________________
૪૮૨
ઉપદેશામૃત છે; પણ ગુરુ કે ચેલો સર્વમાં વસ્તુ ખરી તો આત્મભાવના. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.' આ એક મંત્ર હાથ આવે તો જીવાદોરી. તો શું હાથ નહીં આવે ? એક કરવો આત્મભાવ; મૂકવો પરભાવ. પરભાવથી અનંતા બંઘ અને ભવ કરે છે. ભાવ અને પરિણામ મુખ્ય વાત છે. જેવા ભાવ કરે તેવા પ્રભુ ફળે. ભેદી મળે સિદ્ધિ થાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ અંતરુમુહૂર્તમાં કેવળજ્ઞાન પામ્યા. એક ઓળખાણ નથી તે થવાની જરૂર છે. એક ભૂલ છે મોટી; સત્સંગ, બોઘ અને પકડ નથી. લીંબડી અને ફલાણા સંઘાડા મારા છે એમ ગણે છે. તેનું તેવું ફળ હોય. એ બઘા સંબંધ છે. પહેલી વસ્તુ સમકિત છે. તે વિના “લ્યો ચતુર્ગતિમાંય.” આ તો જ્ઞાની પુરુષના વચન છે. સૌ મહેમાન છે. આત્મા જાણો. “પાવે નહિ ગુરુગમ બિના.” ગુરુગમ' કીધું તે તો ચમત્કાર ! જવા દે, જવા દે, જવા દે. ખબર નથી. મહેમાન છે. વાની મારી કોયલ છે, લૂંટૅલૂંટ પકડ કરવાની છે. “ઉપયોગ એ ઘર્મ, પરિણામ એ બંઘ”, એ આખા ઘર્મનો સાર. સત્સંગ જોઈએ કે નહીં? ગચ્છ, મત, પુસ્તક, ચેલા એ સૌ મળી આવશે. પણ એ નહીં. એક ગુરુગમ; તે વગર નહીં. વિચાર તો ખરો. ખબર નથી. ગુરુગમ શું છે તે જાણવાની જરૂર છે. જાણ્યા વગર છૂટકો નથી. ‘સદ્ધા પરમ દુહા.” માટે સત્સંગ અને બોઘ જોઈએ કે નહીં? ગચ્છ મત કંઈ નહીં. જ્ઞાનીએ “ગુરુગમ' કહ્યું તેની બરોબર પકડ કરવાની જરૂર નથી ? ખામી તે યોગ્યતાની, બઘા સાંભળે છે. યોગ્યતા મેળવ્યા વિના થાય નહીં. આત્માના સમાગમમાં રહેજો. જીવ રૂડા છો.
આત્માને જાણવાની જરૂર છે. સૂઝે એમ કરીને પણ આત્માને જાણવો. ભાવના–બાર ભાવના કર્તવ્ય છે. હવે તો દહાડા પહોંચ્યા છે. ઘણા જીવોને મળી જોયા. કશું હારે આવશે? પૈસાટકા હારે નહીં આવે. અસંગ-અપ્રતિબંધ આત્મા છે. એની રિદ્ધિ શું? અનંત ચતુષ્ટય, અનંત દર્શન-જ્ઞાન-વીર્ય-સુખ, એની રિદ્ધિ છે. સૂઝે એને પૂછો, સૌથી મોટામાં મોટી વસ્તુ તોઆત્મજ્ઞાનથી ઉદ્ધાર છે. ત્યાં શું છે? આત્માને જાણવો છે. અનંત મોક્ષ ગયા તે પ્રથમ સમ્યત્વ વગર નથી ગયા. સમતિ જેવી કોઈ વસ્તુ નથી. સમકિતનાં પાંચ લક્ષણમાં “શમ' કીધું, એમાં તે સુખ કેવું હશે ? ભગવાન પણ વાણીમાં કહી શક્યા નહીં તેવું. શમ આવ્યું સમકિત. જ્ઞાનદર્શન તે કલ્યાણરૂપ છે. જેવો જ્ઞાનીએ જોયો તેવો આત્મા છે. ચેતી લો. એક આત્માને ઓળખો. કામ થશે.
નાસિક, તા.૨૯-૩-૩૬ સંકલ્પ-વિકલ્પ, કલ્પનાથી પર અબાધ્ય અનુભવ છે.
“જો જો પુદ્ગલ-ફરસના, નિશે ફરસે સોય;
મમતા-સમતા ભાવસે, કર્મ બંધ-ક્ષય હોય.” “જબ જાકી જૈસી ઉદે, તબ સોહે તિહિ થાન; શક્તિ મરોરે જીવકી, ઉર્દ મહા બલવાન.”
(સમયસાર નાટક : બંઘદ્વાર, ૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org