________________
४८४
ઉપદેશામૃત આ વાંચી કહેશે, “મને આવડે છે.” ભાવ આત્માનો કરવાનો છે, ઓળખાણ કરવાની ખબર નથી. ભાવ તો આત્માનો, મુદ્દે વાત આત્માની. ભાવ તો ક્યાં નથી ? “છ પદ' નો પત્ર ચિંતામણિ છે. હારે આવે એવું છે, બહુ સરસ છે.
દેહ છે તે કંઈ આત્મા છે ? દેહ તો નિશ્ચયે નાશવંત છે, સંબંઘ છે. દેહ ટકવા માટે જરૂર પડતું કરવું.
દેહમાં આ વેદની છે તે તો કરમ છે, ગુરુના પ્રતાપે આત્માને જાણ્યો તેથી અમને તો કાંઈ લાગે નહીં. આત્માની સાથે દેહને કે વેદનીને કાંઈ લેવાદેવા નથી, જવા માટે છે. દેહ તો સૌનો પડશે જ. કોઈનો રહેશે ? કેટલીય વાર દેહ ઘારણ કર્યા ને કેટલીય વાર પડ્યા. સુખદુ:ખ સૌ કલ્પના છે. જન્મ, જરા ને મરણ તે ચાલતું આવ્યું છે. હાડકાં, ચામડાં, માંસ, લોહી, પરુનું બનેલું આ શરીર તેમાં ‘આ હાથ મારો, પગ મારો, મોટું મારું' એમ “મારું મારું કરી બેઠો છે ને મોહનિદ્રામાં પડ્યો છે.
મુમુક્ષુ છ પદના પત્રમાં મોક્ષનો ઉપાય “સમાઘિ' કહ્યો છે, તે કેમ થશે ?
પ્રભુશ્રી સદ્ગુરુનો લક્ષ રાખવો અને એમનો જે લક્ષ છે તે લક્ષ રાખવો. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.' તે ભાવના રાખવી તો થશે.
એક મુલ્લાં હતો તે એક માણસને રોજ કુરાન સંભળાવવા જતો; પણ નવરાશ ન હોવાથી તે તેને રોજ પાછો કાઢતો. પછી તે માણસ મરી ગયો ત્યારે કબરમાં દાટતી વખતે મુલ્લાં કુરાન સંભળાવવા લાગ્યો. બધા કહે, આમ કેમ કરો છો ? મુલ્લાએ જવાબ આપ્યો : “આજ સુધી તેને ફુરસદ નહોતી તેથી હવે સંભળાવું છું” ત્યારે બધા કહે કે તે તો મરી ગયો છે, ત્યારે મુલ્લાં કહે, “તે તો મરી ગયો છે; પણ તમે તો સાંભળો છો ને ?'
પ્રભુશ્રી (બઘાને) મરણ આવે ત્યારે શું કરવું ? ૧. મુમુક્ષુ-પહેલેથી તૈયારી રાખવી. થોડે થોડે સહનશીલતાનો અભ્યાસ કરવો. ૨. મુમુક્ષુ–લડવૈયો હથિયાર વાપરતાં શીખ્યો હોય તો લડાઈ વખતે કામ આવે.
પ્રભુશ્રી–આ વાત બહુ ગહન છે. આ જીવ સમયે સમયે મરી રહ્યો છે, માટે સમયે સમયે જાગૃતિ રાખવી. એક સમયનો પણ પ્રમાદ ન કરવો. રોજ મૃત્યુ સંભારવું. તેથી મમત્વ ભાવ નહીં રહે. જીવ ઘેરાઈ જશે ત્યારે તો કંઈ નહીં બને.
જેવો ભાવ, શુભ કર્યો તો તે પ્રમાણે થશે અને શુદ્ધ કર્યો તો તે પ્રમાણે થશે. તાત્પર્ય એ કે બઘાથી લઘુ થઈ જવું; વિનય કરવો. ટૂંકો રસ્તો વિનય. વિનયમાં બધું સમાય છે. નમ્યો તે પરમેશ્વરને ગમ્યો. સહનશીલતા અને ક્ષમા એ મોટામાં મોટો ઉપાય છે. ગમે તે થાય પણ ભાવ ક્ષમાનો રાખવો.
સમકિતીનું લક્ષણ શું? અવળાનું સવળું કરે. “મારુંતારું' મૂકે તો સમકિત આવે. સન્મુખ દ્રષ્ટિ જોઈએ. સમકિતી પાસે રાગ-દ્વેષ જતા જ નથી. તેની સમજણ ફરી ગઈ છે. તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org