએ. આ હજુ અમે કોઈને કહી નથી. આ શબ્દો તો પ્રથમ કહેવાયા હોય, પરંતુ જે તે અવસરની પ્રેરણાશક્તિ અને તેનું યોગબળ એ નવું છે. તમને કહેવા યોગ્ય જાણી કહેવા પ્રેરણા થવાથી આજે ચારપાંચ દિવસથી બોલાવું બોલાવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org