________________
४८०
ઉપદેશામૃત સવાલ પડ્યા એ સારું થયું અને તે કામના છે. માટે ઊભા થશો તો કામનું. માંદા હોય, કામ હોય તો ખોટી થાય, પણ એક આત્મા માટે કંઈ નહીં. વાઢી નાખે તો પણ એક આત્માનું જ કામ કરવું. વિવાહ માટે, સારું લગાડવા માટે ખોટી થશે. પરણાવવાનું હોય તો નોકરીમાંથી રજા લઈને જઈ આવે, પણ આત્માને માટે ખોટી થાય નહીં. તેની જરાય કાળજી નથી. વાત બહુ સમજવા જેવી છે.
તા. ૧૧–૩–૩૬ આત્માર્થે તો કરવું જ. આત્માનો જ વેપાર–સત્સંગ. આ સંસાર જેવું ખોટું કોઈ નથી. આખું જગત ત્રિવિધ તાપથી બળે છે. સુખ ક્યાં છે? બઘાં તોફાન છે, મહા દુઃખરૂપ છે. અમે તો બીજું કંઈ કહેતા નથી. આત્માની વઘારે સંભાળ રાખજો. આત્માની કાળજી, સમાગમ, પરિચય કરો. છ પદ' નો પત્ર, વીસ દોહા, વગેરે ભણજો. કોઈ સાથે આવશે નહીં. મારો આત્મા જ કામનો, તે એકલો જ કામનો છે. આત્માર્થે કર્યું તે હિતાર્થે કર્યું, તે જ લેખામાં. માટે આત્માને સત્સંગ કરવો ઘટે.
તા.૧૨-૩-૩૬ “આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે?” જ્ઞાનીની વાત જ્ઞાની જાણે. વાત તો સમજવાની છે. વાત તો દશાની છે. મુમુક્ષુ—શાનો લહાવો ? પ્રભુશ્રી બહુ તાકીદથી. મુમુક્ષુએ શું?
પ્રભુશ્રી–પોતાના આત્માનું કંઈક સાઘન કરી લેવું, એ જ. જ્યાં બેઠો ત્યાં આત્મા, આત્મા ને આત્મા–એક આત્મા જ. વાત હતી ખુદ એક આત્મા સમજવાની. એ જ–આત્મા. “સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો.” “આજનો લાવો લીજિયે રે કાલ કોણે દીઠી છે?” ચિંતામણિ છે, હોં! બીજી બઘી માયા છે. “વિંગ ઘણી માથે કિયા.” એક ઘણી કર્યો. બીજું કંઈ નથી. માયા, સંબંઘ, પૈસોટકો, કાયા, વગેરે બધું મળવું તે કર્માઘાન છે. જીવ વસ્તુ આત્મા છે તેનો નાશ નથી. માથે ઘણી કર્યો એટલે થઈ રહ્યું. મૂળ વસ્તુ તો જ્ઞાન-દર્શનચારિત્ર તે આત્મા, એ જ છે. એ જ ઘણી છે. એને માની લેવો. એ મળી આવ્યો હોય અને વિશ્વાસ ને પ્રતીતિ આવી તો બધું મળી ગયું. આટલો ભવ મનુષ્યનો છે તે ચિંતામણિ છે. ખરો લહાવો ઘર્મનો લેવાનો છે. કંઈ નહીં; એક ઓળખાણ આત્માની, બીજું નહીં હોં ! એક આત્માની ઓળખાણ થઈ તો બસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org