________________
૪૬૮
ઉપદેશામૃત
હોય તો બાકી રહે ? આ તો બધી શાતાવેદની છે, સુખ નો'ય. સુખ તો આત્માનું છે તે સાચું. તમને બધાને ભાવ, પરિણામ કરાવવાં છે. ચૂંટી ખણીને જગાડવો છે. હમણાં મનુષ્યભવ છે, અહીં સમિકત થાય તેવું છે. પછી ક્યાંથી લાવશો ? પશુ, ઢોરના ભવમાં શું કરશો ? જેમ લોકો ઘન સંતાડે છે તેમ સમભાવરૂપી ઘન રાખી મૂકો. તેમાંથી બધું મળશે.
સમકિત છે, ચાંલ્લો છે; પ્રમાદ ન કરો, કરી લો. જાગ્યા ત્યાંથી સવાર, સમજ્યા ત્યારથી સવાર. માટે ભૂલમાં ન જવા દો. પદાર્થનો નિર્ણય થવામાં કચાશ તેટલી કચાશ. માન્ય કરી લો, પકડ કરી લો.
પ્રમાદ ભૂંડું કરે છે. શૂરા હોય છે તે તરવાર લઈને, દુશ્મનને મારવાની દૃષ્ટિ રાખે છે, તેમ કરવું. મેમાન છો, પંખીનો મેળો છે. એકલો જશે. હું કોણ છું ? તેનો વિચાર જ નથી કર્યો. આ બઘી રિદ્ધિ-સિદ્ધિ તેની જ છે અને તેને જ વિસારી મૂક્યો છે !
હવે કરવું શું ? સાંભળે છે કોણ ? એક આત્મભાવનામાં રહેવું. બાકી બધી કડાકૂટ છે. કંઈ જોવા જેવું નથી. પરમકૃપાળુદેવે કહેલું, ‘ભૂલી જાઓ.’ સમજ્યા તે સમાઈ ગયા. બધે લાય છે. ત્યાં હવે જોવું શું ? સ્ત્રી, પુરુષ–વેશ ભૂલી જાઓ. અંઘારામાં દીવો કરો. સમભાવ. આસ્રવમાં સંવર. દ્વારકા બળી ગઈ. બધું ગયું. પછી બળદેવ કહે, ‘‘ક્યાં જઈશું ?’’ ‘પાંડવ પાસે ? તેનું પણ આપણે બગાડ્યું છે !'' કહેવાની વાત કે સમજવાનું છે, સમભાવ. બધે લાય લાગી રહી છે. બધા ભાવ કરતાં સમભાવને બોલાવો. શાંતિ કરો.
તા.૨૮-૯-૩૫
એકલો હોય ત્યાં પણ આત્મા છે. આત્મા ન હોય તો બીજું શું છે ? પણ જીવને ખબર નથી. તેથી જ્ઞાનીઓએ કહ્યું છે, ઓળખાણ કરો. બાકી તો
“સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ.’'
આ વાત સાવ ઉઘાડી કરી નાખી છે.
લીંબુંનું પાણી બધામાં ભળી જાય છે. તેમ જેવી વાત નીકળી હોય તેમાં જીવ ભળી તેવો થઈ જાય છે. સત્સંગની વાતમાં તેરૂપ થઈ જાય છે. ભલે સમજ ન પડે; પણ પર્યાય પડે છે.
કામ કોણ કરે છે ? શ્રદ્ધા. તેથી કહ્યું છે કે આત્માનું કલ્યાણ આત્મા કરે છે. જીવને ખબર નથી. નહીં તો આ બધું શું છે ? કર્મ છે, કચરો છે.
૦૦૦
એક માણસને વેશ પહેરાવીને બેસાડ્યો હોય, સાધુ જેવો વેશ હોય, તેને જ્ઞાની કહેવાશે ? તેમ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦નું સાંભળીએ છીએ. પણ છાશબાકળા જેવી વાત લાગે છે. અમારી પાસે કાંટો છે. બધા ઉપર સમદૃષ્ટિ છે. કોઈ નાનો મોટો કહેવો નથી, તેવું મનમાં થતું ય નથી. પણ સત્ ન હોય, ત્યાં સત્ કેમ કહેવાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org