________________
ઉપદેશસંગ્રહ-૫
૪૮૩ આ બાઈ છે, આ ભાઈ છે, સારું છે, ખોટું છે એ બધો સંબંધ છે. આત્મા તો છે તેમ છે–જ્ઞાનીએ જોયો તેવો છે. પુદ્ગલનો નાશ છે; આત્માનો નાશ નથી.
એમ જાણજો કે વીસ દોહા મહા મંત્ર છે, ચમત્કાર છે ! આ બધું પુદ્ગલ નાશવંત છે, તેમાં મોહ છે. પણ એક મોક્ષની ઇચ્છા રાખવી. મારો દેહ નથી. “આત્મસિદ્ધિ' અને છ પદના પત્રનું મનન કર્યા કરવું. ખૂબ વિચારીને તેનું જ ધ્યાન રાખવું. સદ્ગુરુના કહેવાથી બસ એટલું જ કરવું અને તે જ માન્યતા રહેશે તો સૌ મળશે. એક વીતરાગનો માર્ગ, બીજું નહીં. હું ખાવું છું જે જે કર્યું તે માટે, પણ છૂટવા માટે ને પરમાર્થે.
કરવાની વાત એક જ છે, ઘર્મ, ગુરુગમ છે, કૂંચી હાથ છે, પણ એની કૃપા થવી જોઈએ. કૃપા થઈ તો એ જ. એની કૃપા થઈ તો બસ. પછી કંઈ નહીં. કૃપાળુની કૃપા છે. એ માટે તૈયાર થયા વિના છૂટકો ક્યાં છે? ન થાઓ તો જાઓ; જો થયા તો થઈ ગયું.
આ જીવાદોરી છે. આ કળિયુગમાં વિશ્વાસ અને પ્રતીતિ રાખજો. ખબર નથી, ચમત્કાર છે ! જ્ઞાનીએ કહ્યો તે આત્મા માટે માન્ય છે. એ ખોટી વાત નો'ય. માથે એક ઘણી, ગુરુ કરો. પછી કોણ કહેનાર કે ભૂલવનાર છે ? બસ આટલામાં સમજે તો ઘણી વાત થઈ.
મારો એ જ ગુરુ છે. બીજું બધું મફતિયું છે. એક આત્મા જ મારો છે. એક આત્માની પકડ કરાવવી છે. માન્યાની વાત છે. ન માન્યું તો કંઈ નહીં. ગફલતમાં જાય છે. આ વાત ચમત્કાર છે ! અમે પકડ કરીએ, બીજો ઘણી નહીં–ગુરુ નહીં. ઘણી તો એ એક જ. ગુરુએ કહી તે એક પકડ રાખવી જોઈએ. જે પકડશે એમનું છે. પકડ્યું તો થયું. વજલેપ છે. પકડી તેના બાપની–લાખો કરોડો રૂપિયાની વાત છે. જેમતેમ નથી. ગફલતમાં ન જવા દેવું. સ્મરણ સતત રાખવું.
એક આત્મા સત્ છે. મનુષ્યભવ એ ચિંતામણિ પામ્યા છો. હાડકાં ચામડાં એ આત્મા નથી. આત્મા જ્ઞાનીએ જોયો છે. બીજું બધું ચાલ્યું જશે. અત્યારે કોઈ ઉપાય નથી. એક ભાવ. દીકરો, મા, બાપ, પૈસા, સ્ત્રી વગેરે બધા ઢેખાળા ને રાખનાં પડીકાં છે. કોઈ હારે લઈ ગયું છે? ફકત આત્મા જ છે. બાઈએ ય નથી ને ભાઈએ ય નથી. એ બઘામાં મૂક દીવાસળી ! એક આત્મા જે જ્ઞાનીએ જોયો તે મને માન્ય. “સદ્ધ પરમ ટુવ્હી' એક જ વચન માનવાનું છે, લક્ષમાં લેવાનું છે. તારું માન્યું તે ન માન્યું કરવાનું છે. મારો તો એક આત્મા જ છે, એમ માનવાનું છે.
પણ બોઘ નથી, ગુરુગમની કૂંચી નથી. કોને પૂછે ? ભાને ? પ્રતીતિ નથી, વિશ્વાસ નથી, પકડ નથી. કરવા જેવું છે એક, તે એ કે “બીજું કાંઈ શોઘ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વન્ય જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” આ ચર્મચક્ષુ છે, ભવોભવ ગયા અને નખોદ વાળ્યું એ ચક્ષુએ.
“સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org