________________
ઉપદેશામૃત
‘જ્ઞાન', ‘દર્શન’, ‘ચારિત્ર' નામ પાડ્યાં છે. પણ વસ્તુ એક જ છે. આત્મા સિવાય જોનાર, જાણનાર કોણ છે ? દુનિયામાં સ્થિર રહેનાર કોણ છે ? મરે નહીં, ઘરડો થાય નહીં તેવો આત્મા છે. કોઈ કહે, આ મરી ગયો; પણ આત્મા મરતો નથી, દેહ પડી જાય છે.
૪૬૪
તા.૧૬-૮-૩૫
કરવાનું એક જ છે—સમકિત. બધું મૂકવું પડશે. બધાની પકડ થઈ ગઈ છે તે મૂક્યા વિના છૂટકો નથી. જડ કદી ચેતન થયું નથી; ફક્ત પકડ થઈ છે. અહંભાવ, મમત્વભાવ તે મૂકવાના જ છે. તેની સ્મૃતિ આપવા માટે રાખેલો એક માણસ રોજ સવારે ભરત ચક્રવર્તીને કહી આવતો : ‘ભરત ચેત; કાળ ઝપાટા દેત.’' તે શું ? બધી સામગ્રી તે સંયોગ છે, રાણીઓ, વૈભવ બધું પર છે તેવી સ્મૃતિ આપતો. નાટકમાં પુરુષ વેષ લઈને આવે છે પણ જોનાર જાણે છે કે આ સ્ત્રી નથી. તેમ આ બધો વેષ છે. આત્મા તેરૂપ થયો નથી. આત્મા માંદો, ઘરડો, પુરુષ થતો નથી. મનુષ્યભવ છે. ચેતી લો. પશુ પણ આત્મા છે; પણ સામગ્રી નથી. મનુષ્ય ભવમાં સમજ થઈ શકે છે, સમજ કરી લેવાની છે, સમજ્યો કે થઈ રહ્યું.
જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સુપ્રતીતપણે બન્ને જેને
સ્વભાવ ભિન્ન; સમજાય છે. ''
વિશ્વાસ લાવો. બોઘ સાંભળવાથી ચાવી ફરે છે. માન હોય તો તે મુકાય છે. અવળું તેનું સવળું કરવાનું છે. જ્ઞાની આ જ કરે છે. જ્ઞાની ખાય છે, પણ ખાતા નથી; ઊંઘે છે છતાં ઊંઘતા નથી.
તમને કહેવામાં આવે છે તે એક જાતનો માર છે. પાડો બેઠો હોય તેને રાડાવતી માર્યો હોય તો ઊઠે નહીં તેવું થઈ રહ્યું છે. ડફણાં માર્યાં હોય તો તરત ઊઠે. બાળકને ઠપકો આપ્યો હોય તો રોવા માંડે, પણ કહ્યું હોય કે આ તને નહીં, પણ બીજાને કહ્યું છે તો હસી પડે. આ બધું તો તમને કહેવામાં આવે છે. ભરત ચેતી ગયો તેથી તમને શું ? તમારે ચેતવા માટે વાત છે. કોઈ કહે છે, ‘કહો તે કરીએ.' દેવકરણજી મહારાજ પણ આમ કહેતા : “મરમમાં શું કરવા કહેતા હશે ? ઉઘાડું કહી દે તો કેવું !'' જ્ઞાની તો સાગર જેવા ગંભીર હોય છે. યોગ્યતા આવ્યે કહે. તેમને પણ ઘણા વરસે આ વાત સમજાઈ. નદીમાં પૂર આવે છે, દરિયામાં મોજાં આવે છે—મોટા હાથી જેવડાં હોય; પણ તે વેગ છે. તેમ કર્મ છે; તે આત્મા નથી, પણ વેગ છે. તે તો વધે ને ઘટે પણ આત્માને જોવો. ‘જે જાણું તે નવ જાણું, નવ જાણ્યું તે જાણું' તેવું કરી નાખવું જોઈએ.
Jain Education International
કોઈના બાપ થઈને તેની પૂંજી ન લેવાય. દીકરો થાય તો પૂંજી મળે. જ્ઞાન માગવાની રીત છે. બાપની બૈરી પાણી આપ, એમ કોઈ છોકરો કહે તો પાણી ન મળે. ‘માજી, પાણી આપો.' એમ કહે તો પાણી આપે. તેવું કરવું જોઈએ. માન છે તે મોટો શત્રુ છે. “માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.” તેનો પ્રતિપક્ષી લઘુતા, વિનય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org