________________
ઉપદેશસંગ્રહ-૫
૪૭૭ બાયડી, છોકરાં, હાથ, પગ બધું ત્યાગ. પછી કંઈ રહ્યું? આત્મા. હજુ સમજાયું નથી.
તા.૬-૨-૩૬ તમારી બઘાની પાસે શું છે ? ભાવ. આત્મા છે તો ભાવ છે. કોના હાથમાં વાત રહી ? જીવ સારા ભાવ કરે તો સારું ફળ આવે છે, નબળા ભાવ કરે તો નબળું ફળ આવે છે. આત્મા
ક્યાં નથી ? બધે છે. જેવું જોવું હોય તેવું દેખાય. હાથી જોવો હશે તો હાથી દેખાશે; આત્મા જોશો તો આત્મા દેખાશે અને વાણિયો, પાટીદાર જોશો તો તેમ દેખાશે.
જીવની ગણતરીમાં ભૂલ થાય છે. આત્માની ગણતરી નથી અને દેહની ગણતરી કરે છે. આત્માની ગણતરી કરે નહીં અને મંદવાડની ગણતરી કરે તો મંદવાડ છે. આ રખડતા જીવને પરમ કૃપાળુદેવે બોલાવીને લખી આપ્યું : “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે.”
મુમુક્ષુ–આ તો બહુ સુગમ રસ્તો.
પ્રભુશ્રી–વાત સાચી છે, પણ તે ભાવમાં રહેવાતું નથી. ભટકવું હોય તો જા, આંટો મારી આવ–ભટકી આવ. બધું હાથમાં છે. જ્ઞાનીના એક વચનમાં અનંત આગમ છે.
શું કરવું ? નિશ્ચય કરવો. બધું તો કહ્યું છે, પણ વાત તો આ જ છે. બઘાની પાસે ભાવ છે કે નહીં ? કોઈની પાસે નથી એમ છે ? શું કરે હવે ! આ વાત જેવી તેવી નથી; ચમત્કાર છે ! એક વચનમાં મોક્ષ છે ! સૌ કહે છે, પણ કોઈ કરે અને કોઈ ન કરે; જેવું કર્યું તેવું થાય. ભાવે ભૂંડું કર્યું છે, જન્મ, જરા, મરણ અને ભવ ઊભા કર્યા છે. શુદ્ધ ભાવ હોય તો ભટકવું થાય નહીં.
“ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન.”
તા.૮-૨-૩૬ આ જગત તે આત્મા નથી. ઓળખાણ આત્માની કરવી. આત્માની, સત્સંગની ભાવના રાખવી. આત્મા છે; તેની ગણતરી રાખવી. તે સુખદુઃખને જાણનાર છે. સુખ જેથી થાય છે તે વિષેનું ભાન નથી. આરંભપરિગ્રહ માટે જીવમાત્રની ઇચ્છા છે, તે માયા છે. તે મૂકવા જેવી છે. જ્ઞાનીને મૂછ નથી. ઢોર, પશુપંખીને કંઈ ખબર પડે ? મનુષ્યભવ છે તો ખબર પડે. બઘી માયા છે. મારો ભાઈ, મારો બાપ એ બધું કંઈ નથી. એક આત્મા જાણો. જેટલી તૃષ્ણા વધારે તેટલા જન્મ વઘારે. ભૂંડામાં ભૂંડી છે તૃષ્ણા. ભૂંડું કર્યું તૃષ્ણાએ.
ક્યા ઇચ્છત? ખોવત સબ ! હૈ ઇચ્છા દુઃખમૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org