________________
ઉપદેશસંગ્રહ-પ
૪૭૧
અને તપેલામાં પાણી ન હોય તો ગરમ શું થાય ? તેમ ભાવરૂપી પાણી જોઈશે. તો સામગ્રી કામની છે. અહીંની વાત જુદી છે. અહીં આસ્રવમાં સંવર થાય છે. બોધ હોય તો તે પ્રમાણે ભાવ થાય. તે ભાવસહિત પુરુષાર્થ કરશો તો પિરણમશે. બાકી એકલો પુરુષાર્થ નકામો છે. સત્પુરુષાર્થ કરવો. નિમિત્ત જોઈશે. બોધ પ્રમાણે ભાવ થાય છે.
મરે પણ ફરે નહીં એવી શ્રદ્ધા છે, છતાં ઉદય હોય. આ બધું દેખાય છે તે કચરા જેવું લાગે છે, ઝેર જેવું લાગે છે. મુમુક્ષુઓ ક્યાં ગયા ? બધા મરી ગયા. આ છે તે પણ જશે. કોઈને કહેવાનું નથી, વાત કરવાનું સ્થાન નથી. કહેવા જઈએ તો કંઈનું કંઈ પકડી લે. “તારું તારી પાસ છે, ત્યાં બીજાનું શું કામ ? દાણે દાણા ઉપરે, ખાનારાનું નામ.''
પત્રાંક ૩૭૧ નું વાંચન :––
કરવાનું શું છે ? સમજ. કામમાં શું આવશે ? સમજ. દેહ તો ઘરડો થતો જશે. અમારો દેહ જુઓ—કાન, આંખ અત્યારે કામમાં આવતાં નથી. તેથી શું થયું, પૂંજી હોય તો કામમાં આવે. પૂંજી કરી લેવી, તે સમજ છે. દેહ છે તે જતો રહેશે, પણ સમજ જતી રહેવાની નથી. ભાવ હતા તે ઉઠાડી જ્યાં કરવાના છે ત્યાં કરવા. સમજ પ્રમાણે ભાવ થશે. આ પત્રમાં બધો ખુલાસો છે, કંઈ બાકી રાખ્યું નથી.
તા.૯-૧૦-૩૫
લઘુપણું એટલે પર્યાયદૃષ્ટિ ન કરવી તે. પર્યાયદૃષ્ટિ હશે ત્યાં સુધી લઘુપણું આવતું નથી. પર્યાયદૃષ્ટિ હોય તેનાથી આત્મભાવના થાય તે માત્ર અભિમાન છે. જેનું જેનું આ જીવ અભિમાન કરે છે તે પુદ્ગલ છે. તેમાં આત્મા ક્યાં છે ? તો પછી તેનું અભિમાન શા કામનું ? ‘પર્યાયવૃષ્ટિ ન દીજિયે.’
સ્વધામમાં જતાં રામે કહેલું કે બધા વિમાનમાં બેસી જાઓ; તેમ વખત આવ્યો છે. સમજ કરી લો. પછી ભય શાનો ? ભય થતો હોય તો જાણવું કે ખોટી ગતિ થવાની છે. પુદ્ગલ તો જવાનું છે. પૂંજી એકઠી કરી હોય તો કામમાં આવે. પૂંજી શું ? સમજ. બધું જવાનું છે. ભાવ જ્ઞાની પ્રત્યે વાળો. જેમાં ભાવ જશે તેવું થશે. ભાવ ફેરવવા હાથમાં છે. પુદ્ગલ રાખ્યું રહેવાનું નથી. સત્સાઘન સમજ્યા પછી બંધન કેવી રીતે થાય ? પુદ્ગલ ગ્રહણ ન કર્યાં હોય તો દુઃખ આવે ? ભલેને મન-વચન-કાયાના યોગ રહ્યા; પણ જીવ તેને ગ્રહણ ન કરે તો તે શું કરે ? કેવી રીતે બંધન કરે ? દીવો હોય ત્યાં અંધારું કેવી રીતે રહે ? આત્મા તમે જોયો નથી. પણ ભેદીએ જોયો છે—ભેદનો ભેદ. ભાવ તેના ઉપર કરો. ‘થિંગ ઘણી માથે કિયા', પછી ભય શાનો ? પરમ કૃપાળુદેવે ‘સમાધિશતક' આપ્યું તેમાં સ્વહસ્તે લખી આપ્યું :
‘આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org