________________
ઉપદેશસંગ્રહ-૫
४७३ વેદનીને કહ્યું હોય, તું બે મિનિટ ઊભી રહે તો તે ઊભી નહીં રહે; પૈસાને કહ્યું હોય, તમે બે મિનિટ રહો તો નહીં રહે. જે જવા આવ્યું છે તેને માટે તું શાની રડાકૂટ કરે છે ? કરવાની છે સમજ. સમજ્ય છૂટકો છે, બીજો ઉપાય નથી. બઘા ઘણા મરી ગયા. તું મરી જવાનો છે. તેથી આત્મા મર્યો ? ના. તો પછી તું કોને રડે છે ? કોની પોક મૂકે છે ? આ જ ભૂલ છે. ભૂલ તો કાઢવી જ પડશે. “થિંગ ઘણી માથે કિયો.” તે કરી લે.
“નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય;
કાં એ ઔષધ ન પીજિયે, જેથી ચિન્તા જાય.” તે ઓસડ પી જા. ફલાણાભાઈ ન આવ્યા, તે ચિંતા શાની કરે છે ? શું કરવા પોક મૂકે છે? બધું માનવું મૂકી દો; આત્માને માનો. કંઈ રહેવાનું નથી. તો પછી તે તારું કેમ થશે ?
તા.૧૭-૧૨-૩૫ મુમુક્ષુ–વસ્તુ બે છે તેવું સાંભળીએ છીએ, જડ અને ચેતન; છતાં દેહાધ્યાસને લઈને આત્મા તરફ લક્ષ રહેતું નથી. દેહાધ્યાસ કેમ ઓછો થાય ? - પ્રભુશ્રી-અનાદિ કાળથી જીવે દેહને જ સંભાળ્યો છે, આત્માને સંભાળ્યો નથી. તે તો જાણે છે જ નહીં એમ કરી નાખ્યું છે. વાસ્તવિક રીતે તે ન હોય તો બઘાં મડદાં છે. ભાવ કરવા. જેમ કોઈ મહામંત્ર હોય તેમ “વીસ દોહા” ઝેર ઉતારવા મહામંત્ર છે. એ અમૃત છે. વિશ્વાસ અને પ્રતીતિ જોઈએ.
તા. ૨૭-૧૨-૩૫ ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા છે, એ જ્ઞાની પુરુષનું વચન છે. મિથ્યાત્વ, મોહને લઈને અજ્ઞાન છે. એ ફીટી જ્ઞાન થાય છે. પણ ફીટવામાં જ્ઞાનીપુરુષ, સપુરુષની આજ્ઞા, સદ્ગોઘ એ નિમિત્તકારણ છે. ઔષઘ લઈ ચરી ન પાળે તો તેથી રોગ મટતો નથી, જોકે ઔષધિ વિક્રિયા ન કરે, પણ રોગ મટે નહીં, તેમ મંત્ર સાથે સત્ શીલના વર્તનરૂપ ચરી ન પાળે તો કર્મરૂપ રોગ મટે નહીં. ઇચ્છાને રોઘ કરવો. વિષય, કષાય એટલે ક્રોધાદિ, રાગદ્વેષ ઓછા કરવારૂપ વર્તન ન થાય તો મંત્રરૂપી ઔષઘથી અન્ય વિક્રિયા તો ન થાય, પણ કર્મરૂપ રોગ મટે નહીં.
અષાડ સુદ ૪, બુધ, ૧૯૯૧ આત્મા અસંગ છે, અપ્રતિબંઘ છે, અજર છે, અમર છે, અવિનાશી છે. આવા દેહ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org