________________
ઉપદેશસંગ્રહ-૫
૪૭૫ કંઈ નહીં. મન ફરતું, ભટકતું રાખે છે. પછાડ માથું, પથરાથી ફોડ. ઘાંચીનો બળદિયો ફર ફર કરે; તેમ પરિભ્રમણ કરે છે. તારું કોઈ ન મળે. નો'ય તારો દીકરો, નો ય તારો પૈસો, નો'ય તારું ઘર. તું તો મેમાન છે. સુખદુઃખ ભોગવીને ચાલ્યો જા.
સુખ દુઃખ મનમાં ન આણિયે, ઘટ સાથે રે ઘડિયાં;
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.” જગત આખું કર્માધીન છે. દુઃખ દુઃખ–મહા ભયંકર છે. લક્ષ રાખો. “આત્મસિદ્ધિ' કંઈ જેવી તેવી છે ? એકેક ગાથા વિચારે તો કામ કાઢી નાખે; તેનું ભાને ય નથી. મેં તો મોઢે કરી છે, મને આવડે છે, ખબર છે એમ કરી સામાન્ય કરી નાખે છે. સામાન્ય કરે છે તે જ દુઃખ ને વ્યાધિ છે.
આત્માનું સ્મરણ કર્યા કર. ભગવાને કહ્યું છે કે સુખ દુઃખ આવશે જ, તે ખરું છે. કર્યાનું ફળ છે. કહ્યું જાય તેમ નથી. “આત્માને ગષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રઘાન કરી સત્સંગને ગષવો તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો.”
ગમે તેટલા રૂપિયા આપીશ તોય તને કોઈ આટલી શિખામણ આપશે? સ્થિરતા કરી બહુ ભૂલ છે. અલેખામાં જાય છે. એક સત્સંગની આજ્ઞાને ઉપાસવી.
પ્રારબ્ધ પહલે બન્યા, પીછે બન્યા શરીર;
તુલસી અચરજ એ બડી, મન ન બાંધે ધીર.” માટે ચેત. આ વાત કોઈ ઠેકાણે મળતી નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે. એમ છતાં આ જીવ વારંવાર ભૂલી જાય છે. આ વાત કોઈ નહીં સાંભળો કે? તોબા ! તોબા ! આખો લોક ત્રિવિઘ તાપથી બળે છે. “હોદ્દો છે, પૈસો છે, ઘર છે, મકાન છે, ગાડી છે, ઘોડો છે. બધું સુખ છે, મારે કંઈ કમી છે?' એમ માને છે ને મગ્ન રહે છે. પણ પરવશ છે; રાજા અને રંક સોને મૃત્યુ છે. ખમવું; સમતા રાખવી અને ભગવાનનું નામ ન છોડવું આવ્યું એ જવાનું. શ્રદ્ધા, લક્ષ અને પ્રતીતિ હોય તો તે ચિંતામણિ છે. સામાન્ય ન કરવું. હું તો જાણું છું, એમ કહે છે. કર્મ ફૂટ્યું તારું! બહુ ભૂલ થાય છે હોં ! ચેતવા જેવું છે. આ જીવાદોરી છે તે કામ લાગશે. કાળજી અને સમજણ રાખે તો આ અનંતગણી કમાણી છે. વીસ દોહા ચંડીપાઠ ગોડે રોજ ભણે તો ચિંતામણિ છે. અહીં તો ઘર્મ છે અને તે જ કર્તવ્ય છે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી બોલીશ. પરાણે બોલું છું; પહોંચ નથી તોય પરમાર્થ જાણીને બોલું છું.
અમે ટૂંઢિયા હતા, મોટા સાધુ હતા; પણ પરમ કૃપાળુદેવના સમાગમથી સમજી ગયા કે એક આત્મા મારો, સૌ મેમાન છે. કાલે સૌ જતા રહેશે, માટે એ જ કરવાનું છે.
“આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org