________________
ઉપદેશામૃત
આત્મજ્ઞાન હોય તે જ સત્. કંઈ કોઈને દેખાડવા માટે કહેવું નથી. સદ્ગુરુની પ્રાપ્તિથી કંઈ જુદી જ લહેર અને લહેજત આવે છે. ‘આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.' માટે પોતે જ કરવું પડશે એમ પકડ્યું, તે પકડ્યું; હવે કેમે કરી છૂટે નહીં. આત્મજ્ઞાન ઉપર જાય તો કામ થઈ જાય અને પાસા સવળા પડે. “વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે.'' અજબ ગજબ વાત ! નરદમ હિતની શિખામણ. ફક્ત હૃદયમાં આત્મા માટે રોવું, તૈયાર થવું. અમૃત છે, પણ બહારનો કમળો તે કાઢવો પડશે, દૃષ્ટિ ફેરવવી પડશે. આત્માર્થ જોશો તો આત્માનું હિત થશે. વાણી અપૂર્વ છે. જેટલું ન થાય તેટલું થોડું. કર્તવ્ય છે. જે કર્યું તે ખરું. લક્ષ લેવો અવશ્યનો છે.
૪૭૬
નબળા ભાવ કરે તો સારું થશે ? સારા ભાવ કર્યા હશે તો નબળું થશે ? “ભાવે જિનવર પૂજિયે, ભાવે દીજે દાન;
ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળ જ્ઞાન.''
આથી કોઈ ટૂંકો રસ્તો બતાવશો ? રસ્તો એ જ છે; ખબર નથી પડી. તેથી દુ:ખ, ફિકર, ચિંતા છે. બીજા કયા ઠેકાણે જવું? આત્મભાવ રાખવો. ફરવા નીકળ્યો છે તો ફર, નહીં તો ઠેકાણે બેસી જા.
તા.૫-૨-૩૬
‘કર વિચાર તો પામ’ એનું શું પરિણામ આવે છે તે જોઈ લેજે. સુખ-દુઃખ, પૈસાટકા, મારું તારું, બધું રાખ છે. આત્મા સિવાય કોઈ બીજી વસ્તુ ખરી રીતે ગમે એમ છે ? પણ આંટી પડી છે તે ઊકલી નથી. અમે શું કર્યું છે ? મૂકવું પડ્યું છે. જ્ઞાનીએ કહ્યું છે, બધું મૂકવું પડશે. કંઈ છે નહીં, પણ જો સાથે લીધું તો ઊભું થશે. ન લે તો થાય ? માટે મૂકવું પડશે. મૂક્યું તો ઊભું નહીં થાય.
આત્મા, આત્મા બધે આત્મા જુઓ. બીજુ કંઈ નહીં. આત્મા જોયો નથી, અને નહીં જાણવાનું તે જાણ્યું છે. જે જોવાનું છે તે જોયું નથી, અને નહીં જોવાનું તે જોયું છે. કોઈ કહેશે, હાથી, ઘોડા, સ્ત્રી, દેખાય છે તે ખોટું છે? તે જોવું હોય તો લખચોરાશીમાં ફરી આવ. આ બધી વાત મર્મની છે. કોઈ સમજતું નથી. બઘી આંટી છે. પાછું વળવું પડશે, મૂકવું પડશે, કરવું પડશે; નહીં તો દહાડો નહીં વળે. એ જ છે. એ ભાવ ભાવતાં બીજું કંઈ થાય તો કહેજે. સાકર ખાવાથી સાકર, ઝેર ખાવાથી ઝેર. તારા હાથમાં, તારી વારે વા૨; ભરત ચેત, ભરત ચેત. આટલું જ છે. જાણ્યું નથી. બોધ શ્રવણ કર્યો નથી. તુંબડીમાં કાંકરા. તારી મોકાણ, તારી હોળી-૫૨ વસ્તુઓ જ જોવી છે ? ભુલવણી છે. પડદો નથી પડ્યો તેથી ભાળ્યો નથી. ત્યારે હવે શું કહેવું ? આ બધામાં શોધો. આત્મા ક્યાંય નથી. તો હવે ગણવો છે કોને ? ઓળખવો છે કોને ? ત્યારે પંચાત કોની ? ખાવાની પીવાની ? ખરી પંચાત તો એ જ–માર્ગ જુદો છે, ગહન છે-ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org