________________
ઉપદેશસંગ્રહ-પ
૪૮૫
ઓળખાણ પડી ગઈ છે. આડી વજ્રની ભીંત પડી ગઈ છે. સમિતી પોતાના દોષ, દોષ ને દોષ જુએ છે. તે વિચારે છે કે તે જે કંઈ કરે છે તે બાહ્ય છે, ત્યાં કાંઈ આત્મા નથી, અને બીજા તો જે કંઈ કરે તેમાં અહંભાવ કરે. કેટલો ફેર ? ભાવ, ઉપયોગ એ ન હોય તો મડદાં. એ છે કે નહીં ? ક્યાં આઘો લેવા જવાનો છે !
રોગ આવે, પૈસા જાય, ક્રોધ આવે ત્યારે ઉપાય શો ? સમભાવ, સદાચરણમાં પહેલો સમભાવ. તે પહેલાં વિનય, શ્રદ્ધા, પ્રતીતિ આવવી જોઈએ. રુચિ જોઈશે. રુચિ હોય તો પટપટ ખાવાનું ભાવે છે.
આત્મા છે; ઓળખાણ જોઈએ. તેને પકડતાં આવડવું જોઈએ.
કાળ કહે છે કે હું બધે જાઉં છું, ઇન્દ્રલોકમાં પણ જાઉં છું. પણ સમભાવ આગળ મારું કંઈ ચાલતું નથી.
પ્રતિબંધ કરી બેસે છે, પુદ્ગલમાં ચોટી પડે છે. દૃષ્ટિમાં ઝેર છે. જ્ઞાન હોય ત્યાં વિષયકષાય હોય ? કષાયથી તે જુદો પડ્યો. કષાય તે કર્મ છે; તે તો પડ્યાં છે. તેમાં આત્માને શું ? જ્ઞાનને શું ? ઘણું ભણ્યો હોય, પૂર્વનું જ્ઞાન હોય પણ સકિત ન પણ હોય.
ઘ્યાનમાં રાખવું કે હવે કંઈ અપૂર્વ કરી લેવું. તે એ કે દેહ છે તો આ બધું થયું છે, દેહ જ વૈરી છે, તેથી બધેથી પ્રેમ ઉઠાડી આત્મા ઉપર જોડી દેવો.
લો, સમભાવ, સામાયિક. કેવળજ્ઞાન સુધીનું તેમાં છે. ક્ષમા અને આજ્ઞા પણ જોઈશે.
‘રત્નકદંડ શ્રાવકાચાર'માંથી સમિતિનાં આઠ અંગ, બાર ભાવના, સંલેખના, વગેરે છપાવવા જેવાં છે. હાલના લોકોની મતિ થોડી એટલે થોડામાં સમજાય તેવું તેમાં છે. એમાં મર્મની વાત પણ છે. વાંચ્યું હોય, પર્યાય પડ્યા હોય તો યાદ આવે. મંદવાડ વખતે પડાય નહીં તેવા તેમાં ટેકા મૂક્યા છે. ટેકા હોય તો પડાય નહીં. ર‘સમયસાર'નો પણ અનુવાદ કરવા જેવો છે. અમે બધાં પુસ્તક વાંચ્યાં છે તેમાં આ બે ઠીક લાગ્યાં છે.
અમે તો બધાને આત્મા જોઈએ છીએ. સાત વ્યસનનો ત્યાગ કરવો. ક્ષમાપના, વીસ દોહા, આત્મસિદ્ધિ, છ પદ રોજ ભણવાં, વિચારવાં. પ્રાર્થના બોલતી વખતે એવું નહીં માનવું કે ભગવાન આઘે છે; પણ અહીં પાસે જ છે એવું મનમાં લાવીને બોલવું. વિશ્વાસ રાખવાનો છે. વિશ્વાસ હશે તો કામ થઈ જશે. આ સાચી હુંડી છે, જેવી તેવી નથી. બાહ્ય વેશ જોવો નહીં.
૧. ‘સમાધિસોપાન’માં પ્રભુશ્રીની હસ્તીમાં જ આ છપાયાં છે.
૨. ‘સમયસાર'નો અનુવાદ પણ આશ્રમ તરફથી પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org