________________
ઉપદેશસંગ્રહ-પ
४८१ આંધળો ને અજાણ્યો બરાબર. ભેદી ખાસ બતાવે કે જમણે હાથે જજે, તેમ ભેદી હાથ આવ્યો તો થઈ ગયું. આજનો અવસર તો કોટી કર્મ ખપાવી નાખે. કુદરતનો રસ્તો એવો છે !
આત્મા છે. તેની એક ઓળખાણ કરવી, પકડ કરવાની છે. કર્તવ્ય છે, માન્ય છે, શ્રદ્ધા છે, પ્રતીતિ છે. ખાવું પીવું, બધાં ય સંબંધ–કાંઈ નહીં; એ નહીં. એ બધા હવે પ૨ છે. એ જ છે બાપ. એ જાણવાની જરૂર છે. એટલું જ કર્તવ્ય છે. પણ વિશ્વાસ ક્યાં ? પ્રતીત ક્યાં ? તે ઓળખાણનું ઠેકાણું ક્યાં ? ઓળખાણ ક્યાં ? અનાદિ કાળની ભુલવણી. અમે તો એક માનવા યોગ્ય તે માન્યા છે; જડને ઇષ્ટ માનતા નથી.
તા.૧૯-૩-૩૬
આ જીવને કંઈક ભૂલ છે, અને આંટી આવે છે તે કાઢવી છે. ભૂલ છે, પણ ભણેલ હોય તેને પૂછે તો ઝટ કાઢી નાખે. જીવને એમ થાય કે ‘વાત બહુ સારી કરી, વાહ !' ત્યાં શું આવ્યું ? આત્મહિત. ‘હું કંઈ જાણતો નથી. તે વસ્તુ તો જ્ઞાની જાણે', એવું થાય ત્યાં દ્વાર ઊઘડે ને મનાય. ત્યાં જ આંટી છે. ધન્ય ભાગ્ય કે આ કાળે, આ માર્ગમાં, આ દેશમાં આ જોગ બની આવ્યો ! તે કોઈક વિરલા પુરુષ માટે છે. પૂર્વકૃત તો જોઈએ. તે ન હોય તો ક્યાંથી સાંભળે ? તે બધી જોગવાઈ મળી આવી. જીવ બીજે બધે દોડશે. પણ હજુ કંઈ ખબર છે કે મારે કંઈક સાંભળવું ? જ્યાં રજિસ્ટર થવાનું હોય ત્યાં માન્યતા થઈ ગઈ તો થઈ રહ્યું. કૃપાળુએ મને કહેલું કે તમારે ક્યાં ય જવું નહીં પડે.
‘વાત છે માન્યાની' ‘સદ્ધી પરમ વુજ્જા' આ મનુષ્યભવ ન હોય તો કાગડા-કૂતરાના ભવમાં બને કંઈ? એ તો મહાપુણ્યની જોગવાઈ હોય ત્યારે મળે. મહા આંટી ને ગૂંચવી નાખે તેવું છે.
તા.૧૯-૩-૩૬
શાતા છે, બાંઘેલાં કર્મ છે તે ભોગવવાનાં છે. હવે અવસ્થા થઈ. કાંઈ ગોઠતું નથી. એક આત્મા છે. આપણે એક જ છે—સમભાવ, મૈત્રીભાવ. આ સૌ મૂકીને જતા રહેવાનું છે; સૌ કાલે જતા રહેશે. તમે બધા બહુ રૂડા, સારા છો. તમારા પ્રત્યે એક આત્મભાવ છે. ચમત્કાર છે ! શું? એક કર્તવ્ય છે, જે આ વસ્તુ જીવે જાણી નથી તે, એક જ છે. શું નથી જાણ્યું એ વિચારવું કર્તવ્ય છે. યથાતથ્ય ઓળખાણ નથી પડી. ‘માતારું' મતભેદ મૂકવાના છે. જો તબિયત ઠીક હોય તો વાત વિસ્તારથી એવી કરવી છે કે આ જીવને સર્વ સાથે મેળાપ, અને ‘સર્વાત્મમાં સમદ્રષ્ટિ’ થાય, ‘આ તો મારો અને આ તો તારો,' ‘સારો ને ખોટો' એમ થઈ રહ્યું
31
‘જહાં કલપના જલપના, તહાં માનું દુઃખ છાંઈ; મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org