________________
ઉપદેશામૃત
વીસ દોહા તે બધું કરાવશે. તે મંત્ર છે. ઘણી મુશ્કેલીએ જ્ઞાનીઓ પાસે સાંભળવાનું કદીક મળતું તે અમે ઉઘાડી રીતે કહીએ છીએ. ખબર ન પડે, પણ જ્ઞાનીઓ બધું કહી દે છે. આ બધું શું છે ? કર્મ ફૂટ્યા છે, કર્મ ઉદયમાં આવે છે; સંકલ્પ-વિકલ્પ આવે છે તે જણાય છે. ખાધું હોય તેવા ઓડકાર આવે. વીસ દોહા મંત્ર છે, તેથી તેરૂપ થવાશે. ગંભીરતા, ઘીરજ રાખવી. એક માણસ માંદો હોય, ગાંડો થયો હોય ને મંદવાડમાં બકે તેમ આ જીવનું વર્તન છે. આત્મા જોવાય તો બધા યે સરખા છે, તેમાં ભેદ નથી.
૪૭૦
‘હે ભગવાન ! હું આત્માર્થે કરું છું,' એવી ભાવના કરવી. અમે તો આત્મકલ્યાણ સિવાય બીજું કંઈ સાધન બતાવતા નથી, અમારી આજ્ઞા તે સિવાય બીજી હોય નહીં.
તા.૧-૧૦-૩૫
તા.૨-૧૦-૩૫
બૈરાંને ઘણી સાંભર સાંભર થાય છે, તેમ આત્મા સાંભર સાંભર થવો જોઈએ. આ તો એને ભૂલી જ ગયો છે ! એને લઈને આ બધું છે, એ ન હોય તો કંઈ નથી; છતાં તેને સંભારતો ય નથી. બધા જવાના છે, મહેમાન છે. આ બધા બોલાવે છે તે પણ શાને લીધે ? એને લીધે. બધાં શાસ્ત્ર છે, છતાં આ કેમ વંચાય છે ? હૈયે હોય તે હોઠે આવે. ઉદય છે. બઘાને ઉદય છે; પણ તે સામું ન જુઓ.
પત્રાંક ૪૩૦ નું વાંચન –
“કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બઘી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઇચ્છાએ ન હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ.’’
તા.૩-૧૦-૩૫
આટલું ગળે ઊતરી જાય તો બસ છે. અસંગપણાવાળી ક્રિયા શું? તેનો જવાબ અપાય તેવું નથી. આ બધું જોવાનું નથી. અમને તો આત્માની વાત પ્રિય છે. બીજું ગમતું નથી. આ બધો કચરો છે. બધા મરી જવાના છે, પછી કોઈનો પત્તો નહીં. તેમાં શું જોવું? કેટલાય માણસો હતા. તે ક્યાં ગયા ? આ બધું જોવું ગમતું નથી. માત્ર આત્માની વાત સાંભળતાં પ્રેમ
આવે છે.
Jain Education International
તા.૭-૧૦-૩૫
શું ભાવ કરશો ? શું પુરુષાર્થ કરવો ? બધું જોઈશે. સામગ્રી જોઈશે. લાકડાં મૂક્યાં હોય
For Private & Personal Use Only
www.jainelibrary.org