________________
ઉપદેશસંગ્રહ-પ
૪૬૯
બધે જવાના રસ્તા હોય; તેમ આત્મામાં જવાનો રસ્તો સમભાવ છે. તે વિના જવાય નહીં, તે જોવાનું છે. અમારે કોઈને નાના મોટા કરવા નથી. કર્મ જોવાં નથી. ‘પર્યાયવૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે.’
જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યાં છે, ત્યાં ત્યાં તથાપ્રકારના અભિમાનપણે વર્તો છે, જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે; એટલે હજી સુધી તે જ્ઞાનવિચારે કરી ભાવ ગાળ્યો નથી અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લોક આખાની અધિકરણક્રિયાનો હેતુ કહ્યો છે.''આટલી જ આંટી ઉકેલવાની છે.
તા.૨૯-૯-૩૫
જ્ઞાનીની વાત અપૂર્વ છે ! જીવ કેવો છે—સરળ પરિણામી છે કે કેમ, સમિકતી છે કે નહીં— તે જ્ઞાની જોઈને કહી શકે.
સમજાવું જોઈએ. સમજાયું હોય તો ખબર પડે ને કામ થાય.
શરીર ઘણી થઈ પડ્યું છે. તેની ખબર લેવાય છે. ખરેખરી રીતે તો તે દુશ્મન છે, તે જાણવું જોઈએ. લૂંટટ્યૂટ લેવાનો વખત આવ્યો છે તેનો અર્થ એ કે ભાવ કરવા, આત્માના ભાવ કરવા. ‘શરીર નહીં તે નહીં,' એવું થવું જોઈએ. તેને ઝેરરૂપ ગણ્યા વિના બીજો ઉપાય નથી. બધા જ્ઞાનીઓએ એમ જ કર્યું છે.—આ તો ચમત્કાર છે, ચમત્કાર ! બધેથી ઉઠાડી આત્મામાં ભાવ કરાવ્યો છે.
‘મારું' નથી તેને ‘મારું' કરવા ફરવું નહીં. તે થવાનું નથી. જે કરવાનું છે તે આજે કહી દઉં છું : સમજ. વધારામાં કહેવાનું—ભાવ. ચોટ થવી જોઈએ. પિરણામ, ભાવ કરતાં કરતાં તે ફળીભૂત થશે. આ સંબંધ છે તો શું તે નથી ? છે જ.
અમને મળેલું આપીએ છીએ : વીસ દોહા, ક્ષમાપના, આઠ ત્રોટક છંદ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ. કોઈ દહાડો આ ભૂલશો નહીં. કરવાનું શું છે ? સમિત. સમકિત. સમાધિમરણનું આ કારણ છે. કંઈ ન બને તો ભાવ રાખશો. ભાવથી શ્રદ્ધા થશે. માન્ય હોય તો ભાવ થાય છે. “તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે ‘મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ' એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી.’’
જ્ઞાની શું કરે છે કે જેથી તેને બંધન થતું નથી ? કોઈએ જાણ્યું હોય તો કહો.
[ચર્ચા થયા પછી] આ બધું તો સાંભળેલું કહો છો; પણ કહેવાય તેવું નથી. પરમ કૃપાળુદેવે કહેલું, કોઈને કહેતા નહીં. છેવટે સમજશે કોણ ? આત્મા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org