________________
૪૭૨
ઉપદેશામૃત આટલું મળ્યું કે બધું મળ્યું–ભાવ ક્યાં રાખવો તે મળ્યું. આ પત્રમાં બધું આપવાનું આપી દીધું છે. ગુખ ઘન આપી દીધું છે.
તા.૧૦-૧૦-૩૫ બધું માયા છે. ઘણા ગયા. બધાં જવાના છે. ચેતી જવાનું છે. માયાથી મુકાવાનું કરવું, બંઘાવાનું ન કરવું. બધું શોકરૂપ છે. “એ તત્ત્વવેત્તાઓએ સંસારસુખની હરેક સામગ્રીને શોકરૂપ ગણાવી છે.” મનુષ્ય ભવ દુર્લભ છે; તૈયાર થઈ જાઓ. આ નહીં, દ્રષ્ટિ ફેરવો. વૈરાગ્યની બલિહારી છે, અમૃત છે ! સત્સંગથી સુખ છે. આ બધા સંગ છે–આત્મા અસંગ છે.
તા.૧૪-૧૦-૩૫ કર્મ તો છૂટી જ રહ્યાં છે. વિકલ્પ કરીને જીવ બીજાં નવાં કર્મ બાંધે છે, નહીં તો છૂટી જ જાય. માંદા પડવાનું, મરવાનું કર્મને લઈને. “આવ” કહ્યું કર્મ વઘતાં નથી, “જા” કહ્યું જતાં નથી. છૂટવાનો ઉપાય “સમભાવ' છે. કર્મનાં પોટલાં છે તેને જીવ “મારાં મારાં' કરી ગ્રહી રાખે છે. તેથી કહ્યું છે, “તારી વારે વાર.” તું મારું માનવું મૂકી દઈશ તો કર્મ પાછળ પડી વળગતાં નથી. તું જ ભેગા કરવા દોડ કરે છે.
‘ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર.' બધું જવાનું છે. “મારું' માનીશ તોપણ જશે, રહેવાનું નથી. કોઈને કહેવાનું નથી; પણ ભાવ કરવાનો છે. થવાનું હોય તે થાય. પૈસાનો કેફ હોય છે, સાંભળ્યા પછી સમજણનો કેફ હોય છે; તેમ ન કરવું. જે છે તે છે. કોઈને કહો કે જીવને મારી નાખો. કોઈનાથી મારી નખાશે? તેને ચગદો તો ચગદાશે ? પછી ફિકર શાની? માયાનું પોટલું એકઠું કરે છે; પછી “મારું મારું કરી તેમાં બળવા લાગે છે.
તા.૧૬-૧૦-૩૫ બધું ખોટું છે. તેમાં મારું, મારું માની શાનો એ છે ? દુઃખરૂપ છે તેમાં સુખ ક્યાંથી હોય ? આત્મામાં દુઃખ છે ? પછી શાનો બીએ છે ? વેદની આવી હોય તે જોયા કર. સમકિતી તેને શાતા માને છે. તે શું કરે છે? જોયા કરે છે. તેનામાં શું આવ્યું ? સમજ. સમજ્ય છૂટકો છે. “જ્ઞાનીના ગમ્મા, જેમ નાખે તે સમા,' તે શું ? જ્ઞાની જેમ છે તેમ જુએ છે. બૈરાં પારકાની કાંણ પોતાને ઘેર લાવે છે અને એ છે; તેમ બધી દુનિયા કરે છે. પારકાને ઘેર મરણ, તેમાં મારે શું ? જેની ગણતરી કરવાની છે તેની ગણતરી કરતો નથી અને પારકાની પોક મૂકે છે. છોકરું થયું, પછી રમાડીને સુખ માને છે ! તેને કહ્યું હોય કે આ તો તારો વેરી છે, તો હા કહે, પણ પાછો રમાડવા માંડે; તેમ જીવ કહે છે ખરો, પણ માનતો નથી. સમજીને સમાઈ જવાનું છે. કોઈને કંઈ કહેવાનું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org