________________
ઉપદેશસંગ્રહ-૫
૪૬૭
તા.૧૮-૯-૩૫ આ જીવે એકમેક કરી નાખ્યું છે. દેહ જુદો છે; આત્મા જુદો છે. આત્મા રાજા છે, પણ જાણે તે છે જ નહીં તેવું કરી નાખ્યું છે. તેને સંભાળવાનો છે, પણ કોઈ સંભાળતું નથી. બધા કહે છે, મારું માથું દુઃખે છે, મને રોગ થયો છે. તે વાત તદ્દન સાચી દેખાય છે; પણ જુઓ તો તદ્દન જૂઠી છે. દેહને અને આત્માને મુદ્દલ સંબંધ નથી, પણ જીવ માની રહ્યો છે, મને થયું એમ બોલ્યા કરે છે. તે જાણે છે કે મરી ગયા પછી મારું કંઈ રહેવાનું નથી, છતાં મારાપણાની માન્યતા મુકાતી નથી. તેને ચોટ નથી. પરિણમન બીજું થઈ રહ્યું છે. બોલે છે તે વાતની ના કેમ કહેવાય ? પણ તે સાવ ખોટી છે. તમારી પાસે ઉપયોગ છે. જ્યાં ઉપયોગ છે ત્યાં આત્મા છે. - એક વખત બઘાનું સ્નાનસૂતક કરી નાખો. પછી કોઈનું સ્નાન કરવાનું રહે નહીં. આ જીવ એકલો છે; પણ આણે મારું આ ન કર્યું ને તે ન કર્યું, એમ બોલ્યા કરે છે અને કહે છે કે હું એકલો પડી ગયો. આ બધા સંયોગ છે. તે બધા છૂટવાના છે. કદી આત્મા છૂટી ગયો છે ? કર્મનો વાંક કાઢે છે; પણ તે બઘાં છૂટવા આવે છે. બઘાને કર્મનો ઉદય છે. જીવ તેમાં પરિણમી જાય છે. મોહનીય કર્મ ભૂંડું કરે છે.
તા. ૧૯-૯-૩૫ વીસ દોહા ચિંતામણિ છે. જેમ વહેવારમાં પરસાદી વહેંચવામાં આવે છે તેમ પરસાદી છે. ઉઘાડું પાડીને અંદર કહ્યું છે. કોઈ એવી દવા હોય છે કે માંદો ખાય તો પણ ગુણ કરે અને સાજો ખાય તો પણ ગુણ કરે; તેવી આ ઉદ્ધાર થવા માટે દવા છે. દવા માટે દૂઘ પાણીની જરૂર પડે છે તેમ આને માટે શું જરૂરનું છે?
[ચર્ચા થયા પછી] બઘાની વાત સાચી છે. પણ કોઈએ ગાળ દીધી હોય તો વારે ઘડીએ સાંભર્યા કરે; તેમ તમે બધા જાણો છો છતાં ભાર દઈને કહેવાનું કે “ભાવ” જોઈએ. આ ખાસ લક્ષમાં રાખજો. બઘા સામાયિક કરે છે, પણ પૂણિયા શ્રાવકનું જ સામાયિક વખણાયું. તેમ ભાવ ભાવમાં ફેર છે. “સાધુને હંમેશાં સમતા હોય—આનું નામ ચારિત્ર, સમભાવ. સાધુ બઘે આત્મા જુએ, સિદ્ધ સમાન જુએ. થઈ રહ્યું આટલું સમજાય તો થઈ રહ્યું!
ભક્તામર' વગેરે સ્તોત્ર છે. પણ વીસ દોહા બઘાનો સાર છે. કોણે આપ્યા છે?
તા. ૨૫-૯-૩૫ પરમકૃપાળુદેવે અમને કહ્યું હતું, આત્મા જુઓ. માની લીધું, થઈ ગયું. દૃષ્ટિમાં ઝેર છે તેથી બીજું દેખાય છે. “તે સત્ છે', “તે પરમાનંદરૂપ જ છે' એવો નિશ્ચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org