________________
४८७
ઉપદેશસંગ્રહ-૬
જેઠ વદ ૩, સં. ૧૯૭૯ અમારે તો સત્ય કહેવું છે. પોતાની મતિએ શાસ્ત્રો વાંચી, મારી મતિમાં આમ આવે છે ને તેમ આવે છે, એમ સમજી ખોટું કરો છો. જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ રહેવું. અમારે તો એક દ્રષ્ટિ રાખવી છે, રખાવવી છે, તેનાથી જરા પણ જુદા પડવું નથી. બધું મૂકી દઈ એક મંત્રનું સ્મરણ કરવું અને શાસ્ત્રો પણ દ્રષ્ટિ વધારવા વાંચવાં. જ્ઞાની પુરુષ સિવાય અન્યને મોઢે ઘર્મની વાત સાંભળવી નહીં. આમ બધે પ્રેમ વેરી નાંખે છે તેને બદલે એક ઉપર આવી જવું.
પૂના, તા.૨-૯-૨૪ અન્ય કોઈના દોષ નહીં જોવા અને માત્ર પોતાના જ દોષ જોવા પ્રત્યે દ્રષ્ટિ રાખવી. કોઈ પણ વ્યક્તિના છૂપા દોષો, છિદ્રો બહાર નહીં પાડવાં. તેમાં મહા જોખમ છે.
કોઈ આચાર્યનો શિષ્ય એક બાઈના પ્રસંગમાં આવ્યો. પોતાને વિકાર થવાથી તે શિષ્યને પોતાની સાથે સંબંઘ રાખવા તે બાઈએ માગણી કરી. પણ શિષ્યના અડગ રહેવાથી બાઈને બેઆબરૂનો ભય થયો અને શિષ્યને કટારથી મારી નાખ્યો અને છૂપી રીતે તેને જમીનમાં દાટી દીધો. આચાર્યને કોઈ રીતે શિષ્યનો પત્તો લાગ્યો નહીં. બાઈને પાછળથી પોતાના કાર્ય માટે પશ્ચાત્તાપ થયો, એટલે આચાર્ય પાસે પ્રાયશ્ચિત્ત લેવા ગઈ. બાઈને બીજે દિવસે આવવા આચાર્યું જણાવ્યું.
શિષ્યનો પત્તો લાગવાનો પ્રસંગ આવ્યો છે એમ કહી બીજે દિવસે બાઈના આવવા વખતે આચાર્ય સંઘવીને આવવા જણાવ્યું. બીજે દિવસે સંઘવી આવ્યો ત્યારે તેને પેટીમાં પૂરી આચાર્ય પેટી પોતાની પાટ પાસે રાખી. પછી બાઈ આવી. પ્રાયશ્ચિત્ત લેવા બાઈએ શિષ્યને મારવાનો પોતાનો ગુનો કબૂલ કર્યો. આચાર્ય તૂર્ત જ પેટી ઉપર હાથ ઠોકી સંઘવીને સાંભળવા ઇશારો કર્યો. સંઘવી–પોતાનો સસરો ત્યાં હોવાની શંકા બાઈને થવાથી તે શરમાઈને ચાલી ગઈ. બાઈએ આપઘાત કર્યો. અપકીર્તિના ડરે તેના સસરાએ, સાસુએ અને પતિએ આપઘાત કર્યો. આમ બઘાના આપઘાતનું પાપ આચાર્યને શિર આવી પડ્યું. આચાર્યે પણ આપઘાત કર્યો.
અન્યનાં છિદ્રો બહાર પાડવામાં આ પ્રમાણે મહા જોખમ છે. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org