________________
ઉપદેશામૃત
ઇચ્છા ભૂંડી છે. એમ તો ભવોભવ કર્યા કર્યું છે. આ બધું સમજ્યું છૂટકો. સમજે તો ભવ કાપી નાખે અને ન સમજે તો ભવ ઊભા કરે. દોડાદોડ કરી રહ્યો છે. જવાનું છે, એમાં ફેર નથી.
૪૭૮
અત્યાર સુધી જીવે ચામડાંનો વેપાર કર્યો છે, આત્માનો નથી કર્યો. ‘મારું મારું' કરી રહ્યો છે. તેની ભાવના કરે છે. મોટા પુરુષનાં વચનો છે : “જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખછાંઈ.’’ પોતાનું નથી તેને મેળવવાની ભાવના કરે છે. આ જગતમાં ઇચ્છાનો રોગ કોઈને મટ્યો એમ છે ? ઇચ્છા, ઇચ્છા ને ઇચ્છા. કામ ક્યાં થાય છે ? વિચાર કર્યો ઇચ્છાનો નાશ થાય છે.
આ બઘા બેઠા છે, પણ કોઈએ આત્મા જોયો ? ચમત્કાર છે ! આત્મા જુઓ. આ કૂંચી, કોઈને ખબર પડી નથી. કોઈએ જાણ્યું છે ? કોઈએ માન્યું છે ? કોઈએ સ્વીકાર કર્યો છે ? કોઈને મળ્યું છે ? ફક્ત આ વાણિયો, આ નાનો, આ મોટો એ વાત થઈ છે ને થાય છે. ‘આત્મા છે, આત્મા છે' એમ થયું નથી. ‘‘સર્વાત્મમાં સમવૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.' ભૂંડું કોણ કરે છે? રાગ ને દ્વેષ. જગત આખું આથી દુ:ખ સહન કરે છે. સમભાવ કરો જોઈએ ! જુઓ તો ખરા ! હવે એનો જરા વિચાર કરો. શું થયું સમભાવે ? અજબ ગજબ થયું ! હજારો ભવ ટળી ગયા. કેવળજ્ઞાન થયું. સમભાવ કરી મોક્ષે ગયા. આ તો તાળી તાળી ! કંઈ અજબગજબ છે ! ચમત્કાર છે! ભેદી મળ્યા નથી. ‘‘સાંભળી સાંભળી ફૂટ્યા કાન, તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.’’ જે ગણવું છે તે પડી મૂક્યું. ભણ્યો છે, પણ ગણ્યો નથી. વાત ખરી કરી. સમ એ શી વસ્તુ છે ? શામાં લેશો ? શામાં રહે છે ? જરા વિચાર તો કરો, તુંબડીમાં કાંકરા ! વિચાર નથી કર્યો, સમજ્યો નથી, ઓળંભા દેવા જેવી વાત કરું છું; પણ સાચી છે. ‘સમતા રસકા પિયાલા ૨ે પીવે સો જાણે' આમ ગાય, વાતો કર્યા કરે; પણ વાતોએ વડાં થાય ? મનુષ્યભવ ચમત્કાર છે, મહા કમાણી છે. પૈસા મળ્યા—બસો, ચારસો; તેથી શું થયું ? સાડાત્રણ હાથની જગામાં બાળી મૂકશે. ક્ષમા એ શું છે? બોલતાં આવડ્યું છે, એનું નામ દેતાં આવડ્યું છે; પણ એનું ભાન નથી.
⭑ ✰
તા.૧૬-૨-૩૬
મનુષ્યભવ દુર્લભ છે. મહાપુણ્ય કર્યાં છે તો આ પામ્યા છો. સંબંધે સૌ મળી આવ્યું છે— દેહ, પૈસો, સુખ, વગેરે. અમારું કહેવું કંઈ બીજું જ છે. આ માથું વાઢી નાખે, દેહ રહે કે ન રહે; પણ બીજું મારું નહીં. અમારે તો વાત આત્માની જ કહેવી છે. કોઈ શિખામણ આપીએ તો એક આત્માની જ, બીજી નહીં.
અત્યારે હાલ વાત થાય છે તે નરદમ આત્માની છે. તમને એની કંઈ ઓળખાણ નથી. આ મારો હાથ, પગ, મોઢું; મને દુઃખ થયું, સુખ થયું એમ ગણે છે; પણ એ તો સૌ જડ છે, આત્મા નહીં. આ વાત આત્માના હિતની છે. કાગડા-કૂતરા સાંભળે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org